"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અહીં મસ્તક ફૂટ્યું …

અહીં મસ્તક ફૂટ્યું  ને  રકતધારા  લાલ  આવી  ગઈ,
પછી  જોયું  તો  એક બિન્દી તમારે ભાલ આવી ગઈ.

હતાં  જે  આવનારાં  કાલ  એ  એક જ  નહીં આવ્યાં,
નહીંતર   જિંદગીમાં   તો  ઘણીએ  કાલ આવી ગઈ.

મહોબ્બતની  ગલી  સીધી હતી તો પણ વળ્યો પાછો,
કરૂં  પણ શું બીજું ? વચ્ચે જ એક દિવાલ આવી ગઈ.

કદમ  લથડી રહ્યો  છે તો ય   વધતો જાઉં છું આગળ,
મદિરાલયમાં જઈ આવ્યો તો મક્કમ ચાલ આવી ગઈ.

અમારે  તો   જીવન   સંગ્રામમાં   ઘા  ઝીલવાના છે,
અમારા  હાથમાં   તલવાર  બદલે ઢાલ  આવી  ગઈ.

પરિવર્તન   થયું   બસ   એટલું   બેફામ    જીવનમાં,
જનમદિન આવતા’તા ત્યાં મરણની સાલ આવી  ગઈ.

-બરકત વીરાણી ‘બેફામ’

જુલાઇ 23, 2010 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. અમારે તો જીવન સંગ્રામમાં ઘા ઝીલવાના છે,
  અમારા હાથમાં તલવાર બદલે ઢાલ આવી ગઈ.

  પરિવર્તન થયું બસ એટલું બેફામ જીવનમાં,
  જનમદિન આવતા’તા ત્યાં મરણની સાલ આવી ગઈ.

  -બરકત વીરાણી ‘બેફામ’

  Enjoyed,nice gazal.
  Ramesh Patel(Aakashdeep)

  ટિપ્પણી by Ramesh Patel | જુલાઇ 24, 2010

 2. very nice Gazal

  ટિપ્પણી by marmikavi | જુલાઇ 24, 2010

 3. Ek Sudar Gazal!
  Enjoyed it !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Vishwadeepbhai Hope to see you on Chandrapukar !

  ટિપ્પણી by chandravadan | જુલાઇ 27, 2010

 4. Very nice gazal. While I was reading,
  કદમ લથડી રહ્યો છે તો ય વધતો જાઉં છું આગળ,
  મદિરાલયમાં જઈ આવ્યો તો મક્કમ ચાલ આવી ગઈ.
  it reminded me of Mirza Galib for his closeness to madira and Zinnat. Keep it up.

  ટિપ્પણી by Hemant Gajarawala | જુલાઇ 27, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s