"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

 

હોટેલ-મોટેલના માલિક  ગુજરાતી, ગુજલીશમાં સૌને આવકારતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

નાનું    હોય    કે     મોટું     ગામ ત્યાં જોવા  મળે ધંધો કરતા ગુજરાતી,
ભાઈઅમે અમેરિકન ગુજરાતી.

પરસેવો      પાડતા ગુજરાતી,   દેશમાં ભાઈ-ભાડુંને  મદદ કરતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

કરકસરમાં નંબર One ,Triple couponsમાં ફૂડ buy કરતા  ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

હોય      જ્યાં એક      ગુજરાતી, ત્યાં પછી આખુ ગામ વસે એ  ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

“Sale”ના છાપા જોતા  ગુજરાતી, આવક ઓછી તોય જલસા કરતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

અથાણા, આંબલી    સાથે દાતણની    જુડી ,     દેશથી લાવતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

અમેરિકન મિત્ર આવે ઘેર,એને પણ ખીચડી-કઢીનો આસ્વાદ કરાવતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

દિવાળીમાં દિવો ને ક્રીસ્મસમાં કેન્ડલ,સર્વધર્મેના પર્વે અહી ઉજવતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

ટોરટીયા ને દાળ,શાક સાથે ગાર્લિકબ્રેડ, બ્રેડ પર અથાણાના ચટકા કરતાં ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

અમો ખંતીલા ગુજરાતી, જેવો દેશ એવો વેશ પે’રી સૌની સાથે ભળતા ગુજરાતી,
ભાઈ અમે અમેરિકન ગુજરાતી.

ઓગસ્ટ 19, 2010 Posted by | સ્વરચિત રચના | 14 ટિપ્પણીઓ

ઝરણાની ઈચ્છા!

 

ક્યાં  જઈશ  હું ?
નથી  સરિતા સરીખો   વેગ,
કે પટ કે તટ મારો.
પક્ષીગણ છબછબીયા કરે,
એટલું  નીર!
સાગરને તો હું ક્યારે  મળું?
ભેખડના ઉંડાણમા વિલીન થવ!!
પહેલાં…
બસ એક તરસ્યા મુસાફર ને મળું…

 

ઓગસ્ટ 19, 2010 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: