"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ ભજવેલ એક અનોખું ભવ્ય નાટક. “એક અનોખી મહેફીલ

ગાંધીજી: મુકુંદ ગાંધી, કસ્તુરબા: દેવિકા ધ્રુવ, ઝવેરચંદ મેઘાણી: વિશ્વદીપ બારડ,મોરારજી દેસાઈ: સુરેશ બક્ષી, સરદાર: રસેશ દલાલ, ડૉ.વિક્રમભાઈ:વિજય શાહ, કવિ નર્મદ: કિરિટ મોદી,ચોકીદાર: ફેતેહઅલી ચતૂર
***************************************
 ગુજરાતની સ્થાપ્ના અને નિર્માણને ૫૦ ના વાણા વિતી ગયાં..પચાસ વરસમાં ગુજરાતે જે પ્રગતી કરી છે તે ભારત વર્ષના ઈતિહાસમાં સુંવર્ણ અક્ષરે લખાશે. દુનિયાના દરેક ખુણામાં વસતા ગુજરાતી માટે આ ગૌરવની વાત છે અને  વિશ્વમાં વસતાં દરેક ગુજરાતી અને ગુજરાતી સમાજ આ દિનની ઉજવણી ઘણાં ઉત્સવથી માણ્યો..અને માણી રહ્યાં છે.. હ્યુસ્ટનમાં પણ આ પર્વની ઉજવણી ઘણી શાનદાર રીતે  હ્યુસ્ટન ગુજરાતી સમાજ અને સાથે સાથે બીજી ઘણી સંસ્થાએ હર્ષભેર  ભાગ લઈ ગુજરાતની સંસ્કૃતીને વિવિધ કાર્યક્રમ આપી “ગુજરાત સુંવર્ણ-જયંતિની શાનદાર રીતે ઉજવણી કરી જેમાં ૧૩૦૦થી વધારે વ્યક્તિઓ હાજર રહી, બપોરના ૨.૦૦ વાગ્યાથી સાંજના ૯.૦૦ વાગ્યા સુધી રહી આનંદ માણ્યો.
                                        હ્યુસ્ટન ગુજરાતી સાહ્ત્ય સરિતાએ ..”એક અનોખી મહેફીલ” જેમાં ગાંધીજી, કસ્તુરબા, ઝવેચંદ મેઘાણી, સરદાર, ડો..વિક્રમભાઈ, કવિ નર્મદ, અને ચોકીદાર નું પાત્ર લઈ, હાસ્ય, ગંભીર, અને ગુજરાતની ગૌરવગાથા સાથે  એક અનોખું શાનદાર નાટક ઉજવી, સૌ પાત્રોએ એક છટાદાર અદાકરી પ્રક્ષકોને ચકીત કરી દીધા. નાટક પુરું થતાં જ સૌ પ્રેક્ષકોએ આ નાટક ને ઉભા થઈ..તાળીઓના ગગડાટ સાથે માન આપ્યું અને અમારી સાહિત્ય સરિતાનું આ એક વિશેષ ગૌરવ  ગણાવી શકાય.ફતેહઅલી ચતુર લેખિત, અશોકભાઈ પટેલનું “Direction અને સૌ પાત્રોએ પોત પોતાનું પાત્ર વિશે વિશેષ માહીતી પ્રાપ્ત કરી નાટકને વધારે સુ઼ંદર બનાવવામાં અમૂલ્ય ફાળો આપેલ છે

                         ************************************************************

   ચૌકીદારઃ      હાશ…! માંડ exhibition પૂરૂ થયૂ.  આજનો દિવસ તો બહુ લાંબો હતો. કોણ જાણે આટલા બધા લોકો આ પત્થરની મુર્તિઓ જોવા શું આવતા હશે?            પાછા  ફોટાઓ પાડે..! અરે આટ્લા  ફોટાઓ  તો મારા લગ્નમા પણ નહોતા લીધા. કંઇ નહીં તમે તો નેતા છો ને? પણ આજના સમયમાં આટલા ફોટા પણ આજના     નેતાઓને ઓછા પડે છે.!!
(વલ્લભભાઇ પટેલની મુર્તિ ને સાફ કરતા કહે છે)
તમે થાકતા નથી? આ.. આખો દિવસ આમ ઊભા ઊભા !  બધાને pose આપી આપી ને..!
હા પણ તમે શાના થાકો, તમે તો લોખંડી પુરૂષ..!  (પડદો ખુલે છે અને બધી મુર્તિઓ સ્થિર ઉભી હોય છે)
“સરદાર વલ્લભ ભાઇ પટેલ”..!
(મોરારજી દેસાઇ તરફ જાય છે અને ગણગણે છે)
ઓ મોરારજી ભૈ, ઓ.. મોરારજી ભૈ, આ મુમ્બઇ મા આવી ને અમને ભારે પડી ગઇ..!
સરદારઃ બકવાસ બંધ કર..!
ચૌકીદારઃ (ચમકીને) કોણ બોલ્યુ? કોણ છે ત્યાં? (પછી ભોઠો પડીને) આ રાજકીય નેતાઓની વચ્ચે રહીન મારૂ યે મગજ ચસ્કી ગયુ છે. ખોટા ખોટા આભાસ થાય છે.
(પછી ગાંધીજીની મુર્તિ તરફ જાય છે)
બાપુ તમારા ઉપર તો ખરેખર દયા આવે છે. ખબર નહી તમને શા માટે આટલો વખત આમ ઉભા રાખે છે. જરા વાર બેસી જાઓ, આરામ કરો..!
મોરારજીઃ  હા બાપુ બેસી જાઓ, બેસી જાઓ હવે પ્રદર્શન બંધ થઇ ગયુ, કોઇ નહી જુએ.
                  (મોરારજી ભાઇ ધીમે પગલે આગળ ચાલે છે)
ચૌકીદારઃ (આંખ ચોળે છે, ગાલ પર તમાચો મારે છે અને હાથ પર ચિમકી ભરે છે. અને જોરથી ચીસ પાડે છે.) ના ના હૂં તો જાગુ છું. ઊંઘમા નથી..!
સરદારઃ ઝવેરચંદભાઇ, આવો આવો અંહી, સાંજ પડી, ચાલો આપણે આપણી મહેફીલ જમાવીયે.
ચૌકીદારઃ અરે.. અરે.. અચ્છા તો તમે બધા રોજ સાંજે મહેફીલ જમાવો છો?
સરદારઃ તારે પણ જોડાવુ હોય તો જોડાઇ જા. પણ ખબરદાર જો વાત બહાર ગઇ તો..! ખબર છે ને.. મારૂ નામ સરદાર છે?
ચૌકીદારઃ જી… જી.. જી જી.
ગાંધીજીઃ અરે ઓ નર્મદ ..વીર નર્મદ… આમ ઓરા આવો, ત્યાં દૂર કયાં ઊભા?
નર્મદઃ જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત ! સાંભળ્યું છે કે આજે ગુજરાતમાં તેમન વિશ્વમાં વસતા સૌ ગુજરાતીઓ “સુવર્ણ   જયંતિ   ઉજવી            રહ્યાં છે. એ ઘણાં ગૌરવ અને આનંદની વાત છે    (આગળ આવે છે)

 ઝવેરચંદઃ નર્મદ, તમે તો સુરતના! તમારી સુરતની ઘારી અને વાણીની તો શી વાત? ઘારી ખવડાવશો તો સૌને ગમશે પણ  સુરતી વાણી….

 નર્મદઃ સુરતની  વાણીની વાત પછી. સુરત એતો સોનાની મૂરતની વાત કરો.મે સાંભળ્યુ છે કે તે તો ભારતનું સૌથી સમૃધ્ધ શહેર ગણાય છે .. વાહ! વાહ! મારું સુરત    ફરી પાછુ સોનાનું થઇ ગયું.
ગાંધીજીઃ કેમ છો ઝવેરચંદ! તમે તો રાષ્ટ્રીય શાયર
ઝવેરચંદઃ નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
                 ખબર છે એટલી કે માતની હાકલ પડી છે
રખેવાળઃ વાહ! મેઘાણી સાહેબ, વાહ, વાહ.

ઝવેરચંદઃ આજ કાલ ગુજરાતનાં હાલ શું છે?

ચૌકીદારઃઅરે મેઘાણી સાહેબ, આ ગુજરાતની પ્રગતી તો ગુજરાત મેલ ની ઝડપનેય આંબી ગઇ. પચાસ વરસ પહેલાનુ ગુજરાત  હતુ  એ આજે  અવકાશમાં ઉડી                   ને ચાંદ સાથે વાર્તાલાપ કરતુ થઇ ગયુ છે.

કસ્તૂરબાઃ ચાંદ સાથે વાર્તાલાપ? એ કેવી રીતે?

ચૌકીદારઃ કેવી રીતે?  પૂછો તમારાજ જોડીદાર ને ! આ.. ઉભા,  “વિક્રમ સારાભાઇ”

વિક્રમઃ મેં? મેં શું કર્યુ?

ચૌકીદારઃ તમે શું કર્યુ? અરે તમે શું નથી કર્યુ…! આ Space Center ની સ્થાપના કરીને તમે તો ગુજરાત ને America અને Russia ની હરોળમા મુકી દિધુ.
ગાંધીજીઃ વાહ ! આપણું ગુજરાત આટલુ આગળ વધી ગયું? અરે, ઇન્દુલાલ યાજ્ઞિક ક્યાં ગયા? મહેફીલમાં નથી આવ્યા લાગતા?

વિક્રમઃ હા, ઇન્દુલાલ યાજ્ઞિક કે જેમણે મહાગુજરાતની વાત આગળ મુકી અને આગેવાની લૈ તે ચળવળ્ને અંજામ આપ્યો.
કસ્તૂરબાઃ અને તમે કલ્પના પણ નહી કરી શકો એટ્લુ Modern પણ થઈ ગયુ છે. પણ શાબાશી આપો આપ્ણા  ગુજરાતીઓ ને કે તેઓ America જેવા દેશ મા               જઇ ને વસી ગયા પણ આપણી સંસ્કૄતિ અને માતૃભાષા ને જરાયે નથી ભુલ્યા.

સરદારઃ બાપુ, તમે કહેતા હતા ને કે  ભારત નો વિકાસ કરવો હોય તો પહેલા એના ગામડાનો વિકાસ કરવો જોઇએ?

ગાંધીજીઃ હા.સરદાર, ગામડાનો વિકાસ એટલે દેશનો વિકાસ

ચૌકીદારઃ આપ્ણા Chief Minister એ તમારી સૂચનાનુ બરાબર પાલન કર્યુ છે.

કસ્તૂરબાઃ Who is the Chief Minister of Gujart?

ચૌકીદારઃ What did you say?

કસ્તૂરબાઃ I said who is the chief minister of Gujarat?
                 (બધા અચરજથી કસ્તૂરબાને અંગ્રેજી બોલતા જુએ છે.)

ગાંધીજીઃ બા..  English માં..?

કસ્તૂરબાઃ બાપુ…  આ ગુજરાતીઓ આટલા આગળ વધી ગયા છે તો હૂં કેમ પાછળ રહી જાંઉ?

રખેવાળઃ અરે બાપુ, બાની વાત સો ટકા સાચી છે. હવે તો ગુજરાતી કાર્યક્રમ હોય તો સંચાલકો અંગ્રેજીમાં જ બોલે કોઇ ગુજરાતી બોલતુ જ નથી

ઝવેરચંદઃ ચોકીદાર, આ અંગ્રેજી અને ગુજરાતીની વાત છોડો.

                     હા ભૈ, બતાવો બતાવો કોણ છે ઇ ભડવીર જેણે મારી ગુજરાત મા ના ધોળા ધાવણ ની લાજ રાખી છે..!

ચૌકીદારઃ એ છે “શ્રી નરેન્દ્ર મોદી”

સરદારઃ યાર ! આ લોકો એ મને આમ S.P. Collage ના Compound મા ઉભો રાખી દિધો છે, આ ભૂરાં કબુતરા એ મારો ખભો ખરાબ કરી દિધો છે.

ચૌકીદારઃ સાહેબ, તમે ખભા ની ક્યાં વાત કરો છો..  આ દેશનાં નેતાઓએ ખાદી પહેરી આખો દેશ ખરાબ કરી દીધો છે.હશે કંઈ નહીં બાપુ લો આ ચા પીઓ.
સરદારઃ અરે આતો ભાઈ મોળી છે. આ શું આપ્યું તેં?

રખેવાળઃ સરદાર, હવે તો ખાંડ ગઈ ને સ્પ્લેંડા આવી ગઈ.

મોરારજીઃ હું તો પહેલેથી જ કહેતો હતો કે ખાંડ છોડો , મગફળીનું તેલ છોડો અને ૧૪ કેરેટ સોનુ પહેરો. પણ કોઈ એ મને માન્યો જ નહીં ઉલટાની ઠાઠડી કાઢી.

કસ્તૂરબાઃ હશે હવે જમવાનુ તૈયાર કરૂ?

સરદારઃ ના.. બા ના…! તમ તમારે બાપુ નેજ પિરસો.

નર્મદઃ કાં ? શું વાંધો છે?

વીક્રમઃ મને ખબર છે એમને શું વાંધો છે. બાપુ ના ભાણા મા હોય  ખજુર, ફળ  અને બકરી નુ દૂધ.!
               અને મોરારજી ભાઇ ના પીણા મા હોય…

સરદારઃ (વચ્ચે કાપીને) સાબરમતી નુ પાણી…!  યાર કઇંક જોરદાર ખાવુ છે.

ચૌકીદારઃ જોરદાર ખાવુ હોય તો બિહાર જવુ પડે.

ઝવેરચંદઃ કેમ? ત્યાંના લોકો શું ખાય છે?

ચૌકીદારઃ બિહારના લોકોની તો ખબર નથી, પણ ત્યાંના લાલુપ્રસાદ યાદવ તો બહુ લિજ્જતથી ખાય છે.

.
નર્મદઃ શું ?

ચૌકીદારઃ પશુઓનો ચારો…!

નર્મદઃ ઝવેરચંદભાઇ, આજે તો એવુ મન થાય છે કે એક કવિતા હું લખુ અને તમે એને તમારા ગઢવી રાગમા પડ્છંદ અવાજે ગાઓ કે જલસો થઈ જાય.  ખબર            નહી આજકાલ સારા ગીતૉ લખાય છે કે નહી?  કલાપીને સાંભળવાનુ મન થાય છે.

ઝવેરચંદઃ હા ભાઇ કલાપી તો અમારા ગામના રાજા અને કવિ. એમની કવિતા કેટલી સુંદર ભાવવાળી છે..એના શબ્દો તો જુઓ!.
                 “જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
                   આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
                   માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
                   જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!”

ચૌકીદારઃ સાહેબ, ભુલી જાઓ.. ! ભુલી જાઓ..!  કલાપી..  હં…!  આજકાલ તો Bollywood વાળાઓની બોલબાલા છે…  ऐ क्या बोली तु ! आती है खंडाला સંભળાવશે,

ગાંધીજીઃ બંધ કર …!

ચૌકીદારઃ સાહેબ, હું તો બંધ કરીશ, પણ આ બોલીવુડ વાળા ને કોણ બંધ કરાવશે?

ગાંધીજીઃ(પોઝ) , ઝવેરચંદ તમારુ પેલુ ગીત સંભળાવો રક્ત ટપકતી..

ઝવેરચંદઃ  “રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
                    કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
                     ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.”

સરદારઃ વાહ, ઝવેરચંદ વાહ!

 સરદારઃ અરે હા..! આજકાલ સામાજીક ફીલમ બને છે કે નહી? પેલા કલાકારો નરગીશ, મધુબાલા…?

ચૌકીદારઃ હા હા…!  બને છે ને..! અને કલાકારોની તો વાતજ ના પુછ્તા…   કળાની તો વાતજ ના પુછો, તમારી આંખો પરદા ઉપરથી હટેજ નહી ને !

વીક્રમઃ એ વળી કઈ હીરોઈન?

ચૌકીદારઃ સૌથી શરમાળ અને સૌથી લજામણી કલાકાર…  આપ્ણી…   “ મલીકા શેરાવત..”

સરદારઃ અરે એ તો કહે, સાયગલ અને પંકજ મલીક જેવુ કોઇ ગાય છે કે ?

મોરારજીઃ આહા સાયગલને સાંભળીયેતો એમજ લાગે કે તે ગળામાંથી નહીં દિલથી ગાય છે પેલુ ગીત છે ને जब दिलही तुट गया अब जीके क्या करेंगे

વીક્રમઃ હા..  મે સાંભળ્યુ છે કે આજકાલ એક ગાયક એવુજ ગાય છે કે જાણે ગળા માંથી નહી પણ…

.
ચૌકીદારઃ (વચ્ચે કાપીને) ..નાક માંથી ગાય છે.   આપણો ગુજરાતી કલાકાર…  હિમેશ રેશમીયા.

.
ઝવેરચંદઃ  અચ્છા પેલો ટોપી પહેરીને ગાય છે તે?

કસ્તૂરબાઃ કઇ? ગાંધી ટોપી?

મોરારજીઃ આ મેં જે ટોપી પહેરી છે તેનું નામ પડી ગયુ ગાંધી ટોપી. બાકી બાપુ તો ટોપી પહેરતાયે નહોંતાને કોઈને ટોપી પહેરાવતાયે નહોંતા.

વિક્રમઃ અરે એમ તો ગાંધીજીનાં નામે કેટલાયે તરી ગયા ને કેટલાય તેમના નામે ચરી ગયા.

 
ઝવેરચંદઃ એટલે તમે શું એમ કહેવા માંગો છો ? આ બધા જે ખુરશી પર બેઠા છે તે ગાંધીજીનાં નામે ચરી ગયા છે?

ચોકીદારઃ ચોક્કસ વળી-
                   શેખાદમ આબુવાલા કહેતા
                   નો’તુ બનવું તો યે શિરસ્તો બની ગયો
                   કિંમતી હતો તો યે સસ્તો બની ગયો
                  ગાંધી તને ખબર છે તારુ થયુ છે શું?
                  ખુરસી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

કસ્તૂરબાઃ વીર નર્મદ તમે કોઇ શૌર્ય ગીત સંભળાવો.

બધા સાથે કહે હા, હા, સંભળાવો.

મોરારજીઃ શૌર્યગીતની વાત તો ખરી પણ એમના શૌર્ય કાર્યની વાત. ખબર છે? તેમના સમય્માં સમાજ સુધારાની ઝુંબેશ તેમણે શરુ કરી અને પોતે પણ             વિધવા સાથે લગ્ન કર્યા હતા.નર્મદ તમારું પેલું ગીત ડગલુ….

                     ડગલુ ભર્યુ કે ના હઠવુ ના હઠવુ.વેણ કર્યુ કે ના લટવુ ના લટવુ
..

વિક્રમઃ વાહ, વાહ તમારી કવિતા સાંભળીને તો થાય છેકે ગુજરાતમાં પુનઃજન્મ લઉં.

સરદારઃ તો તમે પણ કંઈ સંભળાવોને..તમને પદ્મભુષણ ઇલ્કાબ મળ્યો હતોને તમારા કામ માટે?

વિક્રમઃ હું શું બોલુ? હું રહ્યો વૈજ્ઞાનીક અને વિજ્ઞાનતો એક સાધન અને મારું સાધ્ય માનવ કલ્યાણ જે એક આધ્યાત્મ્નો એક યજ્ઞ. મને ગર્વ છે કે આ બધી             સિધ્ધિઓ મને ગુજરાતી તરીકે મળી.

કસ્તૂરબાઃ ગર્વની વાત? મારે પણ કરવી છે. આપણા સરદાર લોખંડી પુરુષ જેને ભારત રત્ન નો શ્રેષ્ઠ ઇલ્કાબથી નવાજ્યા છે અને સાચુ પુછો તો બાપુની પ્રગતિમાં તેમનો ઘણો મોટો ફાળો છે

.
રખેવાળઃ બાપુ, તમારે શું કહેવું છે?

ગાંધીજીઃ મારે તો શું કહેવાનું? લોકો જીવનમાં સત્ય અને સંહિષ્ણુતા અપનાવે એટલે જ મને આનંદ. જીવનમાં અસત્યને માટે અવકાશ હોઇ શકે જ નહીં. કારણ કે                સત્ય સિવાય બીજો કોઇ ધર્મ નથી એવી મારી અડગ શ્રધ્ધા છે. સત્યનાં માર્ગે ચાલનાર કદાપી જીવનમાં દુઃખી નથી બનવાનો.
              બાકી લોકો મને સાવ ભુલી નથી ગયા આપણને . દુનિયામાં ઘણી જગ્યાએ મારા પુતળાઓ મુકાય છે. અરે અહીં હ્યુસ્ટનમાં પણ પુતળુ                 મુક્યુ     છે. મારા આદર્શો ભુલાયા છે. હું હજી નથી ભુલાયો.
                         (પડદા પાછળથી) જનનીનાં હૈયામાં પોઢંતા પોઢંતા ગીત વાગેછે.. બધા પુતળા પોતાની જગ્યાએ ઉભારહે છે અને “વૈશ્નવ જન તો તેને રે  કહીએ “ની ધુન સાથે ધીમે ધીમે જવનીકા પતન થાય છે

http://gallery.me.com/thegandhifamily/100020      <click on link to watch video

આ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનો પહેલો પ્રયાસ હતો..આપનો અમૂલ્ય અભિપ્રાય જરુરથી  આપશોજી

Advertisements

મે 18, 2010 - Posted by | ગમતી વાતો

5 ટિપ્પણીઓ »

 1. આ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનો પહેલો પ્રયાસ હતો..આપનો અમૂલ્ય અભિપ્રાય જરુરથી આપશોજી

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | મે 18, 2010

 2. વાહ….!
  કોઈએ સાચું જ કહ્યું છે, એકપણ ગુજરાતી જ્યાં જઈને વસે ત્યાં આખું ગુજરાત ખડું કરી શકે છે.
  વિશ્વદીપભાઈ, આ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનો પ્રથમ પ્રયાસ પણ, દરેક પાત્ર અને એ પાત્ર ભજવતા કલાકાર બધું જ જાણે ગુજરાતની અસ્મિતાના શિસ્તબદ્ધ સૈનિક હોય એ અદા અને એ ભાવુકતાથી આખાય નાટ્ય પ્રવાહને ઉજ્જ્વળરીતે પ્રવાહિત કર્યો.
  પડદા પર અને પડદા પાછળ રહી જે મિત્રોએ આ સુંદર પ્રયોગને સફળ પ્રયોગ બનાવવામાં તન,મન,ધનથી યોગદાન આપ્યું હોય એ દરેકની ભાવનાને બિરદાવવાની એક ગુજરાતી તરીકેની મારી નિષ્ઠા શબ્દ દેહે આપના સુધી પહોંચાડનો નમ્ર પ્રયત્ન કરૂં છું.
  બધા મિત્રોને યાદી.
  જય ગુર્જરી….

  ટિપ્પણી by ડૉ. મહેશ રાવલ | મે 19, 2010

 3. Very good performance by everybody,

  ટિપ્પણી by P K Shah | મે 19, 2010

 4. હ્યુસ્ટનમાં ગુજરાત અને ગુજરાતીઓની સફળ ગાથા આટલી સરસ રીતે ગવાઇ હોય તો એ હ્યુસ્ટન ગુજરાતથી અલગ કેવી રીતે હોઇ શકે?

  અભિનંદન.

  ટિપ્પણી by Rajul Shah | મે 19, 2010

 5. હવે તો તમારા બધા નાટકોની પોલ ખુલી ગઈ છે, હવે આ પોલા ઢોલ બજાવવાનું બંધ કરો અને મોઢા ધોઈ નાખો. અને ઈ મેશ ડિપ ફ્રીઝ માં સાચવી રાખજો કો’ક દી ફરી લગાડવા કામ આવશે.

  ટિપ્પણી by atuljaniagantuk | મે 20, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s