"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

 

હોટેલ-મોટેલના માલિક  ગુજરાતી, ગુજલીશમાં સૌને આવકારતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

નાનું    હોય    કે     મોટું     ગામ ત્યાં જોવા  મળે ધંધો કરતા ગુજરાતી,
ભાઈઅમે અમેરિકન ગુજરાતી.

પરસેવો      પાડતા ગુજરાતી,   દેશમાં ભાઈ-ભાડુંને  મદદ કરતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

કરકસરમાં નંબર One ,Triple couponsમાં ફૂડ buy કરતા  ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

હોય      જ્યાં એક      ગુજરાતી, ત્યાં પછી આખુ ગામ વસે એ  ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

“Sale”ના છાપા જોતા  ગુજરાતી, આવક ઓછી તોય જલસા કરતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

અથાણા, આંબલી    સાથે દાતણની    જુડી ,     દેશથી લાવતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

અમેરિકન મિત્ર આવે ઘેર,એને પણ ખીચડી-કઢીનો આસ્વાદ કરાવતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

દિવાળીમાં દિવો ને ક્રીસ્મસમાં કેન્ડલ,સર્વધર્મેના પર્વે અહી ઉજવતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

ટોરટીયા ને દાળ,શાક સાથે ગાર્લિકબ્રેડ, બ્રેડ પર અથાણાના ચટકા કરતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

અમો ખંતીલા ગુજરાતી, જેવો દેશ એવો વેશ પે’રી સૌની સાથે ભળતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

Advertisements

ઓગસ્ટ 19, 2010 - Posted by | સ્વરચિત રચના

14 ટિપ્પણીઓ »

  1. bahoo saras kavita ….mane gami

    ટિપ્પણી by Pradyumna Kshatriya | ઓગસ્ટ 20, 2010

  2. bhoo sari lakheli che a pangti & ame vakhan kiriye chiye to ame pan indian gujrati

    ટિપ્પણી by kevat dodiya | ઓગસ્ટ 20, 2010

  3. what a clear expression
    very good

    ટિપ્પણી by Ketki Parikh | ઓગસ્ટ 20, 2010

  4. શ્રી વિશ્વદીપભાઇ,
    ભાઈ અમે અમેરિકન ગુજરાતી,
    જેવો દેશ એવો વેશ પે’રી સૌની સાથે ભળતા ગુજરાતી.
    ખુબ સુંદર રીતે ગુજરાતીઓની વાત રજુ કરી છે.
    અભિનદન સુંદર ગીત માટે

    ટિપ્પણી by પરાર્થે સમર્પણ | ઓગસ્ટ 20, 2010

  5. ગુજરાતી તારી જડે ન જગમા જોડ

    પ્રભુ શેનો તે ઘડ્યો તેનો પાડ ફોડ
    good job
    visit
    http://www.pravinash.wordpress.com

    ટિપ્પણી by pravina | ઓગસ્ટ 20, 2010

  6. VERY WELL SAID ITS REAL FOR ALL GUJARATIS.

    ટિપ્પણી by BGUJJU | ઓગસ્ટ 20, 2010

  7. અમેરિકન ગુજરાતીઓનુ તો તમે આબાદ ચિત્રણ કર્યુ છે. બહુ લાંબો સમય તો નથી થયો પણ અહીં વસતા સિનીયર ગુજરાતીઓને જોયા છે તમે એમને એક્દમ બાખૂબી વર્ણવ્યા છે,

    ટિપ્પણી by Rajul | ઓગસ્ટ 20, 2010

  8. Thank you for your valuable comments.

    ટિપ્પણી by વિશ્વદીપ બારડ | ઓગસ્ટ 20, 2010

  9. વાહ
    અને અમે ગુજરાતી ગુજરાતી
    લતા હિરાણી

    ટિપ્પણી by readsetu | ઓગસ્ટ 21, 2010

  10. સરસ કવિતા છે. આ વિષય પર મેં પણ એક ગઝલ લખી છે. નીચે લિન્ક આપી છે.

    http://jagadishchristian.wordpress.com/2010/07/15/

    ટિપ્પણી by Jagadish Christian | ઓગસ્ટ 21, 2010

  11. proud to be Gujarati. Nice exposure our true qualities.

    ટિપ્પણી by vasant parikh | ઓગસ્ટ 27, 2010

  12. સરસ કવિતા છે.અમેરિકન ગુજરાતીઓનુ આબાદ ચિત્રણ .
    Enjoyed.
    Ramesh Patel(Aakashdeep)

    ટિપ્પણી by Ramesh Patel | ઓગસ્ટ 28, 2010

  13. that’s really a perfect description of reality….. very well said….

    વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો ……
    http://piyuninopamrat.wordpress.com/2010/09/10/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E2%80%A6-%E0%AA%9C%E0%AA%B0/

    ટિપ્પણી by Piyuni no pamrat ( પિયુની નો પમરાટ ) | સપ્ટેમ્બર 10, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s