"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અવળવાણી..મૃગજળને ચાખી જોયું તો મધ કરતાં પણ મીઠું!

 

કોયલ  મૂંગી  આંબો   ટહુકે    અચરજ એવું દીઠું,
મૃગજળને ચાખી જોયું  તો  મધ કરતાં પણ મીઠું!

ખાબોચિયું દરિયો થૈ ઘૂઘવે, દરિયો થૈ જાય રેતી,
મધરાતે   જળ    જંપે  ત્યારે વાવ હોકારા દેતી!

સૂરજ   વરસે શીળી  ચાંદની, ચાંદો અગનઝાળ,
‘સીતા-રામ’ની   રટણા  મૂકી પોપટ બોલે ગાળ!

ફૂલ   આકરું   ડંખી  જાય ને કાંટા  મલમ લગાવે,
કાગ   રૂપાળા પીછાં   ખોસી   નિજને મોર કહાવે!

નાનું  અમથું  ચાંદરણું  ખાય સૂરજ સામે ખોંખરા,
શિયાળવું  પણ  સિંહની   સામે કરતું હવે લવારાં!

‘સમય  સમય બલવાન  નહિ  પુરુષ બલવાન’!
હમણાં   સુધી  હતું  સાંભળ્યું   અમે અમારે કાન!

-લાલજી કાનપરિયા

સપ્ટેમ્બર 13, 2010 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: