ઘડપણ..!
ઘડપણ આવે ગભરાત નહીં, જીવન મૌસમ માની મનથી વધાવજો,
ડુબતા સૂરજ સમી આ જિંદગીની સંધ્યા ને પ્રેમથી વધાવજો.
લાકડી ટેકો બને,ચશ્મા બને આંખનો આધાર,કાને કઈ સંભળય નહી,
કાંઈ વાંધો નહી, જિંદગીનો આજ ક્રમ છે માની ખુશીથી વધાવજો.
અપેક્ષા, આશા અને મોહ-માયાની આ નગરીથી દૂર સદા રહેજો,
બધુ ચાલશે, ફાવશે,ગમશે , સાદગીનો વેશ પે’રી એને વધાવજો.
જમાનો બદલાયો છે , હવા બદલાય છે સંતાન સહારો આપે નહી,
નર્સિંગહોમનો સહારો લેતા ખચકાશો નહી, આ વાત હસીને વધાવજો.
સાંજ પડી છે , ઝાંખી કરી જુઓ બહાર સંધ્યા સોળેકળા એ ખીલીછે,
નમતા સૂર્યને સુવિદાય આપી, આવનારી નવી ઉષાને વધાવજો.
જમાનો બદલાયો છે , હવા બદલાય છે સંતાન સહારો આપે નહી,
નર્સિંગહોમનો સહારો લેતા ખચકાશો નહી, આ વાત હસીને વધાવજો
ખુબજ સરસ કવિતા બદલાતા જમાના સાથે ઘણુ બઘુ સ્વીકર વુ પડે છે, ઘડ્પણ નુ નામ પડ્તાજ ડર લાગે છે, આપે એ ડર દુર કરવાની ખૂબ જ સારી કોશીશ ક્રરી છે.પેટ્છુટી વાતકરુ તો મને વ્યવસ્થિત લખતા આવડ્તુ નથી [કોલેજ કાળ મા કોશીશ કરેલી બે ચાર કવિતા લખવા ની] સાચેજ આપના બઘીજ પોસ્ટ ખૂબ જ સરઅસ હોય છે. ઘડપણ વાચી
નરસિહ મહેતા યાદ આવિ ગયા
ઘડપણ કોણે મોકલ્યું ? જાણ્યું જોબન રહે સૌ કાળ
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ;
ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયા છે કેશ… ઘડપણ…
નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, ખૂણે ઢાળો એની ખાટ….. ઘડપણ…..
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ;
રોજ ને રોજ જોઈએ રબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ… ઘટપણ…
પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય;
ઘરનાં કહે, મરતો નથી રે, તને બેસી રહેતા શું થાય ?…. ઘડપણ….
દીકરા તો જૂજવા થયા રે, વહુઅરો દે છે ગાળ;
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ ?…. ઘડપણ…
નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
બૈરાં, છોકરાં, ફટ ફટ કરે રે, બાળક દે છે ગાળ….. ઘડપણ…
આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી છોડી વાંસળી રે, લેઈ લીધી તેણી વાર….. ઘડપણ…
એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર;
ધરમના સત્ય વચન થકી રે, મહેતો નરસૈંયો ઊતર્યો ભવપાર…. ઘડપણ
– નરસિંહ મહેતા
[…] https://vishwadeep.wordpress.com/2010/06/17/%e0%aa%98%e0%aa%a1%e0%aa%aa%e0%aa%a3-2/ […]
એક સારા સમાચાર
ઘડપણ અટકાવતી ચમત્કારિક દવા વાસ્તવિક બનવાની દિશામાં વધુ એક ડગલું આગળ વધી છે.
અંગપ્રત્યારોપણ વખતે દર્દીનું શરીર નવા અંગને દુશ્મન ગણી ફગાવી ન દે તે માટે જે દવાઓ
આપવામાં આવે છે તે દવાઓ પર અમેરિકાની સંસ્થાઓએ પ્રયોગ કરતાં તે ઘડપણને
અટકાવનારી અને જીવનને લંબાવનારી સાબિત થઈ હતી. પ્રયોગશાળામાં ઉંંદરો ઉપર પ્રયોગ
કરતાં આ દવાઓથી ઉંદરો ૧૪ ટકા વધુ જીવ્યા હતા. તેમને ઘડપણ એટલું મોડું આવ્યું
હતું.માનવીની ઉંમર ૬૦ વર્ષની થઈ હોય તેટલા મોટી ઉંમરના ખોરાકમાં રેપામાઈસિન
આપવામાં આવી હતી
VERY NICE