"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોણ કોને માફ કરે?

                                                       

                                                                                                                                                                   ‘  જો..સાલા તું સાવ ડમ ડમ છો તારા ડેડની માફ….ક! માત્ર ત્રણ    સબ્જેકટમાં જ “એ” આવ્યા બાકી ત્રણ સબ્જેકટમાં “બી”.’   હિનલ  હિતેશને તાડુકીને બોલી. મમ્મી,હું ગમે તેટલી મહેનત કરું પણ તું કદી APPRECIATE(કદર) નથી  કરવાની.’ ‘જો હિતેશ તને કહી  દઉ છું કે મારે તને ડૉકટર બનાવવો છે, ડોકટર થવું હોય તો બધા સબ્જેકટ માં “એ” તો આવવાજ જોઈએ. આ અઠવાડિએ તારું વીકલી ૧૦ ડોલરનું એલાઉન્સ બંધ. પણ મમ્મી મારૂ માઈન્ડ સાયન્સ અને કેમેસ્ટ્રીમાં ચાલતું જ નથી મને એમાં જરીએ પણ રસ નથી  એથીજ તો મારે સાયન્સમાં “એ” નથી આવતો.’ ‘તો હું શું કરૂ?.’  ‘ તો તું શું તારા ડેડની જેમ ઓફીસમાં નોકરી કરી આખી જિંદગી સૌની ગુલામી કરીશ ? વરસના ચાલીસ હજાર ડૉલર મળે એમાં સુખી ના થવાય! તો પછી ભારતમાં શું ખોટા હતા? તને ફરી કહી દઉ છું કે આ ઘરમાં રહેવું હોય તો હું કહું એમજ તારે કરવું પડશે. તારા ડેડીને તો કશી ઘરમાં ગતાગમ પડેતી નથી બસ ઓફીસથી ઘેર આવે એટલે ભલો એમનો ટી.વી અને બુકસ . પે-ચેક હાથમાં આપી દીધો એટલે એ છુટ્ટા.ઘર કેવી રીતે ચલાવું છું , કે  છોકરો બરાબર ભણે છે કે નહી એમાં એને કશી પડી છે? હું તો એમનાંથી કંટાળી ગઈ છું!’  ઘરમાં દીકરો અને એમના પતિ રૂપેશભાઈ આવે એટલે None stop જીભ અને મો ની Train(ગાડી) ચાલુ થઈ જાય! હિનલબેન અમેરિકામાં આવ્યા ૨૦ વરસ થયાં કદી પણ જોબ કરી પતિને સહાય રૂપ નથી બન્યા. પતિ જોબ પર જાય અને દીકરો સ્કૂલે જાય એટલે સવારના પહોરમાં ન્યૂઝ્-પેપરમાં”સેલ” જોવાનું ને પછી કાર લઈ શૉપીગ કરવા નીકળી જવાનું.કોઈવાર જસ્ટ વીન્ડો શૉપીગ તો કોઈવાર નો’જોતી વસ્તું “Clearance sale”માંથી ઉપાડી લાવી ગેરેજ માં મુકી દે. એમના પતિ રૂપેશભાઈ એક શબ્દ ના કહી શકે કે આવો ખોટો ખર્ચ ન કર!

                                                 હિતેશ કોલેજમાં આવ્યો..એક દોસ્તને કહ્યું પણ ખરૂ: ‘યાર, માંડ માંડ મારી મમ્મીની જેલમાંથી છુટો થયો છું. My dad is very quite   and nice  but  my mom..she is just…bee…c…h…( મારા ડેડ તો ધણાં સારા સ્વભાવના અને માયાળું છે પણ મારી મમ્મી..તો  ડાક….ણ..તુરત મિત્ર વચ્ચે બોલ્યો. હું ઘણોજ નસીબવાળો છું , મારા મમ્મી  અને ડેડ બન્ને માયાળું છે.મને એટલો બધો પ્રેમ આપે છેકે  હું પચાસ માઈલ ડ્રાવ કરી  વીક-એન્ડ એમની સાથે પસાર કરું છું….”યાર મને તો ઘેર  જાતાં બીક લાગે છે ..ઘેર જઈશ તો પાછી મમ્મીની રોક ટૉક ચાલું ..બસ મારે ડૉકટર ન થાવું હોય તો મને પરાણે ડોકટરી લાઈનમાં પુશ કર્યા કરે છે.’ મિત્ર બોલ્યો: That is not fair to you, buddy(મિત્ર, એ ખરેખર યોગ્ય ના કહેવાય)મારા ડેડી બસ એકજ વાત કહે ” તને જે લાઈન ગમે તે લે પણ મનમુકી એમાં અભ્યાસ કરજે, કોલેજમાં જઈ બીજા સ્ટુડન્ટની માફક દર વરસે લાઈન બદલી ભવિષ્ય બગાડી પૈસા વેડફીસ નહી. અમારા આ મહેનત ના પૈસા છે એટલું ધ્યાનમાં રાખજે. એટલે જ હિતેશ મે પહેલેથીજ “IT” ફીલ્ડમાંજ ઝંપલાવ્યું છે.’  યાર મારે  આર્કિટેક  એન્જીનયર થવાનો વિચાર છે. મે  મારા ડેડીને કીધું છે પણ મમ્મીને કે’વાની હિમંતે કરી શકતો નથી..મારે કદાચ ખોટું બોલવું પડશે કે મમ્મી મે મેડીકલ લાઈન લીધી છે.’

                                                    સત્યના સૂરજને  ક્યાં લગી વાદળાની અંદર છુપાવી શકાય ? હિનલબેનને સાચી ખબર પડી. ઘરમાં ત્રીજું વિશ્વયુદ્ધ !એક બાજું હિનલબેન અને બીજી બાજું હિતેશ અને રૂપેશભાઈ.’ તમે બાપ-દીકરા બન્ને ભળી ગયાં છો.તમારૂ બધું કાવત્રુ પકડાય ગયું છે.અને તું હિતેશ એક ધોળી છોકરીના પ્રેમમાં છો. શું બધી  ઈન્ડીયન છોકરી મરી પરવારી છે કે ધોળી પાછળ ગાંડો થયો છે.હું જરી પણ ચલાવી નહી લઉં.તારા બધા પૈસા ધોળીના મે-કપ, રેસ્ટોરન્ટ,કલબ અને નાચગાનમાં જશે.ઘરે ધોળો હાથી બાંધી , તારે શું બરબાદ થવું છે?. આ દેશમાં જન્મી આ દેશનાં થઈ ગયાં! આપણી બધી સંસ્કૃતી ભુલી ગયાં.એમાં તારા ડેડી પણ ભળી ગયાં..એ પણ બુદ્ધુના..સ..ર..દા..ર્.’   મમ્મી હવે બસ કર..મને જે કહેવું હોય તે હું સાંભળી લઈશ પણ ડેડીને આવા શબ્દો!…હિનલ તાડુકી ઊઠી..તને શું  ભાન પડે..? કાલ સુધી ડાયપર્સમાં હતો આજે  તું મને શિખામણ આપવા આવ્યો છે.જો તારે આ ધોળી છોકરી સાથે લગન કરવા હોય તો આ ઘરમાં તારું કોઈ સ્થાન નથી. હું એ ધોળી છોકરી ને ઘરમાં પગ નહી મુકવા દઉં!

                                                                                ‘મેં  દીકરો પણ ગુમાવ્યો  અને મારા પતિ પણ! એ તો સારપ લઈને આ દુનિયામાંથી જતાં રહ્યાં! ન તો દીકરા-વહુંનો પ્રેમ જીતી શકી નાતો પતિનો! ભુતકાળને વગોળતી હિનલ ૬૦ વરસની ઉંમરે પહોચીં.. મેં તો કદી જોબ નથી કરી રૂપેશને લઈને મને સોસિયલ સિક્યોરિટીના ૯૦૦ ડોલર મળે છે  એમાં ૫૦૦ ડોલરતો એપાર્ટમેન્ટના ભાડામાં જતાં રહે બાકીમાં મારે ઘરનું ગુજરાન ચલાવવાનું.શું કરૂ ?  આ જીભ પર  થોર ઉગ્યા એને માટે જવાબદાર તો હું જ છું ને! આ ઉંમરે ડાયબેટીક્સ, બ્લડ-પ્રેસર, હોટફ્લેશીસ..બધા રોગો વગર આમંત્રણે  ઘરમાં આવીઘુસ્યા છે અને એમને જોઈ એ રોજ દવા-દારૂ.! મોટાભાગનો ખર્ચ ખાવા કરતા દવામાં વધારે જાય છે..૬૫ નથી થયાં એટલે મેડી-કેઈડનો લાભ પણ નથી મળેતો.  બે મહિનાથી દવાના એટલાં બધાં બીલ ભર્યા છે કે બે મહિનાથી એપાર્ટમેન્ટનું ભાડું નથી ભરી શકી..ઘરમાં નોટીસ આવીને પડી છે ” IF YOU DO NOT PAY YOUR RENT WITHIN 30 DAYS,, YOU HAVE TO MOVE OUT AND WE WILL SEAL YOUR APARTMENT”( જો તમે ૩૦ દિવસની અંદર ભાડું નહી ભરો તો તમને એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢી..ઘરને સીલ મારી  દઈશું) હું ક્યાં જઈશ ?  મારા આકરા સ્વભાવને લીધે કોઈ મારે નજીકના મિત્રો પણ નથી કે જેનો હું આસરો લઈ શકું..દીકરો વહું ક્યાં છે  એજ ખબર નથી…! એપારર્મેન્ટ પાસેના પ્લે-ગ્રાઉન્ડ બેન્ચપર બેઠી બેઠી હિનલ આંસુ  સારી રહી હતી.

                                                  ‘MS. Hinal, some one is looking for you'( મીસ હિનલ, તમને કોઈ શોધી રહ્યું છે) એપાર્ટર્મેન્ટમાં કામ કરતા એક વ્યક્તિ આવીને કહ્યું.   ‘એ બન્ને હસબન્ડ અને વાઈફ ઓફીસમાં બેઠાં છે.’  હિનલને નવાઈ લાગી કે મને વળી કોણ મળવા આવ્યું હશે! હિનલ ઓફીસમાં પ્રવેશી. “Mom, I am looking for you  for a long time..”( મમ્મી, હું તને જ ઘણાં સમયથી શોધી રહ્યો’તો)..કહી હિતેશ અને એની વાઈફ મેરીયન અને એનો ત્રણ વરસનો કેયુ   ત્રણે  હિનલને ભેટી પડ્યાં . ‘Mom, We are sorry..lets go to our home(મમ્મી અમને માફ કરી દો..ચાલો આપણે ઘેર)..એક મૌન ભાવે,ભીની આંખે હિનલ હિતેશની મર્સિડીઝમાં બેઠી ..કોણ કોને માફ કરે?

આ વાર્તા વાંચ્યા બાદ આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ભુલશો નહી!.

જુલાઇ 30, 2010 - Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના

7 ટિપ્પણીઓ »

 1. I am waiting for short story collection….web version…
  all good stories in the book form

  ટિપ્પણી by vijay shah | જુલાઇ 30, 2010

 2. મનોવૈજ્ઞાનિકોએ અનેક અવલોકનો અને પ્રયોગો પછી તારવ્યું છે કે સામાન્ય માણસ સમગ્ર જીવનમાં પોતાની માનસિક શક્તિનો દસ ટકા જેટલો પણ ઉપયોગ કરતો હોતો નથી. નવ ટકાથી ઓછી માનસિક શક્તિનો ઉપયોગ કરનાર મૂર્ખ રહે છે અને દસ ટકાથી વધુ ઉપયોગ કરનાર શ્રેષ્ઠ વિદ્વાન, વિચારક કે વૈજ્ઞાનિક બને છે. માનવ પોતે પોતાની શક્તિ વિશે ઉંડે ઉંડે શંકાશીલ રહે તો તેની મૂળ માનસિક શક્તિઓમાં ઘટાડો થાય છે. આપણામાં જડાઈ ગયેલી લઘુતાગ્રંથિ આપણા શક્તિ-વૈભવનો આપણને અહેસાસ થવા દેતી નથી.

  આપણું જીવન એક બાણ છે. એ ક્યાં તાકવું અને તેને ધનુષ્યમાં કેમ ગોઠવવું તે બરાબર જાણી લો. ધનુષ્યમાં ગોઠવેલા બાણને પૂરી તાકાતથી માથાં લગી ખેંચો, છોડો અને સનનન કરતું જવા દો. એને જવા દો ઉંચેરા લક્ષ્ય ભણી. ઊંચુ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં મૂંઝવણ રાખશો નહીં. આ કે પેલું, ઊંચું કે બહુ ઊંચુ – એવી દ્વિધા રાખશો નહીં. દ્વિધા ભરેલો માણસ જીવનમાં ક્યારેય લક્ષ્યસિધ્ધિ મેળવી શક્તો નથી. ઘડીયાળનું લોલક ક્યારેય ક્યાંય પહોંચતું નથી.

  લઘુતાગ્રંથીથી પીડાતી ઘણી વ્યક્તિઓ વારંવાર પોતાનું લક્ષ્ય બદલ્યા કરે છે. સિધ્ધિ પ્રાપ્તિ માટેનો સંકલ્પ તોડ્યા કરે છે. સંકલ્પો કરવાની અને એને તોડતા રહેવાની જાણે કે તેને ટેવ પડી જાય છે. અને તેથી તેની શક્તિ, સાધન અને સમયનો બગાડ થાય છે.

  ઊંચુ નિશાન તાકવા માટે એકાગ્રતા અનિવાર્ય છે. એકને જ અગ્રતા આપવી એટલે એકાગ્ર થવું. એકાગ્રતાપૂર્વક તકાયેલું નિશાન વહેલું કે મોડું પણ સિધ્ધ થયા વગર રહેતું નથી.

  જીવનમાં જરૂર છે જાતને જાણીને ઊંચુ નિશાન નિર્ધારીત કરવાની, જરૂર છે સળગતા સંકલ્પ સાથે એ સિધ્ધ કરવાને મથવાની. યાદ રહે, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન.

  ટિપ્પણી by pragnaju | જુલાઇ 30, 2010

 3. દરેક માબાપે સમજવા જેવી વાત. સરસ અભિવ્યક્તિ.

  ટિપ્પણી by સુરેશ જાની | જુલાઇ 31, 2010

 4. આમ તો સામાન્ય રીતે એવી લોકોક્તિ છે કે છોરુ-કછોરુ થાય પણ માવતર-કમાવતર ના થાય.
  પણ અહીં તો ઉલટી ગંગા વહેતી જોઇ..અને ગમી પણ ખરી.

  ટિપ્પણી by Rajul | જુલાઇ 31, 2010

 5. “Very good and interesting story”

  ટિપ્પણી by Praduman | જુલાઇ 31, 2010

 6. “it’s nice one”

  ટિપ્પણી by Rishi Degda | જુલાઇ 31, 2010

 7. very nice story.

  ટિપ્પણી by hema patel. | ઓગસ્ટ 1, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: