મારી ભાવિ પત્નિ !!
એરપોર્ટ સિક્યોરિટી ચેકની લાઈન ઘણીજ મોટી હતી પરંતુ મારી પાસે ઈનફ ટાઈમ હતો. મેં મારું ડ્રાવીંગ લાઈસન્સ અને ટ્રાવેલ આઈટેનરીની કોપી બહાર કાઢી રાખી હતી.’મીસ્ટર…હલો, હલો ! “You drop your Driving licence.(તમારું લાઈન્સન્સ નીચે પડી ગયું છે)મારી પાછળ ઉભેલી બહુંજ ખુબસુરત છોકરી બોલી.અને ફ્લોર પર પડી ગયેલ મારું લાઈસન્સ મારા હાથમાં આપ્યું.’Oh, Thanks a lot..you saved my life!’ ( આપનો ઘણોજ આભાર.,મારી જીદંગી જાણે બચાવી!).’ મારા લાઈસન્સ આઈ.ડી વગર મને આ સિક્યોરિટીવાળા રોકી રાખત..!’ ‘That’s OK..’. ઉતાવળમાં આવું બને! મેં ફરી ફરી આભાર માન્યો..સિક્યોરિટીમાંથી પસાર થયો એ પણ મારી પાછળજ હતી. મારે ગેઈટ નંબર ૨૫ પર જવાનું હતું અને ઘડિયાળ તરફ નજર કરી તો હજું પ્લેનને એકાદ કલાકની વાર હતી. ખાસુ ચાલવાનું હતું. ગેઈટની નજીક ફાસ્ટ-ફૂડની ચાઈનીઝ ફ્રેન્ચાઈઝ હતી ત્યાં લાઈટ લન્ચ લેવા રોકોયો ત્યાં જ એ જ છોકરી બેઠી બેઠી ચાઈનીઝ-ફૂડની મજા માણી રહી હતી.’May I seat next to you?'(હું તમારી બાજુમાં બેસી શકું?).’ઑફકોર્સ! મેં કહ્યું: “સિક્યોરિટી વખતે તમે જે..’ “એ અધવચ બોલી.. ‘મીસ્ટર!’ મેં કહ્યું મારું નામ: ‘નીમેશ છે.’ એમ કહી મેં હાથ લંબાવ્યો. તેણીએ મારી સાથે હાથ મિલાવી કહ્યું: “મારું નામ રુક્ષા છે ..આપને મળી ઘણોજ આનંદ થયો. મારે બોસ્ટન જવું છે અને હજું પ્લેન બૉર્ડીગ થવાને વીસ મીનિટની વાર છે’. ‘What’s a co incident! I am also going to Boston! ( કેવી અજૂકતી ઘટના કહેવાય..મારે પણ બોસ્ટનજ જવાનું છે).મેં કહ્યું : ‘આપણે સેઈમ પ્લેનમાં છીએ. તમારો સીટ નંબર શું છે ? મારો આઈલમાં ૨૦ નંબર છે. તમારો?’ મારે વીન્ડો સીટ છે..નંબર ૩૧). ‘બોસ્ટનની ત્રણ કલાકની ફલાઈટ છે..પ્લેનમાં જો કોઈ સીટ નંબર ચેઈજ કરવા દેશે તો આપણે સાથે બેસીશું.’ ‘No problem!’ બૉર્ડીગનું એનાઉન્સમેન્ટ થયું. પ્લેનમાં મારી બાજુમાં બેઠેલી એક લેડીને મેં રીક્વેસ્ટ કરી: ‘We are together..can you!(અમો સાથે છીએ..તમે..?) લેડી સીટ એકસચેઈજ કરવા તૈયાર થઈ ગઈ અને રુક્ષા મારી બાજુંમાં બેસી ગઈ! એકદમ સુંદર જાણે કે ઈશ્વરે નવરાશની ઘડીમાં શાંતીથી તેણીને ઘડી હશે! પહેલીજ નજરે તો મને કોઈ અમેરિકન જેવીજ લાગી એટલી એ રુપાળી હતી! પાંચ ફૂટની હાઈટ..સિંગલ–પાતળું બોડી! ઉંમર લાગે લગભગ ૨૦ વરસની આસ પાસ ! મારી ઉંમર ૨૪ની..આપણો જો આની સાથે મેળ પડી જાય!.હું તો ખુશ પણ મારી મમ્મી પણ એટલીજ ખુશ થઈ જશે! હું તો સ્વપ્નની દુનિયામાં આળોટવા લાગ્યો!
‘નિમેશ! તમે શું કરો છો!’.રુક્ષા શું બોલી એ સ્વપ્નની દુનિયામાં ખોવાયેલો હું. કશો ખ્યાલ ના રહ્યો! માફ કરજો ‘આપે શું કીધું?’ ‘ ‘તમો ખોવાયા, ખોવાયા લાગો છો!! તમો શું કરો છો?’ ‘હા..માફ કરજો થોડા જોબના વિચારો માં..હું બોસ્ટનમાં કમ્પુટર સોફટ્વેર એન્જિનયર તરીકે જોબ કરૂ છું.’ ‘How nice!(સારૂ કહેવાય)’ હું પણ બોસ્ટનમાં જ રહું છું.’ ‘મેં એન્જિનયરની ડિગ્રી ટેક્ષાસ એ. & એમ. યુનિવસિટિમાંથી લીધી અને જોબ મને બોસ્ટનમાં મળી.’ ‘તમારો હવે શું પ્લાન છે?’ રુક્ષાએ બહું સોફટ વોઈસમાં પુછ્યું. ‘જુઓને મારી મમ્મી હવે .’ ‘એજને કે હવે લગ્ન કરી લે. આપણાં દરેક ભારતીય મા-બાપની ભણી લીધાબદ જેવી જોબ શરૂ કરીએ , એટલે..લગ્નની વાત પહેલાં.’ ‘તમારી વાત સો ટકા સાચી છે..મને લાગ્યું કે આ છોકરી ઘણીજ મોર્ડન અને સમજું છે.મેં વાત આગળ ચલાવી. એક વાત કહું?’ ‘જરૂર.’ હું છોકરી જોવા ભારત ગયો પણ એમને એમ પાછો આવ્યો. હું અહી જન્મ્યો છું અને ભારતમાં પરણી કોઈ પણ છોકરીને લાવીએ તો તેણીને અડજસ્ટ થતાં બે વરસ જેટલાં થઈ જાય.’ વચ્ચે વાત ઉમેરતાં રુક્ષા બોલી: ‘અહીં જન્મેલી છોકારીઓ માટે પણ આજ પરિસ્થિતી ઉભી થાય છે. ભારતમાં અહીં જન્મેલી છોકરીને કોઈ ઓરથોડોક્સ છોકારો મળી જાય તો વાત ડીવોર્સ સુધી પહોંચી જાય! તેના કરતા અહીંજ જન્મેલા કોઈ ભારતીય છોકરી-છોકરીઓ મળી જાય તો અહીંના સામાજીક, કૌટુંબિક બાબતથી વાકેફ હોય્.’ ‘આ વાતમાં હું સો ટકા સહમત છું..કારણ કે અહીંની કૌટુંબિક વ્યવસ્થા ઘણીજ જુદી છે.’ ‘હું મનોમન ખુશ થયો કે રુક્ષાને મારા વિચારો કેટલા મેચ થાય છે! એ હસતાં હસતાં બોલી: હસબન્ડ-વાઈફ બન્ને જોબ કરતાં હોય તો વાઈફ રસોઈ બનાવે તો હસબન્ડ જમ્યાબાદ ડીશ વોશ કરી નાંખે, ટેબલ તેમજ્ કીચન સાફ કરી નાંખે..ઉપરાંત સવારે ઉઠી પત્નિ માટે કૉફી તૈયાર રાખે..ગારબેજ-બેગ બહાર મુકી આવે..ખરુને નિમેશ?’ ‘હા.હા જરૂર બન્ને જોબ કરતાં હોય તો એકાબીજાના સહકારથીજ ઘર ચાલે!’ ‘રુક્ષા, તમારાંને મારાં વિચારો..’ વચ્ચે બોલી: ‘વિચારો મળે છે..કારણ કે આપને બન્ને અહી જન્મ્યા છીએ.’ રુક્ષા મને મળતાવડી અને એકદમ મોર્ડન વિચારોની લાગી. ‘Excuse me Ruksha, I need to go to restroom.’ ( રુક્ષા , તકલીફ બદલ દરગુજર, મારે બાથરૂમ જવું પડશે)..એમ કહી બાથરૂમ તરફ ગયો. બાથરૂમ પ્લેનની પાછળના ભાગમાં હતું. ..મેં સેલ ફોન માંથી મારી મમ્મીને ફોન કર્યો: ‘Mom, I have a good news for you”..( મૉમ, તને એક સારા સમાચાર આપવાના છે)..’જલ્દી કહે’ ..નિમેશની મમ્મી ઉતાવળી બોલી..’શું સારા સમાચાર છે?’..’મૉમ, મારી સાથે પ્લેનમાં એક ઈન્ડીયન ગર્લ છે , મૉમ, ઐશ્વર્યા એની પાસે પાણી ભરે એવી સુંદર અને દેખાવડી છે, મેં તમને હમણાંજ સેલફોનમાંથી ફોટો ઈ-મેલ કર્યો.’ ‘હા હા, હું અબીહાલ મારી ઈ-મેલ જોવ છું. ‘ Wow! she looks gorgeous!( તેણી તો પરી જેવી સુંદર લાગે છે).મૉમ પણ એકદમ આનંદમાં આવી બોલી ઉઠી.’ Congratulation, my boy’!( દીકરા મારા તને અભિનંદન)..’ ‘મૉમ, અમારી આ પહેલી મુલાકાત છે, પણ મને એવું લાગે છે કે હું પણ તેણીને ગમું છું, એ મારી ભાવિ પત્નિ બને તો મારું સ્વપ્ન શાકાર બની જાય!’.’ PLease fasten your seat belt, plane is landing right now, also turnoff your cell phone, computer or any electronics devices…( સૌ પોતનો સીટબેલ્ટ બાંધી લો, પ્લેન લેન્ડીગ કરી રહ્યું છે, મોબિલ ફોન,કમ્પુટર અને બીજી ઈલેકટ્રોનિક્સ સાધનો બંધ કરી દો). મૉમ, હું લેન્ડ થયાં બાદ તમને ફોન કરું છું.’ ‘ઑકે,, બેટા, બાય…’
પ્લેન લેન્ડ થયું , રુક્ષાની સુટકેસ મેં કમ્પાર્ટમેન્ટમાંથી ઉતારી દીધી..’Thank you Nimesh..you are such a nice gentleman!(આપનો આભાર, નિમેશ, તમે એક સારા સજ્જન વ્યકતિ છો). સુંદર સ્મિત આપી રુક્ષા બોલી . મેં પણ સ્માઈલ આપી કહ્યું: ‘યુ આર વેલકમ!.’ બન્ને સાથે બેગ-કલેઈમ્સ તરફ જવા લાગ્યાં..ત્યાં બેગ-કલેઈમ્સ પાસે બે બાળકો અને એક છ ફૂટનો બ્લેક મેન( અમેરિકન કાળો હબસી)રુક્ષાની નજીક આવ્યાં..’Mom, love..yaa…કહી રુક્ષાને ભેટી પડ્યાં.. રુક્ષા બન્નેને ભેટીપડી અને બાળકોને ઊચલી લીધા.તુરતજ તેણીએ પરિચય આપતાં કહ્યું: ‘Please meet my husband Henry and My two beautiful children, Nichole & Pintu’..( આ મારા પતિ હેન્રી અને મારા સુંદર બાળકો..નિકોલ અને પિન્ટુ છે..એમને મળો)..
અહીંના વાતાવરણથી ન ટેવાયલાને આશ્ચર્ય થાય પણ એવી પણ ઘટનાઓ જોઇ છે જે આગળ વધી હોય…જેમા ભાનવગરના-ભાવનગરા થયા હોય!
હંમણા જ ટોરન્ટોમા ભેગા થયેલા અમારા સ્નેહી શ્રી ભરત ઊપાધ્યાય-સાઉન્ડ ઈજનેર, ધંધો શોખ-વીડિયો ગ્રાફી,સગીત -તેણે આવી ઘણી વાત કરી પણ છેલ્લે તેણે કહ્યું કે તેણે પાડેલ લગ્નના આલ્બમ તથા વીડીયો લઈ ન જતાને તે અંગે યાદ કરાવ્યું તો તેણે ઉતર આપેલો કે છૂટા થઈ ગયા હોવાથી નથી લેવુ !
ભરતભાઈએ ખાસ સમજાવ્યું કે તો તો યાદગીરી લઈ જવી જ જોઈએ…
અહીંની મઝાની વાત
Good story I must congratulate VishvadeepBhai- Thank you for sharing
વાર્તાએ સરસ રીતે મનગમતા ઝૂલામાં ઝૂલાવ્યા.
અમેરીકન સરપ્રાઈઝ દઈ દીધું,વિશ્વદીપજીએ.અભિનંદન.
વાર્તા આગળ વધે તો કદાચ બે બાળકો વાળી પત્નીનું સુખ
પણ ભાવી પત્ની તરીકે વાંચવા મળે કારણકે ઐશ્વર્યારાયની
છબી જડાઈ ગઈ છે દિલમાં.
રમેશ પટેલ(આકાશદીપ)
ખુબ સરસ સ્ટોરી આપની ક્લમ ના અલગ અલગ અંદાજ માણવા ની ખુબ મજા પડે છે,
મજા આવી ગઇ……
પ્રથમ વખત આપના બ્લોગમાં આવી ખુબ મજા આવી….
નાનકડા પ્રસંગને આપે સુંદર રીતે શબ્દોમાં પરોવ્યો છે….!
ચોવીસ વર્ષના કુંવારા યુવાન માટે સુંદર , યુવાન, સમજણી, ભણેલી-ગણેલી દરેક યુવતી ભાવી પત્ની જ હોયને ….!!!!! હમેશા ધાર્યું થતું નથી એ ઝટકો પણ સાચો દીધો….
આવા સરસ બ્લોગ માટે આપને ખુબ-ખુબ અભિનંદન ….
એકદમ સરસ વાર્તા.
સરસ વાર્તા માણી મજા આવી અને તેમાં પણ અંતમાં જે ઝાટકો આપ્યો તે ખૂબજ ગમ્યો ! ચોટદાર અંત સુધી નિમેષે કેવા સુંદર સ્વપ્ના જોઈ લીધા હશે !
શું ગજબનો અંત લાવ્યા છો?
આમ પણ બને ..
શેખચલ્લીનો મહેલ પળવારમાં કડડભૂસ?
અણધાર્યો વળાંક.
સરસ રહ્યુ.
HI,
KHUBAJ SARAS MAJANI STORY6E,
VARTA NO DHYEY E CHE KE JANYA VAGAR KOINE PREM NA KARVO JOIE SACHU NE MITRA?
BYE TACK CARE.
REGARDS,
JIGNESH THAKKAR.
Very nice…antma shu avse e vicharta kari didha…maza aavi gai.
વાઈફ રસોઈ બનાવે તો હસબન્ડ
જમ્યાબાદ ડીશ વોશ કરી નાંખે,
ટેબલ તેમજ્ કીચન સાફ કરી નાંખે..
ઉપરાંત સવારે ઉઠી પત્નિ માટે કૉફી તૈયાર રાખે..
ગારબેજ-બેગ બહાર મુકી આવે..
ખરુને નિમેશ?’
……….હમને તેરે પ્યાર કે લીયે ક્યા ક્યા નહી કિયા (ઓર કરને કો નહી સોચા)… સુંદર પ્રેઝનટેસન!!!!
વાહ્.આકાશમાંથી નીચે પટક્યા એક્દમ તમે તો..જોરદાર ટ્વીસ્ટ..
ક્યા સે ક્યા હો ગયા… !!!
સ_રસ વાર્તા.
Quick love quick lost.
વાર્તાના અંતમાં જબરો ઝટકો આપ્યો. સારો પ્રયાસ.
વિશ્વદિપભાઈ તમે તો અંત એવો લાવ્યા કે હલી જવાયુ!!
સપના