"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રીતિમાં એવી રીતે

 

પ્રીતિમાં  એવી  રીતે ડુ બાવી  ગયાં   તમે,
માયા ને   મોહમાંથી તરાવી    ગયાં  તમે.

એની અસરથી  આખું જગત ઝળહળે તો છે,
ઉરમાં  ભલેને   આગ લગાવી  ગયાં  તમે.

જો કે અરસપરસ  હતી દિલની જ  આપલે,
હું   ખોટમાં  રહ્યો અને  ફાવી  ગયાં   તમે.

ડાહ્યા જનોને  મારી   અદેખાઈ    થાય છે,
કઈ જાતનો   દીવાનો બનાવી  ગયાં તમે.

બેફામે  તમને જીવતાં દીધા હતાં  જે ફૂલ,
એની  કબર ઉપર એ ચઢાવી ગયાં  તમે?  

-બરકત વીરાણી ‘બેફામ’

ઓગસ્ટ 11, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: