"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુવિચારો..થોડા સુવિધાનો..

******************************************

 It is foolish man that hears all he hears.-Austin O’Malalley
                                                              કોઈ માણસ તેના વિશે જે બોલાય તે બધું જ સાંભળ્યા કરે તો તે પાગલ થઈ જાય.
જગતના કેટલાંક લોકો અકારણ તમારી ટીકા કરતા હોય છે. તમારા પાકા દોસ્તોએ પણ કેટલીક વખત લાચારીથી કે અમુક-તમુક વ્યુહ ખાતર તમારા વિશે બીજા સમક્ષ ખરાબ બોલવું પડે છે. જો તમારા વિશે ખરાબ કહ્યું હોય અને એ સાંભળીને તુરંત તમે ખરાબ બોલનારા પર ખાટા થઈ જાઓ તો તમારી જિંદગી ખારી થઈ જશે.તેથીજ વિદ્વાન એરિસ્ટિન કહે છે કે જે માણસ બીજાનું બધુંજ સાંભળે છે તે મૂરખ છે.ડાહ્યો માણાસ એજ છે જે જરૂરયાત મુજબનું જ સાંભળે અને બાકીનું સાંભળ્યું ન સાંભળ્યું કરે!
**********************************************************************
The porcupine, whom one must handle gloved, may be respected but never loved.-Arthur Guitterman
                                                             શાહુડીને ધારદાર કાંટા જેવા પીછાં હોય છે.શાહુડી ઘણી મોભાદાર છે.
ઘણાં માણસો સ્વભાવથી ધારદાર કાંટા જેવા હોય છે. તેમના વાણી વર્તનથી બીજાને ખુચ્યા કરતા હોય છે. ધારદાર હોવું કે મોભાદર હોવું તે બસ નથી. તમે ધારદાર હો તો લોકો તમને માન આપશે, પણ
પ્રેમ નહીં કરે.તમારે બીજાનો પ્રેમ મેળવવો હોય તો તમારાં વાણી અને વર્તનમાંથી કાંટા દૂર કરવા પડશે અને ધારને બુઠ્ઠી કરવી પડશે.

***********************************************************************
મનુષ્યનું મનુષ્ય પ્રત્યેનું સૌથી મોટું અને અક્ષમ્ય પાપ છે અન્યની પીડા તરફ નિ:સંગતી, ઉદાસીનતા દાખવવી. તમારી નજીકના જ માણસની પીડા પ્રત્યે ઉદાસીન રહેવું તેના જેવો કોઈ દોષ નથી. જ્યારે ખુબજ નજીકથી આવતો આર્ત પોકાર તમારા હ્ર્દય સુધી ન પહોંચે અને દૂર દૂરથી આવતું ઉત્તેજક સંગીત તમને બહેકાવે, પીડાથી છટપટાતા માણસને જોઈને તમને સંવેદન ન થાય અને તમે કલ્પનાની આંખેથી માદક દ્ર્શ્યો જોતા રહો, કોઈની સહાયતા કરવાને વખતે તમારા હાથપગ જડ થઈ જાય પણ કામુક સંગીત સાંબહ્ળીને શરીર નાચવા માંદે ત્યારે હે બંધુ મારા, જાણી લેજે કે તું પતનની અંતીમ સીડી પર પહોંચી ગયો છે.-રામાનંદ
*************************************************************************
The battle of success is half  won when one gains the habit of work.-Sarah bolton
                                                                    સખત કામ કરીને કોઈ મરી નથી ગયું.
આળસ કરીને માણસ અધમૂઆ જેવો રહે છે. ફ્રેન્ચ કહેવત છે કે તમે થાકી જાઓ તે પછી પણ ખૂબ ચાલો તેમાં જ ખૂબી છે. માણસે સફળ થવું હોય તો ચા કે સિગારેટના વ્યસનની માફક કામનું વ્યસન પાડવું જોઈએ. વિલિયમ જેમ્સ નામના વિદ્વાન કહે છે કે કામથી થાકતો નથી, કામને કોઈ મુલતવી રાખે ત્યારે મને થાક લાગે છે. સખત પરિશ્રમની ટેવ તમારા માટે સફળતાનો અડધો માર્ગ  આસાન કરી દે છે.
*****************************************************************************

સૌજન્ય: ‘ચેતનાની ક્ષણે’

જુલાઇ 27, 2010 - Posted by | વાચકને ગમતું

6 ટિપ્પણીઓ »

  1. સરસ સુવિચારો વાંચવા ગમ્યા.
    http://rupen007.feedcluster.com/

    ટિપ્પણી by Rupen patel | જુલાઇ 27, 2010

  2. માન હશે ત્યાં પ્રેમ મળશે જ એ જરૂરી નથી પણ હા પ્રેમ હશે ત્યાં આપોઆપ માન પ્રાપ્ત થવાનું જ.

    ટિપ્પણી by Rajul Shah | જુલાઇ 27, 2010

  3. good

    ટિપ્પણી by REKHA S DEDHIA | જુલાઇ 27, 2010

  4. agree with rajulben..

    nice to read..

    ટિપ્પણી by nilam doshi | જુલાઇ 27, 2010

  5. saras chhe.

    Lata Hirani

    ટિપ્પણી by readsetu | જુલાઇ 28, 2010

  6. very nice,like to read.

    ટિપ્પણી by hema patel. | જુલાઇ 28, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: