"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચાલ ઝાડની ખબર કાઢવા….

કાલે કોઈ ડાળ તૂટી  છે,   ચાલ ઝાડની ખબર કાઢવા….

એક કુહાડી ક્યાંક ઊઠી છે,  ચાલ ઝાડની ખબર કાઢવા….

પાનખરે જે પંખીઓએ,ઝાડને જે હિમંતે આપી’તી,
એ  પંખીઓની  હામ   ખૂટી છે,ચાલ ઝાડની ખબર કાઢવા..

ડાળ તૂટી કાંઈ કેટલાંય ઘર, પંખીઓનાં તૂટી ગયાં
કોકે શી મિરાત લુંટી છે,  ચાલ ઝાડની ખબર કાઢવા….

ઝાડ કુહાડી લાયક હોય તો, માણસ શેને લાયક?
તરણાઓમાં વાત ફૂટી છે..ચાલ ઝાડની ખબર કાઢવા….

-મુકેશ જોશી

જુલાઇ 29, 2010 - Posted by | મને ગમતી કવિતા

4 ટિપ્પણીઓ »

  1. ઝાડ કુહાડી લાયક હોય તો, માણસ શેને લાયક?

    માણસો જે રીતે નિકંદન કાઢે છે તે રીતે તો એ પણ એક ઝાટકાને લાયક છે.
    સરસ કવિતા .

    ટિપ્પણી by Rajul Shah | જુલાઇ 29, 2010

  2. khub saras!

    ટિપ્પણી by vijayshah | જુલાઇ 30, 2010

  3. ખૂબ સરસ….

    ટિપ્પણી by marmi kavi | જુલાઇ 30, 2010

  4. Very nice. I really like it ane khub dookh pan thayu ke loko shu karva Zaad ne kapta hase???

    ટિપ્પણી by Jitendra Khalas | ઓગસ્ટ 5, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: