"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બહેની મારી મારે આંગણે રાખી લઈ આવી,

 

બહેની મારી મારે આંગણે  રાખી લઈ   આવી,
સાથ  સાથ ફૂલ-કંકુ ,   શણગાર સજી   આવી.

પવિત્ર સંબંધનો કેવો    છે  સુંદર આ દિવસ !
નિસ્વાર્થ ભાવનાનો  દીપ પ્રકટાવતી આવી.

લાગણીને ભરપૂર  ભંડાર ભરે  ભાઈ  માટે,
અનોખાબંધંનની અમર રાખડી લઈ આવી.

આ કાચો કોઈ દોર   નથી કે  ટુટી જશે કઈ!
યુગોથી    વહેતી ગંગાની એક   ધારા લાવી.

જગતમાં   નહી  મળે     ભાઈ-બેનની જોડી,
કેવી ઘેલી બની છે આજ ભાઈ-ઘેર આવી.

બહેન મારી   હૈયાના હાર ગુંથી લાવી આજ,
અવિરત પ્રેમની   બે’ની  આશ   લઈ આવી.

ઓગસ્ટ 22, 2010 Posted by | સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

   

%d bloggers like this: