"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શક્ય છે.

હું  અને તું  આપણે  બે   હોઈ તો   શક્ય છે,
એકબીજાની નજરમાં   જોઈએ તો   શક્ય છે.

એ રીતે દશ્યો સમૂળાં ધોઈએ   તો  શકય છે,
એકબીજાના   નયનથી રોઈ   તો   શક્ય છે.

દેહથી સૌને ભલે અહીંયા જ   દેખાતાં  છતાં,
એક બીજા વિશ્વમાં પણ હોઈ એ તો શક્ય છે.

બે દિશાઓ  બંધ થઈને  ક્યાંય ત્રીજી ઊઘડે,
એકબીજામાં સ્વયંને    ખોઈ  એ તો શક્ય છે.

દ્વૈત’ને     અદ્વૈત    પડદો      પછીથી  ન રહે,
એકબીજાને   હ્ર્દયમાં પ્રોઈ એ તો શક્ય છે.

   ડૉ.નીરજ મહેતા

સપ્ટેમ્બર 10, 2010 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. દ્વૈત’ને અદ્વૈત પડદો પછીથી ન રહે,
    એકબીજાને હ્ર્દયમાં પ્રોઈ એ તો શક્ય છે.
    દ્વૈત’ને અદ્વૈત શબ્દનો સરસ પ્રયોગ કર્યો છે .

    ટિપ્પણી by Rupen patel | સપ્ટેમ્બર 10, 2010

  2. આભાર વિશ્વદીપ જી

    ટિપ્પણી by નીરજ મહેતા | ઓક્ટોબર 2, 2018

  3. મહેતા સાહેબ, સુંદર ભાવથી ભરેલી રચના મારી સાઈટ પર મુકતા ગૌરવ અનુભવું છું વિદેશમાં રહેતા મારી માતૃભાષાનું ગૌરવ અનુભવું છુ

    ટિપ્પણી by વિશ્વદીપ બારડ | ઓક્ટોબર 2, 2018


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: