મારી મિત્ર સમી પત્નિ રેખાને!
ઝાંખો ઝંખો જળ હળતો દીપ,
સજોડે, સજોડે બેસી એક હુંફ અનોખી,
સંધ્યાની કરીશું આરતી હું અને તું..
એક મહેંકતો બાગ, જ્યાં ખીલ્યા સુંદર ફૂલ,
સુંદર માળો બાંધ્યો, ખેલતા બાળનાના,
પાંખ આવી ઊડી ગયાં, રહી ગયાં હું અને તું.
શેષ જિંદગીના સહ પ્રવાસી સુમિત્રો બની,
હાથમાં હાથ જાલી દેતા સહારો,
કરીશું યાત્રા પુરી સંગાથે હું અને તું..
મંઝીલ લાંબી વીતી ગઈ સ્વર્ગ સમી,
તુફાનો વચ્ચે હતી સ્નેહની સાંકળ,
સમી સાંજે સાથ સહચર હું અને તું.
એક એક ક્ષણની કેવી મજા સખી!
‘anniversary આવી હસતી આજ,
માણીએ એક અનોખી મહેફીલ હું અને તું ..
***********************************
આજે લગ્નના પવિત્રા બંધનમાં બંધાયા આડત્રીસ વરસ વીતી ગયાં..ખબર ના પડી ..આ બંધંન એવું છે કે જે સૌને ગમે છે જ્યારે જીવનજોડી એકે એક પગલે સુંદર પ્રીતની ઝાંઝર સાથ રણકાવતી હોય!
એક એક તાલ મળતો હોય!..સંગ સંગ ચાલતા ચાલતા..એક એવી મંઝીલ પાસે પહોંચી જવાઈ છે જ્યાં સંધ્યાનું સુદર ગીત સાંભળવા મળે. આ એક એવો અનોખે સમય છે..જાણે આ સંસારી માળામાં શરૂમાં બે હતાં..બાળકો થયાં..પાંખ આવતા ઉડી ગયાં..પોતાનો માળો બનાવ્યો..એમને જોઈ આનંદ થાય..હવે ફરી માળામાં હું અને તું..તો કેમ નહી? જે શેષ જીવન વધ્યું છે અને સારી રીતે, સુદર રીતે વિતાવીએ..એક સાચા મિત્ર બની..
વેપારીઓનો સાથ એ પ્રવાસે નીકળેલાનો મિત્ર છે.
ભાર્યા ઘરમાં વસેલાનો મિત્ર છે.
વૈદ્ય રોગીનો મિત્ર છે અને
દાન મરણની તૈયારીવાળાનો મિત્ર છે
ॐ सहनाववतु ।
सह मया पयतु ।
सह प्रिये भुनक्तु ।
उच्छिष्ठानि पात्राणि सह मया धावतु ।
वस्त्राणि प्रक्षालयतु ।
सांधँ कायँ कुर्वहे ।
साधँ स्नेहं कुर्वहे ।
साघँ गेहं रचयावहे ।
मा विद्विषावहै ।
ॐ शांति: शांति: शांति: ।
ઈશ્વર આપણા બંનેનું રક્ષણ કરે.
હે પ્રિયે ! તું મારી સાથે રાંધ,
તું મારી સાથે ભોજન કર;
એંઠાં વાસણો તું મારી સાથે માંજ;
તું મારી સાથે કપડાં ધો;
હે પ્રિયે આપણે સાથે કાર્ય કરીએ,
આપણે સાથે સ્નેહ કરીએ,
આપણે સાથે ‘ઘર’ બનાવીએ;
આપણે એકબીજાનો દ્વેષ ન કરીએ
. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
ઉપરોક્ત સંસ્કૃત રચના કવિ હર્ષદેવ માધવની છે.
લગ્ન ના પવિત્ર બંધનમાં રહો ખુશ સદા!
દેહ,આત્મા ને ધર્મથી પામો ઉન્નતી સદા!
અભિનંદન
મંઝીલ લાંબી વીતી ગઈ સ્વર્ગ સમી,
તુફાનો વચ્ચે હતી સ્નેહની સાંકળ,
સમી સાંજે સાથ સહચર હું અને તું.
Vishwadeepbhai-Rekhaben
Heartiest Congratulations
Congratulations on your 38th marriage anniversary.
Happy Anniversary and wish you all the best.Married for 38 years, but both are loving to each other looks like newly married couple. Wish you many more years of happiness and long loving life.
અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ 38 વર્ષના સફળ અને પ્રેમાળ સહજીવનની ! આવનારા વર્ષો આથી પણ વધુ લાગણીભીના અરસ-પરસ હુંફાળા બની રહે તેવી શુભેચ્છા સાથે પરમકૃપાળુ પરમાત્માને હાર્દિક પ્રાર્થના !
સ-સ્નેહ
અરવિંદ
વિશ્વદીપભાઈ અને રેખાબેન,
તમને બંન્નેને અભિનંદન.આવનારા વર્ષો પણ ઘણી બધી ખુશીઓ લઈને આવે.
તમારા બંન્નેનો પ્રેમ અને લાગણી હમેશા ભરપુર રહે એવી પ્રભુને પ્રાર્થના.
Happy marriage anniversary and life to come! my friend.
Happy to see you both in the photo.
નમસ્તે, કેમ છો? લગ્નદિવસ અને લગ્નજીવન માટે શુભેચ્છાઓ. તમે બન્ને ઘણાઘણા વર્ષો સુધી સૌની સાથે પ્રેમ વહેંચતા જ રહેશો એની અમને ખાત્રી છે.ઓસ્ટીન આવો.
સરયૂ અને દિલીપ.
http://www.saryu.wordpress.com
happy anniversary to u’ll. you guys one of the best couple.you enjoy the life together in best way.congratulation
Vishwadeepbhai & Rekhaben,
CONGRATULATIONS !
ફુલવાડી”માં આ “મિત્રતાનું ફુલ” નિહાળેતા,
વિચારૂં કે કેવી હશે લગ્ન દિવસે આ બે ફુલકળી ?
સુંદર હશે, કે ખીલી છે બે સુંદર પુષ્પોરૂપે આજે !
નિહાળી, “જુગ જુગ જીઓ”કહી, “ચંદ્ર” હૈયે હરખાય છે આજે !>>>ચંદ્રવદન.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
Inviting you to Chandrapukar !
congratulations…khoob khoob shubhechchhaao..
Lata Hirani