સાવ કોરો હાંસિયો…
ખૂબ સ્વ છંદી નદી છે, ફાવે ત્યાં ફંટાય છે,
તે છતાં કાં નદી, અવલોકમાં પૂજાય છે.
મોરપિંછાની થવાની માનતા પૂરી હવે,
આંગળી પકડી પવનની, દ્વારકા એ જાય છે.
માછલીએ જાળને જમવાનું દીધું નોતરું,
તે પછી દરિયામહીં એ માછલી ચર્ચાય છે.
કાટખૂણે જાતને છેદી શકો તો ધન્ય છો,
સત્ય આ સમજાવવા તો સાથિયા ચીતરાય છે.
શિર ગગનું શર્મથી ઝૂકી જતું જોઈને,
ભાન ભૂલી સૂર્ય જ્યારે ખીણમાં રોકાય છે.
રણ તને છાંટો ય પાણી નહિ મળે, કેમ કે-
આકાશમાં તો black માં વાદળા વેચાય છે.
શબ્દને સાધી શક્યાની વાત તો બહૂ દૂરની,
સાવ કોરો હાંસિયો પણ ક્યાં હજી સમજાય છે.
-ધૂની માંડલીયા
ખૂબ સ્વ છંદી નદી છે, ફાવે ત્યાં ફંટાય છે,
તે છતાં કાં નદી, અવલોકમાં પૂજાય છે.
મોરપિંછાની થવાની માનતા પૂરી હવે,
આંગળી પકડી પવનની, દ્વારકા એ જાય છે
——————————
સ્વાર્થ સાથે સબંધોના સમીકરણ રચાય છે,
હવે પવન પ્રમાણે બધુ જ ફંટાય છે,
હોય ભલે સબંધોનાં ખેતર લીલાછંમ,
થોડુક ખોતરો ત્યાં જ મૂળિયાં દેખાય છે,
જેની પ્રક્રૂતિ ભીંજાવાની જ નથી,
તેને વરસાદની મોસમ ક્યાં સમજાયછે?
શબ્દને સાધી શક્યાની વાત તો બહૂ દૂરની,
સાવ કોરો હાંસિયો પણ ક્યાં હજી સમજાય છે.
Very nice. Liked it. You may like,’ફરિયાદ’ in my blog.
દ્વારિકાના નાથ ને કેવી ફરિયાદ છે,
આવો નઠારો બની જાય તુ,
તોયે ચૌદ ભુવનમાં પૂજાય તું.
[…] Author: WordPress.com Top Posts […]
પિંગબેક by સાવ કોરો હાંસિયો… | indiarrs.net Featured blogs from INDIA. | મે 27, 2010