"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પિતા હવે! (Happy Father’s day)

પિતા, વાત્સલ્ય  તણું ઝરણું,    ક્યાં મળે  છત્રછાયા એની હવે?
ચાલતા  ઠેસ લાગે પડું પણ  કોની પકડવી આંગળી પિતા હવે?

સતત કરતાં રહ્યાં રખેવાળી  મૌનભાવે  સારાએ  કુટુંબની  તમે,
માર્ગમાં હજું  ભુલો પડુ છું, રાહ સાચો કોણ દેખાડશે   પિતા હવે?

ઘટાદાર વૃક્ષ સમા સતત ફળ-ફ્લોનો  આશ્વાદ  સૌને દેતા રહ્યાં,
પગે પડે છાલા સતત તાપના,   કોણ આપે  પગરખા પિતા હવે?

ખુદ સાદગીનો ભેખ પે’રી,    સગા-વ્હાલાને   ખુશાલી  દેતા રહ્યાં,
તરસ્યો છું , નિસ્વાર્થ પ્રેમ નગરની  ગાગર કોણ  દેશે પિતા હવે?

કદર  ક્યારેય ના કરી! હતાં સાક્ષાત  અડીખમ  એક પહાડ સમા,
માત્ર  છબી  લટકી રહી ભીંત પર,દીકરો  કરે આરતી પિતા  હવે!

Advertisements

June 20, 2010 - Posted by | સ્વરચિત રચના

9 Comments »

 1. wonderful!
  ghanuj saras kaavya

  Comment by vijayshah | June 20, 2010

 2. Thank you vijaybhai..happy father’s day to you my friend.

  Comment by વિશ્વદીપ બારડ | June 20, 2010

 3. લાગણીશીલ અને ભાવુક.
  મારા જેવા નશીબદારો ’માત્ર છબી લટકી રહી ભીંત પર,’ પહેલાં જ પિતાનું ઋણ ચુકવવા માંડે તો પણ સાત જન્મારેય તે પુરું ન થાય ! ઘણું પ્રેરણાદાયી કાવ્ય. આપની અનુમતીની અપેક્ષાએ મારી ફેસબૂક પર લિંક મુકું છું. આભાર.

  Comment by અશોક મોઢવાડીયા | June 20, 2010

 4. આજ ના એક ફાધર્સ ડે નો મહિમા એટલો તો ખરો જ કે આજે આપણે આપણા પિતા માટે જે ખરા અંતરની લાગણી અનુભવતા હોઇએ ,જે અંતરમાં ધરબાયેલી હોય તે વ્યક્ત કરવાની તક મળે છે.

  Comment by Rajul Shah | June 21, 2010

 5. અજે ફાધર્સ ડેની ઉજવણી શરૂ થયાને સો વરસ પૂરાં થયાં ૧૯૧૦માં આ પ્રણાલિકા શરૂ થઈ હતી. સરસ ભાવભરી શ્રધ્ધાંજલી. Hpappy father’s day to you and all fathers in the world.

  Comment by jagadishchristian | June 21, 2010

 6. Abehub chitra
  chheli pankti ghani asarkarak chhe.
  pit anu sat janmare pan chkvay tem nathi e samaj apna balako ma kyare avshe?
  Hardik abhinandan vishwadeepbhai

  Comment by Satish Parikh | June 21, 2010

 7. આખો મા આસુ તણી ઝાક્ળ બાજી,ક્યાં મળે ક્ષત્રછાયા એની હવે? વાચી
  ખુબ સરસ કાવ્ય [મારુ ક્મનસીબ મે મારા પિતાજી ને જોયા જ નથી] ખરેખર કાવ્ય રુદીયા ને હ્ચમચાવી ગાયુ

  Comment by shakil munshi | June 21, 2010

 8. Excellent, and so realistic. We only learn to appreciate what we have/had, only after we lose it. Thank you for sharing your emotions…it reflects ours also.

  Comment by Hemant Gajarawala | June 22, 2010

 9. હ્ર્દયસ્પર્શી કાવ્ય અને આબેહૂબ વર્ણન પિતાનું આંખો છલ્કાય જાય જ્યારે યાદ અતિ આવી જાય..
  સપના

  Comment by sapana | June 22, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s