સારુ વિશ્વ..,”સ્ત્રી પ્રાધાન્ય” બને…!
“પુરુષ-પ્રાધાન્ય” તરીકે પુરુષો લાખો વરસોથી આ જગતમાં અડ્ડો જમાવી બેઠાં છે. દુનિયાના જાણીતા મહાગ્રંથોમાં સ્ત્રીની સુંદરતાના વખાણ કર્યા છે પણ સાથો સાથ સ્ત્રીઓને કુટુંબમાં , સમાજમાં રહેવાના નિયમો અને માર્યાદા પણ લાદવામાં આવી છે.જરાં દુનિયાના કોઈ પણ ધાર્મિક કે સામાજીક મહાગ્રંથો પર નજર કરીએ તો
એ બધા ગ્રંથોના લખનાર લેખકો પુરુષવર્ગ છે.”રામાયણ”, “મહાભારત”, “બાઈબલ”, “કુરાન” કે કોઈ પણ અન્ય ગ્રંથોના લખનાર પ્રુરુષ છે. રામાયણમાં “સીતા”ના પાત્રનું નિરિક્ષણ કરીએ તો..”અગ્નિ-પરિક્ષા, રામે સમાજના લક્ષમાં રાખી કરેલો ત્યાગ, અને અંતે ઘરતીમાં સમાઈ જવાનું દબાણ. તેમજ મહાભારતમાં”દ્રોપદી” જે માત્ર અર્જુનનેજ ચાહતી હતી અને પરણી હતી તેને પાંચ,પાંચ પુરુષો સાથે વહેચીને રહેવાનું. શું સ્ત્રી કોઈ વસ્તું છે કે જે વહેંચીને, સ્ત્રીની ઈચ્છા હોય કે ના હોય તોયે પાંચ પ્રુરુષો વચ્ચે રહેવું પડે! આવું જ કઈં બાઈબલ,અને કુરાનમાં બન્યું છે કે જે સ્ત્રી ચાર દિવાલો વચ્ચે રહી, કુટુંબની સમાજની બાળકોનીજ સંભાળ રાખવાની.ધર્મ એટલે સુકાર્યો, ધર્મ એટલે સુકર્મો અને સાચી માનવતા.પુરુષોએજ ધર્મને નામે સ્ત્રી પર ઘણાં પ્રતિબંધો મૂકી ઘણોજ અન્યાય કર્યો છે.સ્ત્રીને જાણે રમવાનું રમકડું બનાવી દીધું છે,આનંદ માટે એ સાધન બનાવી દીધી છે. જાણે સ્ત્રી કામ બસ બાળકોનો જન્મ આપવાનો, ઉછેરવાના અને પુરુષોને ખુશ કરવાના!
જમાનો બદલાયો છે, સ્ત્રીના મૂલ્યો બદલાયા છે, સ્ત્રીના ધર્મમાં પરિવર્તન જોવા મળે છે. યુરોપિયન દેશોમાં સ્ત્રી વર્ગે ઘણીજ સારી એવી પ્રગતી કરી છે પણ અમેરિકા કે જે વિશ્વમાં પ્રગતીનો ઘંટ વગાડે છે ત્યાં હજું સુધી સ્ત્રી પ્રમૂખ બની નથી શકી એ સ્ત્રી માટે ગંભીર વાત છે. સ્ત્રી પમૂખ કેમ નહી? એનો જવાબ તો સમયજ આપી શકે! ઘણાં દેશોમાં સ્ત્રીઓ પ્રમૂખ બની વિશ્વમાં નામના કમાઈ છે એ ગૌરવની વાત છે.બીજી બાજું આજ પણ સ્ત્રી પર થતાં જુલ્મ, ત્રાસ અને ગુલામીભરી અવસ્થામાં જીવી રહી છે એ એક આપણાં માટે શરમજનક વાત છે. સ્ત્રી અને પુરુષોમાં તફાવત શું છે? સ્ત્રીનેજ બધું સહન શામાટે કરવું પડે? સ્ત્રીની શારીરિક નબળાઈનો પુરુષો લાભ લે છે. આપણાં સમાજમાં સ્ત્રીને એક શક્તિ તરિકે માની છે.ધાર્મિક રીતે..”અંબા, દૂર્ગા ” માની પૂજા કરીએ છીએ અને ઘેર પોતાનીજ પત્નિ પર ઝુલ્મ આદરતા પુરુષો જોવા મળે છે!
* સ્ત્રી પુરુષના સંબંધો વિશે એક અમેરિકન લેખક જેમ્સ થર્બરનું પુસ્ત: “લાસ્ટ ફલાવર” અને” ધ વ્હાઈટ ડિયર”ના સામાજીજ તારણો જોઈએ.
ત્રાસી ગયેલો પતિ કે પત્નિ છૂટાછેડા લે તેનાથી ક્ષણિક સ્વતંત્રતાનો અનૂભવ થાયછે અને પછી એના વિકલ્પો બહુંજ મોઘા પડે છે.લગ્નમાં ઘણી પીડાઓ હોય છે પણ એકલા રહેવામાં કોઈ મજા નથી. લગ્ન વિખવાદ માટે સામા પાત્રને નહીં પણ પોતાને જ જવાબદાર ગણવું જોઈએ.પતિ-પત્નિ વચ્ચે જે કંકાસ થાય છે તે કોઈ ઘટના કરતાં નાહક અર્થહીન સંવાદ(ડાયલોગ)ને કારણેજ થાય છે અને એક સામાજીક અગ્નિ પ્રજલિત થાય છે’
માનવજાતના ઈતિહાસમાં બહું બિહામણું પાત્ર હોય તો તે પુરુષ છે. મને લાગે છે લે પુરુષ આ સંસાર કે જગત ચલાવવામાં નિષ્ફળ ગયો છે. સ્ત્રીઓએ સમાજ અને સંસારને ચલાવવાનો દોર હાથમાં લઈ લેવો જોઈએ.પુરુષ તો સ્વપ્નલ દુનિયા પેદા કરીને સતત વિજય મેળવવાના તોરમાં હોય છે ત્યારે સ્ત્રીને શાંતીથી તેના કુટુંબને ઉછેરીને તેના જીવનબાગને હરિયાળો બનાવનાની તમન્ના હોય છે.સ્ત્રીને પુરુષના પૉલિટ્ક્સ તરફ તિરસ્કાર હોય છે. હું તો ઈચ્છુ છું કે આ સમાજ ” સ્ત્રીપ્રાધાન્ય હોય”
કોઈ એ જેમ્સ થર્બરને પૂછ્યું: તમે સ્ત્રીને આટલી ઊંચે ચડાવો છો તો સતત તમારી નવલકથામાં સ્ત્રીજાતને કેમ ટોણા માર્યા કરો છો? તેને કોઈ વખત વાર્તાના હીરો દ્વારા ધિક્કારો છો?..એનો જવાબ જેમ્સે બહુંજ સુંદર આપ્યો:”સાચું છે. પણ જમાનાઓથી સ્ત્રી ગુલામ રહી છે, તેને સતત ટોણાં મારીશ તો જ જાતે જાગશે. તે બળ એકઠું કરશે. તેના અહમને હું ઠેસ પહોંચાડીશને તેને ઉન્નમત કરવા માગું છું.”
આ એક સ્વપ્ન નથી સત્ય છે.સત્યને પ્રકાશમા આવતા વર્ષો નિકળી જાય પણ એ જ્યારે ખુલે છે ત્યારે મેઘધનુષ્ય માફક ખીલેછે.સ્ત્રીમાં છુપાયેલી શક્તિ ગ્રંથો પુરતીજ ના રહે બહાર આવે.વાસ્તવિકતામાં પરિણમે. લાખો, હજારો વર્ષોથી..”પુરુષપ્રાધાન્ય” બનેલુ વિશ્વ બદલાય ! એક નવું પ્રભાત ખીલે, એક નવાયુગનો પ્રારંભ થાય અને સારું એ વિશ્વ…”સ્ત્રીપ્રાધાન્ય” બને. હા ખાત્રી છે, વિશ્વાસ છે એ જરૂર બનશે.સ્ત્રી પ્રાધાન્ય બનશે. જરૂર યુદ્ધના ધોરણો બદલાશે, હિંસા હટશે, સ્ત્રી શાંતીનું પ્રતિક છે, શાંતીનું સામરાજ્યનો ઉદભવશે. એક નવાયુગનું નિર્માણ થશે.આકાશમાં ઉડતા હશે માત્ર શાંતીના દૂતો..માત્ર શાંતીના વિહંગો..
આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા..( સ્ત્રી વાંચકનો શું પ્રતિભાવ છે????)
*નોંધ:”ચેતનાની પળે:માંથી
-કાન્તિભટ્ટ્
એક અનોખી પ્રિત…
ઉમેશ અને હું બન્ને નાનપણના ગોઠીયા. એ સીધો-સાદો અને નમ્ર સ્વાભાવનો, ભણવામાં હોંશિયાર પણ ગરીબાઈ એમના ઘરમાંથી ખસવાનું નામ ન લે.ઘણી મુશ્કેલીઓનો સામનો કરી ઉમેશ એમ.બી.એ થયો અને પણ ગોલ્ડ-મેડલ સાથે. તેથીજ તો મેં અહીં અમેરિકામાં ઉછરેલી રીનાને ઉમેશનું recommendation(ભલામણ) કર્યું. અને એ પણ કહ્યું: “ઉમેશ ભીનેવાન છે,અને ઉંચાઈમાત્ર ૫’-૧”જ છે.હોશિયાર છે પણ ખાસ દેખાવડો નથી.અહીં ઉછરેલી છતાં રીના બહુંજ સમજું અને શાંત છોકરી.તેણી એ ભારત જઈ ઉમેશ સાથે લગ્ન કર્યા અને ઉમેશને અહીં અમેરિકા આવવા મળ્યું.સારી જોબ મળી અને બન્ને ઘણાં આર્થિક અને માનસિક રીતે સુખી હતાં. ઉમેશ અવાર નવાર પોતાના ફેમીલાને આર્થિક સહાય કરતો તેમાં રીના કદી પણ માથું મારતી નહી. ઉલટાનું ઉમેશને કહેતી: “ઉમેશ, અમદાવાદમાં એક બંગલો લઈ લે જેથી બા-બાપૂજી આરામથી રહી શકે. તેમજ પોસ્ટ-ઑફીસમાં પાંચ લાખ મુકી દઈએ તો એમને મહિને વ્યાજ મળે તેમાંથી એમનું ગુજરાન પણ ચાલે.” ઉમેશના માતા-પિતાને પણ રીના માટે ઘણુંજ માન હતું અને રીનાને પોતાની દિકરાની વહું નહીં પણ દીકરી માનતા.
‘ઉમેશ,આ સીટબેલ્ટ મને ફાવતો નથી,બેચેની લાગે છે.’ ઉમેશ અને રીના એક મિત્રની પચ્ચીસમી મેરેજ એનિવર્સરીમાં જઈ રહ્યા હતાં અને રીના પ્રેગનન્ટ હતી, છઠ્ઠો મહિનો ચાલતો હતો. “હની, હું સમજી શકું છું , તને તો ખબર છે કે જો સીટબેલ્ટ નહી બાંધે તો પૉલીસ ટીકીટ આપશે.અને જોખમ પણ ખરુંજ તો. “ઑકે. હની, બે મિનિટ પછી પાછો બાંધી દઈશ.”.. એ બે મિનિટ એમની કાળઝાળ નીકળી. એક ડ્ર્ન્ક ડ્રાયવરે one way માં wrong entry લીધી અને ઉમેશની કાર સાથે Head on collusion(સામ-સામા)! રીના કાર માંથી બહાર ફેંકાઈ બીજા આવતી કાર સાથે બે થી ત્રણ વખત અથડાઈ..She died on the scene(ઘટના સ્થળેજ મૃત્યું પામી)..ઉમેશની એર-બેગ ફાટી અને સીટ-બેલ્ટ પહેરેલો હતો અને તાત્કાલિક સારવાર મળતા Minor injury (નાના ઘા )સાથે બચી ગયો. પત્નિ ગુમાવી અને આ જગતમાં અવતરનાર બાળક પણ ગુમાવ્યું. આ કારમો ઘા એટલો ઊંડો હતો કે ઉમેશ મહિના સુધી જોબ પર ના જઈ શક્યો તેમજ મહિનાઓ સુધી..psychiatric treatment(માનસિક સારવાર) લેવી પડી. એકલો અનાથ જેવો! હું ઘણીવાર ઉમેશને કંપની આપતો, વીક-એન્ડમાં મારે ઘેરે બોલાવતો. સમય વિતતો ગયો પણ ઘા રુઝાતો નહોતો! એનો શું ઉપાય? ‘ઉમેશ, જે બની ગયું છે તેમાં તું કશું કરી શકે તેમ નથી..મારી તને એકજ સલાહ છે, બસ તું બીજા લગ્ન કરી લે.”… ‘દોસ્ત તું મને બીજા લગ્ન કરવાનું કહે છે, જે દેવીએ મારા જેવા ગરીબ કુટુંબની વ્યક્તિ સાથે લગ્ન કરી મારી જિંદગી બનાવી, મને અમેરિકા બોલાવ્યો અને મારા મા-બાપને પ્રેમ, લાગણી અને એમની દીકરી બની આટલી બધી સહાય કરી, એ દેવીને હું કેમ વિસરી જઈ બીજા લગ્ન કરૂ? એતો મારા માટે લાછંન છે, ધિક્કાર છે.’.. ‘ઉમેશ, બીજ લગ્ન કરવાથી સ્વ.રીનાભાભી પરનો પ્રેમ ઓછો નથી થઈ જવાનો..રીનાભાભી તને સુખી જોવા માંગતા હતાં અને અત્યારે જો તું કેટલો ભાંગી પડ્યો છે, ગાંડા જેવો થઈ ગયો છે. તારે એમના આત્માને શાંતી આપવી હોય તો તું બીજ લગ્ન કરી સુખી થા..જેથી તને એ ખુશ જોઈ શકે..માંડ માંડ એ સમજ્યો તો ખરો.
હું, ઉમેશ સાથે ભારત ગયો..ઘણી સારી સારી અને સારૂ ભણેલી છોકારીઓ એમની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ.પણ ઉમેશેતો એક હાથે અપંગ એવી ગરીબ છોકરી જે એનાથી દસ વરસ નાની હતી. કોઈ એમની સાથે લગ્ન કરવા તૈયાર નહોતું , એવી છોકરી સાથે લગ્ન કર્યા. તેનું કારણ મને સમજાયું કે એ પોતે ગરીબાઈ માંથી ઊંચો આવ્યો હતો અને ગરીબો પ્રત્યે એમને અનહદ પ્રેમ હતો. એમની નવી પત્નિ નંદા અમેરિકા આવી. જમણો હાથ કામ નહોતો કરતો એથી રસોઈ , ડીશીસ અને ઘરનું મોટાભાગનું કામ પણ ઉમેશ કરતો. નંદાને સાંજે handicap Schoolમાં કમ્પુટર કલાસ કરાવ્યા, એકાદ વરસમાં કાર પણ શીખી ગઈ. ‘ઉમેશ, મારે જોબ કરવી છે….પણ નંદા તારે જોબ કરવાની શી જરૂર છે મારો પગાર એટલો સારો છે કે તારે જોબ કરવાની જરૂરત મને લાગતી નથી’.. ‘ હા. પણ મને હેન્ડી-કેપ સ્કુલમાંથી જોબની ઑફર આવી છે અને હું ગાડી પણ ચલાવી શકું છું..તમને શું વાંધો છે? .. ઉમેશે આગળ દલીલ ના કરી. નંદાએ જોબ શરૂ કરી દીધી ઉમેશ સીટીઝન હતો એથી ત્રણ વરસબાદ નંદા પણ અમેરિકન સિટિઝન થઈ ગઈ.
નંદા એકાએક ઉમેશને કઈ પણ કીધા વગર છોડી જતી રહી.ઉમેશ તપાસ કરી ત્યારે ખબર પડી કે નંદાથી પાંચ વરસ નાનો એક ગુજરાતી છોકરા સાથે એ ભાગી ગઈ હતી. મેં ઉમેશને કીધું” જોયું..દયા..ડાકણને ખાઈ? તારી લાગણી અને ભલમનશાઈનો આ ફાયદો! તે નંદા માટે શું નથી કર્યું ?’.. ‘દોસ્ત, જે મારા ભાગ્યમાં લખ્યું હશે એજ બનવાનું છે અને બનશે! કોને ખબર કે મારી સ્વર્ગસ્થ પત્નિ રીનાને મારા બીજા લગ્ન મંજુર ના પણ હોય! મને કોઈ અફસોસ નથી.. બસ નંદા જ્યાં પણ રહે ખુશ રહે!
એકાદ વરસ બાદ ઉમેશ પર અચાનક ફોન આવ્યો: “હલ્લો! કોણ?” ..સામેથી રડતા રડતા અવાજે નંદા બોલી:’ ઉમેશ મને માફ કરી દે!મેં મોટી ભુલ કરી છે. I am pregnant and he left me..I do not know where is he?( હું મા બનવાની છું અને મને એ છોડી જતો રહ્યો છે ..મને ખબર પણ નથી કે એ ક્યાં છે?)’ .. ઉમેશે શાંત ચિંત્તે પુછ્યું: “Where are you Nanda ?”(નંદા અત્યારે તું ક્યાં છે?)… I am in Boston…please help me!(” હું બોસ્ટ્નમાં છું,મહેરબાની કરી મને મદદ કરો”) હું ત્યાંજ હતો. મેં કહ્યું ઉમેશ હવે ફરી મુર્ખામી કરતો નહી.. એમણે કરેલી ભુલ એમને જ ભોગવવાદે!..ઉમેશે ટુંકમાં જવાબ દીધો: ‘We are human and human does make a mistake..”( “આપણે માનવ છીએ..માનવી ભુલ કરી બેઠે”)…
આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા
પિતાની યાદ કરતો નાનકડો લેખ…
અમેરિકાની લેખિકા હૉલેટે પોતાના એકાંતમાં પિતાની યાદ કરતો નાનકડો લેખ:
” મારા ડેડીને હું યાદકરું છું..હું ગમે તેટલી વહેલી ઊઠી જાઉં, પણ ડેડી તો મારા કરતાં વહેલા ઊઠી જ ગયા હોય છે.અને પછી હંમેશા તેમના ચહેરા ઉપર સવારનું સ્મિત હોય છે.તેમણે ટ્રાન્ઝિટરમાં મુકેલું સંગીત સંભળાતું હોય છે.દાઢી બનાવતી વખતે તેમનો આ નિયમ છે.એક ખરબચડા જૂના સ્ટૂલ ઉપર બેસીને તે દાઢી કરતા હોય છે. તેમનો રોજિંદો ભરચક કાર્યક્રમ શરૂ થાય તે પહેલા અમે બન્ને ટુચકા કહીને એકબીજાને હસાવીએ છીએ.હું તેમનું સાબુનાં ફીણવાળું મોઢું જોઈ એને હસું છું. તેમના શેવિંગ ક્રીમની સુગંધ મને ગમે છે. ડેડી ટાલ્ક પાઉડર વાપરે છે. ઓલ્ડ સ્પાઈસનું શેવલોશન વાપરે છે. આ શેવલોશનની સુગંધ સાથે તેમના જીવનના રમૂજી ટુચકાની સુગંધ ભળે છે.તેઓ મને તેમના જીવનના રસિક પ્રસંગો કહી સંભળાવે છે.ડેડીની આજુબાજુ તમે હો તો હાસ્ય વગર રહી જ ન શકો…અને બીજીવાત. મારા ડેડી કેટલી વ્યવસ્થિત રીતે દાઢી કરે છે તે જોવા જેવું હોય છે.શરૂમાં તે ટુવાલના ટુકડાને ગરમ પાણીમાં બોળીને વ્યવસ્થિત રીતે દાઢીના વાળને કૂણા કરે, તે પછી એકદમ સુઘડ ઢબે એ કપડાને અમૂક જગ્યાએ મૂકે. દાઢી કરે તે જોવાની મજા પડે. પછી આખા વૉશબેસિનને સરસ રીતે સાફ કરે. તેમની સુઘડતા જાણે દાખલારૂપ બની જાય.જ્યારે ડેડી તેમની મૂછને વ્યવસ્થિત કરતા હોય ત્યારે મનોરંજન સાથે મને કંઈક શિખવતા પણ હોય છે. મારા ડેડીથી હુ હંમેશ પ્રભાવિત રહું છું. હું પણ તેમને મારા ગમા-અણગમાની વાત કરૂ છું. મને મેરીલીને બદલે મેડી કહે છે. ડેડી સાથેનો પ્રાસ મેળવવા….
…અને આજ મારા ડેડી નથી. પણ તેમનો પ્રેમ ગયો નથી. તેમના પ્રેમને એક કપડાની માફક ચારેકોર વીટાળું છું અને દરેક સવારે જ્યારે બેસિનની કબાટડી ઉપરના ઓલ્ડ સ્પાઈસની સુગંધ આવે છે ત્યારે મારા એકાંતમાં મારા ડેડી સાથે હું પાછી તન્મય થઈ જાઉં છું”
સૌજન્ય:ચેતનાની પળે-કાન્તિ ભટ્ટ
સંકલન: વિશ્વદીપ
ફોટો બોલે છે સ્પર્ધા ક્રમાંક-૩
|
“આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે.”
એકજ જવાબ દે મારો એકજ સવાલ છે,
આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે.
વર્તમાનમાંથી નીકળી ભાવિ તરફ જવું ,
બાકી કશી જીવનની ગતિ છે ન ચાલ છે.
આ આજના ભરોસે મને માન આપના,
કોને ખબર કે શું મારી આગામી કાલ છે.
પુરા કરો વચન જે દીધા આજકાલના,
મારી ય જિંદગાની હવે આજકાલ છે.
બસ એક નજર સચેત-તો વૈભવ બધા મળે,
બસ એક નજર ચૂકો તો બધું પાયમાલ છે.
એવા કોઈ વિરાટની સંગત મળે તો વાહ,
જે પોતે દીન હોવા છતાં પણ દયાલ છે.
-મરીઝ
**************************
“કાળને મારી ચિઠ્ઠી મળતી નથી,
કેવો અંધાર છે જામ્યો છે અહીં.
જાવું છે પેલેપાર, થાક્યો છું,
કેમ કોઈ લેવા મને આવતું નથી?”
-DEEP
“આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું”
મોજ મસ્તી તાજગી મારા વિના ક્યારે હતી,
આવી ઝાકમઝોળ આ તારી સભા ક્યારે હતી.
પોત પોતાના જ માટે સૌ કરે છે પ્રાર્થના,
કોઈના માટે કદી કોઈ દુવા ક્યારે હતી.
હું ય ક્યાં ફૂલોની માફક કોઈ દિ’ ખીલી શક્યો,
તું ય જો ખૂશબૂની માફક બેવફા ક્યારે હતી.
એણે શ્વાસમાં જ વાવાઝોડું સંતાડ્યું હશે,
હા, નહિતર આવી ભારેખમ હવા ક્યારે હતી.
સંત અથવા માફિયા માટેના છે જલસા બધા,
આપણા માટે તો આવી સરભરા ક્યારે હતી.
આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું,
કોઈ પણ કાનૂનમાં આવી સજા ક્યારે હતી.
રમતાં રમતાં મેં ગુજારી છે ખલીલ આ જિન્દગી,
મારી કોરી આંખમાં ભીની વ્યથા કયારે હતી.
-ખલીલ ધનતેજવી
અવળવાણી..મૃગજળને ચાખી જોયું તો મધ કરતાં પણ મીઠું!
કોયલ મૂંગી આંબો ટહુકે અચરજ એવું દીઠું,
મૃગજળને ચાખી જોયું તો મધ કરતાં પણ મીઠું!
ખાબોચિયું દરિયો થૈ ઘૂઘવે, દરિયો થૈ જાય રેતી,
મધરાતે જળ જંપે ત્યારે વાવ હોકારા દેતી!
સૂરજ વરસે શીળી ચાંદની, ચાંદો અગનઝાળ,
‘સીતા-રામ’ની રટણા મૂકી પોપટ બોલે ગાળ!
ફૂલ આકરું ડંખી જાય ને કાંટા મલમ લગાવે,
કાગ રૂપાળા પીછાં ખોસી નિજને મોર કહાવે!
નાનું અમથું ચાંદરણું ખાય સૂરજ સામે ખોંખરા,
શિયાળવું પણ સિંહની સામે કરતું હવે લવારાં!
‘સમય સમય બલવાન નહિ પુરુષ બલવાન’!
હમણાં સુધી હતું સાંભળ્યું અમે અમારે કાન!
-લાલજી કાનપરિયા
સંવત્સરી મહા પર્વ-મિચ્છામી દુક્ક્ડમ..
સૌ જૈનમિત્રોને ફૂલવાડી તરફથી..મિચ્છામી દુક્ક્ડમ..
“ક્ષમા” આપવી માનવજાત માટે શ્રેષ્ઠ ગુણ ગણવામાં આવે છે..
ક્ષમાના મહા પર્વ સમાન અને દરેક જીવોને મૈત્રી ભાવના હિંડોળે ઝૂલાવતું પર્વ એટલે સંવત્સરી મહા પર્વ. મન, વચન અને કાયાથી વિચાર, વાણી કે, વર્તન બદલ કોઈને કોઈ પ્રકારે દુઃખ લાગ્યું હોય તો પરસ્પર ક્ષમા ચાહવાનો અવસર આ પર્વ પૂરો પાડે છે. આજે (રવિવારે) દેરાવાસી જૈનો જ્યારે સોમવારે સ્થાનકવાસી જૈનો આ સવંત્સરી પર્વ ઉજવશે. દેરાસરો-ઉપાશ્રયોમાં સવંત્સરી પ્રતિક્રમણ કરવામાં આવશે. પ્રતિક્રમણ બાદ જૈનો પરસ્પર મિચ્છામિ દુક્કડમ કહી એકમેકની ક્ષમા ચાહશે.
શક્ય છે.
હું અને તું આપણે બે હોઈ તો શક્ય છે,
એકબીજાની નજરમાં જોઈએ તો શક્ય છે.
એ રીતે દશ્યો સમૂળાં ધોઈએ તો શકય છે,
એકબીજાના નયનથી રોઈ તો શક્ય છે.
દેહથી સૌને ભલે અહીંયા જ દેખાતાં છતાં,
એક બીજા વિશ્વમાં પણ હોઈ એ તો શક્ય છે.
બે દિશાઓ બંધ થઈને ક્યાંય ત્રીજી ઊઘડે,
એકબીજામાં સ્વયંને ખોઈ એ તો શક્ય છે.
દ્વૈત’ને અદ્વૈત પડદો પછીથી ન રહે,
એકબીજાને હ્ર્દયમાં પ્રોઈ એ તો શક્ય છે.
ડૉ.નીરજ મહેતા