"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મા ની અંતીમ ઈચ્છા….!

મારી મધરને ૬૫ વરસની ઉંમરે  બ્રેસ્ટકેન્સર નીકળ્યું અને એ પણ છેલ્લા સ્ટેજ પર ! ડોકટરના કહેવા પ્રમાણે કેન્સર આખા શરીરમાં ફેલાય ગયું છે.  એમને  માત્ર છ મહિનાથી ઓછી મુદત આપી.જ્યારથી એમને ખબર પડી છે બસ ત્યારથી બાળકની માફક એકજ જીદ લઈને બેઠા છે..કે ‘હું મરીશ તો મારા વતનમાં જઈને મરીશ ,  ગમે તે રીતે  મને બસ  મારા  વતનમાં મને  લઈ જાવ. મારો જીવ ત્યાં જશે તો જ મારા આત્માને શાંતી મળશે.મેં અને મારી સીસ્ટરે મધરને બહું સમજાવ્યા..’મમ્મી, તું અમેરિકામાં ૩૦ વરસથી છો , તને ખબર છે કે આ દેશમા મેડીકલની આધુનિક સારવાર મળે છે એવી સારવાર અને સગવડ તને કોઈ દેશમાં  નહીં મળે. અને અહીં તને સરકાર, હોસ્પીક  તરફથી ઘેર બેઠાં નર્સ, ડોકટરની સારવાર આપી રહ્યાં છે અને   મેડી-કેઈડના ફાયદાથી એક પણ પૈસો ઘરમાંથી આપવો પડતો નથી. અને અમને પણ તારી સેવા કરવાની તક મળે છે.  ‘દીકરા, તારી લાગણી હું સમજી શકું છું.  તું, તારી વાઈફ નીશા અને મારી દીકરી ટીના મારી બહુંજ  સંભાળલો છો. પણ તમારે સૌને  મારે લીધે જોબ પરથી અવાર-નવાર રજા લેવી પડે છે.  અને  આપણાં દેશમાં ફોઈ, ફુવા, માસી-માસા અને કાકા-કાકી કોઈ જોબ નથી કરતાં અને એમની સાથે મારો આરામથી સમય પણ પસાર થઈ જશે અને સોસાયટીમાં પણ સૌની સાથે હળી-મળીને થોડી વાતો  કરીએ તો ખુશ પણ  થવાય. અને મારી જન્મભુમિ તો ખરીનેજ દીકરા! મારો પ્રાણ ત્યાં જાય તો મને સ્વર્ગની સીડી મળી જશે. બસ દીકરા મારી આ  અંતીમ  ઈચ્છા  તમે લોકો પુરી કરો એવી મારી નમ્ર વિનંતી છે.’
‘મમ્મી, તું જેટલું ધારે છે એટલું હવે દેશમાં પણ રહ્યું નથી.ઘણું બદલાઈ ગયું છે. ત્યાં પણ સમય છે છતાં  કોઈની પાસ, કઈને માટે કશો  સમય નથી!મન બદલાયા છે, વિચારો બદલાયા છે. હવે તો સમાજજું આખું માળખું બદલાય ગયું છ્ર્’ મોટાભાગના લોકો વેસ્ટ્ર્નાઈઝ થઈ ગયાં છે. મેં મારું છેલ્લું પાસું ફેંકી જોયું..”દીકરા, તું , નીશા અને ટીના આ દેશમાં જન્મ્યા છો એટલે તમો લોકો આવું બોલો છો. તમે લોકોને દેશ પ્રત્યેનો પ્રેમ, લોકોનો પ્રેમ, ભાવ , લાગણી નો સાચો ખ્યાલ કદી પણ નહીં આવે!. અંતે મારી મા પાસે  હું હાર્યો… એ જીતી!

મમ્મી એકલી પ્લેનમાં જાતે મુસાફરી કરી શકે તેમ હતી જ નહી એથી  મેં એક વીકની જોબ પરથી રજા લીધી અને ટીના, નીશાને આખરી ભેટ આપી ,  સૌની આંખમાં સંવેદનાના સાથે મા ફરી નહીં મળે! એ ભારથી ભરાય ગયેલા હૈયા આંસું સાથે છાલકાઈ ગયાં. ભીંના અશ્રુ સાથે ભારત તરફ જવા રવાના થયાં. નડીયાદ મારી મધરની જન્મભુમિ અને ત્યાં સૌ સગા-વ્હાલા રહેતાં હતાં. સૌને અગાઉ ફોન પરથી જાણ કરી દીધી હતી એથી  સૌ અમદાવાદ એર-પોર્ટ પર લેવા આવ્યા હતાં અને અમદાવાદથી નડિયાદ અમે સૌ પ્રાઈવેટ વેનમાં ગયાં. મમ્મી ઘણીં થાકેલી હતી , સૌને હલો-હાઈ કરી મમ્મી વેનમાં જ સુઈ ગઈ.નડિયાદ પહોંચ્યા.  સૌ સગાને મમ્મીની કન્ડીશનની ખબર હતી.સૌ સગાએ કહ્યું: ‘દીકરા, મમ્મીની જરા પણ ચિંતા નહી કરતો અહી અમો આટલા બધા સગા છીએ એટલે તારી મમ્મીનો સમય કયાં પસાર થઈ જશે એની ખબર પણ નહીં પડે! મેં કાકાના હાથમાં એક લાખ રુપિયા રોકડા મમ્મીની સંભાળ રાખવા આપ્યાં. સાથે સાથ  ચાર મહિનાની   અમેરિકાથી લાવેલ પેઈન કીલર તેમજ  અન્ય મેડીસિન મેં કાકાને આપી દીધી.. લાખ રૂપિયા હાથમાં લેતાં કાકા બોલ્યા: ‘દીકરા, આ બધું ના હોય, પૈસાની શું જરૂર છે? તારા સ્વર્ગવાસી પિતાએ અને તારી મમ્મીએ અમોને ઘણીજ આર્થિક મદદ કરી છે ,  આ ઘર પણ એમણેજ અમોને અપાવ્યું છે  અને સાથો સાથ ઘણાં સગાઓને આર્થિક તેમજ ઘર અપાવવામાં મદદ કરી છે. તું જરી પણ ચિંતા ન કરતો. અમારી ભાભીની સારવાર કરવા અમે  ખડે પગે કરીશું..એમને છેલ્લી ઘડી સુધી સેવા કરીને  ખુશ રાખીશું.’  ‘થેન્ક્યું કાકા, તમો સૌ છો એટલે મને કશી ચિંતા નથી. અને હા એકાદ મહિનામાંજ  હું બીજા એક લાખ મોકલી આપીશ..કહી મધરની અશ્રુભીંની વિદાય લીધી. કાકાને કહ્યું પણ ખરું: કાકા,તમને એવું કઈ પણ લાગો કે તુરત મને ફોન કરશો હું  ચોવીસ કલાકમાં હાજર થઈ જઈશ્.
એક દિ અચાનક રાતના બાર વાગે મમ્મીનો નડીયાદથી ફોન આવ્યો. ધ્રુસકે ,ધ્રુસકે રડતાં બોલ્યાં: ‘દીકરા જેમ બને તેમ મને અહીંથી તું અમેરિકા  જલ્દી લઈજા.અહીં તો મારી જિંદગી નરક જેવી થઈ ગઈ છે!’ ‘ મમ્મી, શું થયું ?..દીકરા, મારા રૂમમાં કોઈ  નથી એટલે કહું છું. અહીં આવ્યા બાદ પંદર દિવસતો બહુંજ આનંદ-ઉત્સાહમાં ગયાં સૌ મને સવાર-સાંજ ખબર કાઢવા આવે’… પણ.બોલતા બોલતા હાંફતા હતાં. ખાંસી પણ જોર જોરથી આવતી હતી! મમ્મી, ધીરે ધીરે..બોલો..’હા, દીકરા બે વીકબાદ અહીં કોઈ મારી સંભાળ કે ચાકરી કરતાં નથી સૌને એવું લાગે છે કે મારો રોગ ચેપી છે એટલે ઘરના બધા મારાથી દૂર દૂર ભાગે છે, ખાવાનું પણ મારા ટબલ પર મુકી એકદમ મોં બગાડી પાછા જતાં રહે છે! મેં એક  અઠવાડિયું ભાઈ-ભાભી સાથે , એક અઠવાડિયું ફોઈ-ફુવા સાથે અને  માસા-માસી સાથે  રહીં ..પણ બધાજ  એમજ માને છે કે  મારો રોગ ભયંકર  અને ચેપી  છે અને એમને આ રોગ  ના લાગી જાય એવું વર્તુણુંક કરે છે. મારાથી દૂર દૂર ભાગે છે.મારી સાથે બેસીને વાત પણ નથી કરતાં..એક બે વખતતો મેં બીજા રૂમમાંથી સૌને વાત કરતાં સાંભળ્યા ખરા” આ ડોસીને આવો ભયંકર રોગ થયો છે એટલેજ આપણે  ત્યાં ડોસીમાના  એમના દીકરાએ  અહીં તગેડી દીધા છે .પોતાના દીકરા , દીકરી વહું પાસે સમય નથી એટલે અહીં જાણે સૌ એમના માટે સૌ નવરા હોય તેમ ચાકરી કરવા મોકલી આપ્યાં છે. બેટા, તારી વાત સાચી નીકળી. મેં તારું સાંભળ્યું નહી અને લાગણીના આવેશમાં આવી ખોટા ભ્રમમાં અહીં આવી ચડી. મને ક્યારે કયારે ભયંકર દરદ ઉપડે છે  તો કોઈ તાત્કાલિક દવા આપવા પણ આવતું નથી..સૌ નાના, નાના છોકરાઓને પણ કહેવામાં આવ્યું છે કે માજીના રૂમમાં નહીં જવાનું. હું આ રૂમમાં નહીં પણ સ્મશાનગ્રહની કાળકોટડીમાં કેદ થઈ પડી છું.’ મેં એજ દિવસે ઈન્ટર્નેટ પર  ઈન્ડીયા જવાની  ટિકિટ બુક  કરવી દીધી..ત્રણ દિવસ પછી  મારી મધરને લઈ શુક્રવારે  ચિકાગો પાછો ફર્યો.

વતનથી પાછી ફરેલી મા, બહુંજ થાકી ગઈ હતી! વતન પ્રેમી મા..વતનમાં પોતાની તરસ છીપાવવા ગઈ. પણ ત્યાં પ્રેમની વાદળીઓ ગરજી  ઘરી પણ  વરસી નહી અને તરસી પાછી ફરી!..મેન્ટલી એન્ડ ફીઝીકલી! શનિવારી સવારે વહેલા ઉઠી ગઈ! નીશા, ટીના સૌ એમની સાથે વહેલાં ઉઠી ગયાં હતાં. સૌ એ સાથે ચા પીધી! મમ્મી એ માંડ, માંડ અડધો કપ ચા પીધી..ખોરાકમાં માત્ર લીક્વીડજ લઈ શકતી હતી.ઘર બહાર ધીરે ધીરે સ્નો પડી રહ્યો હતો.બેટા..’મને વ્હીલ-ચેરમાં થોડીવાર બહાર લઈજાને! તને ખબર છે કે મને સ્નો જોવો  બહુંજ ગમે છે. હું ધીરી ધીરે વ્હીલચેર ચલાવી ફ્રન્ટયાર્ડમાં લઈ ગયો.એ  ધીરે ધીરે વ્હીલચેરમાંથી ઉભી થવાની કોશિષ કરી, મેં હાથ જાલ્યા  પણ ઉભી ના થઈ શકી..માત્ર હાથ લંબાવ્યા..સ્નોફ્લુરી ટપ. ટપ એમના હાથમાં પડવા લાગ્યાં અને મૉમ ખુશ હતી.મેં  મમ્મીનો હાથ  સ્પર્શ  કર્યો પણ એ એકદમ ઠંડા થવા લાગ્યાં..સ્નોની ગતી વધી.. Mom, Let’s go inside..snow is falling very heavy right now!(મમ્મી, ચાલો અંદર,બરફ વધારે પડતો પડવા  લાગ્યો છે) જવાબ ન મળ્યો. મમ્મી તરફ જોયું તો મમ્મીની સ્થગીત આંખ આકાશ તરફ મીટ માંડી રહી હતી!

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.

Advertisements

July 19, 2010 - Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના

15 Comments »

 1. vow!
  baapu aankhmaa paani aavi gayu…
  shu saras diasporic vaat kahI Che
  Love your style…

  Comment by vijayshah | July 19, 2010

 2. A story of reality and feelings.
  Ramesh Patel(Aakashdeep)

  Comment by Ramesh Patel | July 19, 2010

 3. I got very emotional reading this story. I like it.

  Comment by Ramesh Modi | July 19, 2010

 4. That is the facts of life. Be “HERE” with family.
  It says ‘Family comes first.’

  Comment by pravina | July 20, 2010

 5. ya this is the reaility we have to face it and understand it

  Comment by narendra | July 20, 2010

 6. Yes , now in india everyone’s minds are so narrow .jem jem 2 desh vacche na antar ghatata jay che tem tem man vachhe na antar vadhta jay che.

  Comment by Reeta Dhandhukia | July 20, 2010

 7. તદન સાચી વાત કરી છે,કોઈ પણ દેશ હોય માણસો બધેજ સરખા હોય છે.
  કળીયુગ છે એટલે પ્રેમ ભાવના મરી પરવારી છે.

  Comment by hema patel. | July 20, 2010

 8. સત્ય ઘટનાઓ પરથી જ તો વાર્તા આકાર લેતી હોય છે.

  જીવનની આ જ તો વાસ્તવિકતા છે. સગા મા- બાપની સેવા કરવાનુ પણ હવે તો લોકોને આકરુ લાગતુ હોય ત્યાં પારકાની આશા વ્યર્થ છે.

  Comment by Rajul Shah | July 21, 2010

 9. ha kyarek avu thatu hashe pan aa ek american culture ni
  kalame lakhayeli varta chhe.. tema satya pan hoi shake ane
  atishyokti pan hoi shake…ba ni ichha badlai gai chhhe
  bharat mate na prem ma ot aavvathi nahi.. pan saga tarafthi
  lalela pratibhav na karne aa varta vancha ta lage chhhe ke
  bani ichha karta be desho ma aavela parivartan ni vat vadhare chhe..

  aakhi vat ma ba ma aavelu parivartan agatyanu nathi pan
  bano potana desh maateno lagav kendra sthane vichari vatne
  samajva jevi chhe

  mari pa se bharatni vakilat karvani vaat nathi pan ek vat nakki chhe ke darek ne potana desh ma marvanu man thay chee
  pachi samay ane sanjogo badlay te vat kai navi nathi

  vachak mane maaf kare pan aa varta ek sweet taste vali
  mane na laagi..aa maru bhartiy tarike nu mantavya nathi
  pan ek sahitya ni najare varta ne me je rite joi te maro
  angat abhipray chhe

  ajitsinh

  Comment by ajitsinh zala | July 21, 2010

 10. પોતાની માતા આટલી ગંભિર બિમાર હોવા છતાં વતનમાં સગા-વહાલાના ભરોસે તેમને મુકવાની હિંમત થઇ તે જ નવાઇ કહેવાય.પોતાને ડોલર કમાવા છે અને લોકો ચાકરી કરે તેવી અપેક્ષા થોડી વધુ જણાય છે

  Comment by દે | July 23, 2010

 11. મિત્ર, આપનો પ્રતિભાવ બદલ આભર,આપ જે માનો છે કે મા..આટલી માંદી હતી છતાં મા..ને…દેશ્માં કેમ મોકલી દીધી?…વાર્તામાં વાંચો તો દીકરાએ દેશમાં ના જવા કેટલાં પ્રયત્નો કર્યાં..મા ને સમજાવી..પણ ની મા અંતીમ ઈચ્છા…ને માન આપવું રહ્યું..એજ ઘટનાને આધારેજ આ વાર્તાનું સર્જન થયું છે.

  Comment by વિશ્વદીપ બારડ | July 23, 2010

 12. like this very much..so touchy and true..

  Comment by nilam doshi | July 24, 2010

 13. AA TO BDHU BANI GYELI BINA CHE, JEMA DIKRAE MANI ICHA PURI KRI JETHI BHRAMA HKIKATTHI MA VAKEF THYA.ANE KHOTI JIDD NA KRVI,” JENA HOY TENAJ THAY “” AGLITHI NAKH VEGLAJ HOY” PAN MANI PARISTHITINO JAN THATAJ VHALO DIKRO KHABR THATAJ PRISTHITI SMBHLI LIDHI DHANY BETA CHE TANE, PARDESH KE DESH AVA DIKRA BHGYSHALI KAHEVAY CHE ETO JENE VITE CHE ENEJ KHABAR HOY

  Comment by PUSHPA | July 29, 2010

 14. સારી વાર્તા આપી.અને તે પણ સત્યઘટના ઉપરથી.બાકી સાચી વાત એ પણ છે કે”જેના હોય તેના થાય”છતાં પ્રતિભાવો પણ સારા છે.
  આભાર
  વ્રજ દવે

  Comment by વ્રજ દવે | July 30, 2010

 15. aam jova jaie to vartam ma apde khali matru prem j joyo chee pan koi e joyu k
  su tamari mata mate tame america ni nokri chhodi maa ni chhelli ichha puri na kari sako ?, kyare k to vicharo k tamari ma e tamara mate su nathi karyu ane tame loko ne rupiya appi tamari ma ni seva karava ni ichha rekho chho. Dhikkar chhe eva yuvano ne k jema na mate dollar ej mabaap chee.

  “આમ જોવા જઈએ તો વાર્તામાં આપડે ખાલી માતૃપ્રેમજ જોયો છે, પણ કોઈએ જોયું કે શું તમારી માતા માટે તમે અમેરિકાની નોકરી છોડી માની છેલ્લી ઈચ્છા પુરી ના કરી શકે? ક્યારેક તો વિચારો કે તમારી મા એ તમારા માટે શૂં નથી કર્યું,અને તમે લોકોને રુપિયા આપી તમારી માની સેવા કરાવવની ઈચ્છા રાખો છો. ધિક્કાર છે આવા યુવાનને કે જેમાં મામ માટે ડોલર એજ મા-બાપ છે.”

  Comment by FIROJ KHATRI-BODELI | July 19, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s