ગાંધીવાદી શ્રી અતુલભાઈની ભાવભીની વિદાય..
(હ્યુસ્ટન ગાંધી લાયબ્રેરીની સેવા કમિટિ સાથે શ્રી અતુલભાઈ અને એમના પત્નિ રીટાબેન કોઠારી.)
********************************************************************************
હ્યુસ્ટન ,ટેક્ષાસમાં સ્થાયી થયેલ શ્રી અતુલભાઈ કોઠારી ૩૬ વર્ષ અમેરિકા રહ્યા બાદ અને ગાંધીજીના રાહપર ચાલી હ્યુસ્ટનમાં ગાંધી લાયબ્રેરીની સ્થપના કરી, દર વર્ષે ગાંધી જયંતીની શાનદાર ઉજવણી હ્યુસ્ટન આંગણે કરી, જેમાં ગાંધીજીના આદર્શો, અહિંસા, શાંતી ની પ્રવૃતિમાં બાળક માટે ફીલ્ડ ટ્રીપ, નિબંધ સ્પર્ધા, તેમજ ગાંધી જયંતી દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગાંધીકુચ વિગેરે કાર્યકમનું સુંદર આયોજન કરી અમેરિકન પ્રજા, તેમજ ઉગતી નવી પેઢીને અહિંસા. સત્યનો સંદેશ પહોંચાડી, ગાંધીજીના એક સ્વપ્નને શાકાર કરવા બિડું હાથમા જાલી એક સુંદર કાર્ય અતુલભાઈ કોઠારીએ કર્યું છે. હ્યુસ્ટનની પ્રજાનો એમને પુરોપુરો સહકાર સાંપડ્યો છે.મેયર બીલ વ્હાઈટ, કોન્ગ્રેશ લેડી મીસ શીલા જેકશન અને કૉન્સુલ જનરજ ઓફ ઈન્ડીયા સૌએ તન ,મનથી એમના કાર્યને વધાવી લઈ એમને કાર્યને ઘણુંજ પ્રોત્સાહન આપેલ છે.
૩૬ વરસથી અહીં અમેરિકા રહેતા શ્રી અતુલભાઈ પોતાની સી.પી.એ પ્રાઈવેટ કંપની હતી. વતનની યાદ આવી. વતન પ્રેમી એવા અતુલભાઈને મેં પુછ્યું” અતુલભાઈ ભારત પાછા જવાનું આપનું પ્રયોજન શું છે?” એમણે ઘણોજ સુંદર જવાબ આપ્યો:”વતનનું ઋણ છે જે ચુકવવાનું બાકી છે” બસ એજ ઋણ ચુકવવા પોતાનો સમગ્ર બિઝનેસ આટોપી લીધો. જે વ્યક્તિએ મોટાભાગની જિંદગી અહી વિતાવી છે ત્યારે આવો નિર્ણય લેવો એ સહેલી વાત તો નથીજ. પણ જે દેશપ્રેમી છે તે જિંદગીમાં મૂલ્યવાન વસ્તું જતી કરવામા એકપળની રાહ જોતા નથી.હ્ર્દય પૂર્વક ગાંધીજીની અસર તળે જે પણ વ્યક્તિ આવે તેમાં ત્યાગની ભાવના પહેલા આવે છે! યાદ આવી જાય છે:
વેશ, વાણી , વર્તને હસતી હતી જે સાદગી,
રમતી રહી છે આજ પણ ક્યાંક સંતો સંગે સી!
ઉપરોકત પંક્તિ ઓ ના દર્શન મને એમનામાં જોવા મળ્યા.ધન્ય છે! દેશની દાઝ,ગાંધીની યાદ! અતુલભાઈ, આપના હ્ર્દયમાં કંડારી છે. અહીં હ્યુસ્ટનનું ગાંધીવાદનું સુકાન ડૉ.મનીશ વાણી અને એમની સયુકત કમિટિ સંભાળશે અને એમણે પ્રગટાવેલી જ્યોત હ્યુસ્ટનમાં, અમેરિકામાં સદા જલતી રહેશે એની મને ખાત્રી છે. ગાંધીજીના માર્ગે ચાલી રહેલ શ્રી અતુલભાઈ ગુજરાતી ભાષાના પણ ચાહક છે.ગુજરાતમાં વિસરાતી જતી આપણી માતૃભાષા ગુજરાતી વિશે ઘણાં ચિંતીત છે. ગુજરાતમાં સ્થાયી થઈ ગુજરાતી ભાષાને પ્રાત્સાહિત કરવા માટે એ પ્રયત્નશીલ બનશે એની મને ખાત્રી છે..ઓગષ્ઠ,૭મી ,૨૦૧૦ના દિવસે, હ્યુસ્ટન આર્ય સમાજના હોલ માં વિદાય સમારોહ યોજવામાં આવેલ જેમાં હ્યુસ્ટનના કૉન્સુલ જનરલ ઓફ ઈન્ડીયાના માનનિય સંજય અરૉરની હાજરીમાં ભાવભીનીં વિદાય આપી.વિશ્વદીપ બારડે એમની ખાત્રી આપતું એક હિન્દી કાવ્ય રજૂ કર્યું: યે વાદા રહા હમારા !
ये वादा रहा हमारा..
ज्योत जलाई ह्युस्टन मे सत्य-अहिसा गाधीबापु के अच्छे आदर्शो की,
ये ज्योत सदा ही जलती रहेगी यहा..ये वादा रहा हमारा.
हम ना जुकेगे कभी,किसीभी हालतमे, साथीओसे हाथ बढाकर
बस चलते ही रहेगे मझीलकी ओर..ये वादा रहा हमारा
आनेवाली नई सुबहको सुनहरी बनाकर बापुकी राह पर ले जायेगे हमसब,
प्यार और शातीका सदेश देगे यहा..ये वादा रहा हमारा.
मुश्काराता हुआ चमन बनाया ह्युस्टनमे, एक अच्छा बागवान बनकर
सब साथ मिलकर जतन करेगे .ये वादा रहा हमारा.
विदेशमे रहकर अपने वतनकी शान बढाई,बापुकी हरपल सबको याद दीलाई,
आपके अच्छे आदर्शको सिनेपर रखेगे..ये वादा रहा हमारा
कभी ना भुल पायेगे आपकी याद जरूर आयेगी ,आप जहाभी रहो हरकामना
सदा सफल हो,हम आपके साथ है..ये वादा रहा हमारा
-विश्वदीप बारड