"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સાંઠ પછી…!


સવારે શું ખાધું-પીધું, આ બધી વાત વિસરાય સાંઠ પછી,
પુરાણી વાત સૌ યાદ રાખી, વગોળીએ મોંમા સાંઠ પછી.

છોકરા-છૈયા સાલા સૌ બદલાયા છે જીભ ફફડે સાંઠ પછી,
કોઈ સાંભળતું નથી મારું, સૌને લાગે બકવાસ સાંઠ પછી.

આ યુવાન પેઢી હવે સાવ બગડી છે , વાત કરે સાંઠ પછી,
ડોસો જંપતો નથી, જંપવા દેતો નથી વહું બોલે સાંઠ પછી.

ખાટલામાં પડ્યાં પડ્યાં પણ ગામ-ગપાટા મારે સાંઠ પછી,
દવાની બાટલીઓથી જ પેટ ભરવાનું હોય છે સાંઠ પછી.

ફરવા જવા બહાર પગ પણ નથી દેતા સાથ સાંઠ પછી,
નથી દેતા કોઈ સહારો લાકડીનો ઉભા થવા સાંઠ પછી.

દર્દ સતાવે એવા કે માંગ્યું મોત પણ મળે નહીં સાંઠ પછી.
જાણે ભગવાન કઈ સાંભળતો નથી, લાગે સૌને સાંઠ પછી

બદલો જુના વિચારોનો વેશ જે પે’રી ફરતા રહો છો આજ,
રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી.

જૂન 29, 2010 - Posted by | સ્વરચિત રચના

16 ટિપ્પણીઓ »

 1. દર્દ સતાવે એવા કે માંગ્યું મોત પણ મળે નહીં સાંઠ પછી.
  જાણે ભગવાન કઈ સાંભળતો નથી, લાગે સૌને સાંઠ પછી

  બદલો જુના વિચારોનો વેશ જે પે’રી ફરતા રહો છો આજ,
  રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી.
  —————————————————-
  જીવનનો હેતુ બરાબર સમજીને સાચું જીવન જીવવાની કળા હસ્તગત કરી લઈએ તો માનસિક અશાંતિ ઘણી બધી ઓછી થઈ શકે છે. ‘तुष्यन्ति च रमन्ति च’ એમ જે ગીતામાં કહ્યું છે તે ટૂંકામાં આ દષ્ટિકોણ સમજાવે છે. આથી આવાં પુસ્તકોનું વાચન, સંતપુરુષો સાથેનો સમાગમ અને તે પ્રમાણેનું રોજબરોજનું વર્તન બનાવતાં જઈશું તો માનસિક શાંતિ પૂરતા પ્રમાણમાં મળી રહેશે.

  ટિપ્પણી by pragnaju | જૂન 29, 2010

 2. બદલો જુના વિચારોનો વેશ જે પે’રી ફરતા રહો છો આજ,
  રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી
  ખુબ જ સુંદર કાવ્ય, જીવન નું સત્ય આપે સુંદર રીતે સમજાવ્યુ ,નજર સામે દ્રશ્ય દેખાયુ.. ..
  રેગીસ્તાન હે ન ગુલિસ્તાન જીન્દગી
  બનાતા હે અપને હાથો સે ઇન્સાન જીન્દગી…
  સાથી હો કારવાં હો તો ચારસુ [ચારે તરફ] બહાર હે,
  તન્હાઇ મે બે જાન હે યે વિરાન જીન્દગી
  [અનામી]

  ટિપ્પણી by શકિલ મુન્શી | જૂન 29, 2010

 3. જીવનના ૬ દાયકા બાદ કદાચ સૌને લાગે વળગતી હકિકતનુ બયાન અને એ પછીના દાયકાને જીવવા જ નહી પણ માણવા યોગ્ય વાસ્તવિક સુચન…

  બદલો જુના વિચારોનો વેશ જે પે’રી ફરતા રહો છો આજ,
  રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી.

  જે અપનાવી શકશે તેમના માટે તો જીવન સંધ્યા રમણીય બની જશે.

  ટિપ્પણી by Rajul Shah | જૂન 29, 2010

 4. “રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી.”
  સ_રસ રચના. અને વાસ્તવિક નિરીક્ષણ.

  ટિપ્પણી by અશોક મોઢવાડીયા | જૂન 29, 2010

 5. રંગ..ઢંગ બદલી શકીએ તો જ સાઠ પછી સુખી થઇએ અને સુખી કરી શકીએ…

  ટિપ્પણી by nilam doshi | જૂન 29, 2010

 6. તદન સાચી વાત છે.

  ટિપ્પણી by hema patel. | જૂન 29, 2010

 7. બદલો જુના વિચારોનો વેશ જે પે’રી ફરતા રહો છો આજ,
  રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી.
  Excellent tips for happy living for seniorrs of 60 & beyond.

  ટિપ્પણી by vasant Parikh. | જૂન 29, 2010

 8. બદલો જુના વિચારોનો વેશ જે પે’રી ફરતા રહો છો આજ,
  રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી.

  જીવનમાં સમયને સમજી એની સાથે કદમ મેળવવા જરૂરી છે.

  ટિપ્પણી by Jagadish Christian | જૂન 30, 2010

 9. Absolutely right. Change thinking you will find world
  around you rosy. After 60———

  ટિપ્પણી by pravinash1 | જૂન 30, 2010

 10. વાહ વાહ, શું વાત ઉત્તમ વાત કહી સાંઠ પછી !!

  ટિપ્પણી by rajeshpadaya | જૂન 30, 2010

 11. Good thoughts, but you need to increase the age, instead of 60, it should be now 70!

  ટિપ્પણી by P.K.Shah | જૂન 30, 2010

 12. સરસ રચના! મારો સંપૂર્ણ પ્રતિભાવ મારા બ્લોગ ‘વાર્તાલાપ’ પર મુક્યો છે.

  ટિપ્પણી by Bhajman Nanavaty | જૂન 30, 2010

 13. સાંઠ પછી…

  ખાટલામાં પડ્યાં પડ્યાં પણ ગામ-ગપાટા મારે સાંઠ પછી,
  દવાની બાટલીઓથી જ પેટ ભરવાનું હોય છે સાંઠ પછી. –શ્રી વિશ્વદીપ બારડ.

  હમણાં કવિ શ્રી વિશ્વદીપ બારડની કવિતા “સાંઠપછી..” એમના બ્લોગ ફૂલવાડી પર વાંચી. સામાન્ય રીતે આપણે સહુ સાંઇઠ વર્ષની ઉંમર વટાવીએ એટલે વૃધ્ધાવસ્થા નો અનુભવ કરવા માંડીએ છીએ. સરકારી કે અન્ય નોકરીમાંથી નિવૃત્તિ મળી ગઈ હોય અથવા કરી દેવામાં આવ્યા હોય! વેપાર-ધંધામાં પણ દિકરાઓએ જવાબદારી ઉપાડી લીધી હોય. પુત્ર-પુત્રી ને ભણાવી ગણાવી ઠેકાણે પાડી દીધાં હોય, “ખાટલે થી પાટલે અને પાટલે થી ખાટલે” એમ દિનચર્યા હોય અને પરિણામે શ્રી બારડ સાહેબે લખ્યું છે તેમ દવાની બાટલીઓથી પેટ ભરવાનો વારો આવે. સરકાર પણ “સીનીયર સીટીઝન” નો ઈલ્કાબ આપી દે છે. અને એમાં બધા ગર્વ અનુભવે છે!

  નેટ- જગતમાં પણ શ્રી સુરેશભાઇ જાનીએ એક “60+” નું ગ્રુપ બનાવ્યું છે જેનો હું પણ સભ્ય છું. આ ગ્રુપમાં અમે બધા ‘ડોસા-ડોસી’ઓ એક બીજા સાથે સંવાદ કરીએ છીએ.

  આ વખતે મને એક પ્રસંગ યાદ આવે છે. મારા એક મજાના મિત્ર છે દિપક વોરા. દિપકભાઇ બહુ સારા ગાયક છે અને તેને ૧૦૦૦થી વધારે ફિલ્મી ગીતો કંઠસ્થ છે. એટલું જ નહિ પણ મોટાભાગના ગીતોના કવિ, સંગીતકાર, ગાયક કલાકારો, અદાકારો અને ફિલ્મનું નામ પણ તેમને યાદ હોય. અંતાક્ષરીમાં તેઓ અમારી હાજરાહજૂર મેમરી બેંક છે. ૬૨ વર્ષની ઉંમરે તેઓ વાયોલીન શીખવા જાય છે! મશહૂર અને સદાબહાર ફિલ્મ અભિનેતા શ્રી દેવ આનંદના તેઓ જબરા પ્રશંસક અને ‘ફેન’ છે. છેલ્લા વીસ-પચ્ચીસ વર્ષથી તેમના સંપર્કમાં છે અને બે-ચાર વાર રૂબરૂ પણ મળી ચૂક્યા છે. અવારનવાર શ્રી દેવ આનંદ સાથે ફોનથી વાતચીત કરે. બે વર્ષ પહેલાં દિપકભાઈએ સાંઇઠ વર્ષ પૂરાં કર્યાં ત્યારે તેમના સંતાનોએ તેમની ષષ્ઠિપૂર્તી ઉજવી. એ વખતે તેમણે શ્રી દેવ આનંદને ફોન કરી કહ્યું કે ‘સર ! ટુ ડે આઇ એમ સિક્ષ્ટી યર્સ ઓલ્ડ.’ ત્યારે દેવ સાહેબે બહુ સરસ વાત કરી. ‘દિપક, નેવર સે યુ આર સિક્ષ્ટી યર્સ ઓલ્ડ, સે સિક્ષ્ટી યર્સ યંગ.’

  મારી ઉંમર (૬૨) કરતાં વધારે વર્ષોથી તો દેવ સાહેબ ફિલ્મ ઉદ્યોગમાં છે ! તેમની પહેલી ફિલ્મ ‘હમ એક હૈં’ સન ૧૯૪૬ માં આવી. અત્યારે તેમનાથી ત્રીજી પેઢીના ફિલ્મ કલાકારો નિવૃત્ત થઇ ગયા છે! જ્યારે તેઓ હજુ કાર્યરત છે.

  ઉંમરની અસર ભલે તન પર થાય, મન પર ન થવા દેવી જોઈએ.

  શ્રી વિશ્વદીપભાઇ કહે છે,

  બદલો જુના વિચારોનો વેશ જે પે’રી ફરતા રહો છો આજ,
  રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી.

  Read more: http://bhajman-vartalap.blogspot.com/2010/06/blog-post_30.html#more#ixzz0sLsV9pmP

  ટિપ્પણી by bhajaman nanavati | જૂન 30, 2010

 14. જાણે ભગવાન કઈ સાંભળતો નથી, લાગે સૌને સાંઠ પછી
  …………….
  સરસ રચના!
  Ramesh Patel(Aakashdeep)

  ટિપ્પણી by Ramesh Patel | જુલાઇ 1, 2010

 15. અરેરે! વિશ્વદીપ ભાઈ.

  આવું ન હોય, ન હોય મારા વીરા, ન હોય. મજા કરો બાપુ.
  બીજા સમદુખીયા કે સમસુખીયા હારે મજો કરવી હોય તો અમારા ગ્રુપના સભ્ય બનાવી દઉં.

  ટિપ્પણી by સુરેશ જાની | જુલાઇ 1, 2010

 16. The key is:
  બદલો જુના વિચારોનો વેશ જે પે’રી ફરતા રહો છો આજ,
  રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી.

  ટિપ્પણી by પંચમ શુક્લ | જુલાઇ 7, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: