"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગુરૂફળ કે શ્રાપ?

  

                                                           હું મેનાને સમજાવી, સમજાવી થાકી પણ શ્રદ્ધા અને એ પણ આંધળી શ્રદ્ધાના પિંજરામાં સપડાયેલી મારી બેનપણીએ કદી મારી વાતનું ધ્યાન ના આપ્યું. ધર્મના સદગુણો ઘણાં છે પણ એને ખરાં અર્થમાં સમજનારા કેટલાં? અમો બન્ને મેરેજ કરી અમેરિકા સાથે આવ્યા હતાં.નાનપણની આ મારી બેનપણી મેના પહેલેથીજ માનતા માનવામાં, ભુવા-ભગત અને સાધુઓએ આપેલી મંત્ર-તંત્ર વાળી માળા, કંઠી પહેરવામાં માને. એમના મા-બાપ પણ એજ કક્ષામાં ! કદી કદી બહારગામથી આવતા સાધુઓ, ગુરૂઓની સેવા કરવા પણ મેના નાનપણથી જતી. “મેના તું હવે સોળ વરસની થઈ …આ અજાણા ગામથી આવતાં સાધુઓ, ગુરૂઓના સ્થાને રાતે સેવા કરવા જવું એ હિતવાહક ના કહેવાય.’ ‘દક્ષા તું રહી નાસ્તિક તને તો કોઈ પણ સાધુ-સંત ગમતાંજ નથી. તને ભગવાન પ્રત્યે જરી પણ શ્રદ્ધા નથી.’  ‘સાધુ-સંત અને ગુરૂઓની સેવા કરવાથીજ આપણે  ભગવાનના દ્વાર પર જઈ શકીશું! એજ આપણને સાચો માર્ગ બતાવી શકે.’  ‘મેના, તું જ કહે ભગવાનના ભગત સમા આ સાધુ-સંતને સ્ત્રીઓની જ સેવાની કેમ જરૂર પડે?’  ‘દક્ષા એ તને કદી પણ ખબર જે સમજ નહીં પડે! નાસ્તિક લોકો સેવાનો સાચો અર્થ કદી સમજી નહી શકે!

                                                             ‘મેના, તું અને તારા પતિ બન્ને મેડીકલ ટેસ્ટ કરાવી લ્યો જેથી સાચી ખબર પડે કે બે માંથી કોનામાં મેડીકલી ખામી છે? અને પછી તેનો સાચો ઉપાય કે સારવાર કરી શકાય.’ ‘દક્ષા, ભગવાનની જેવી મરજી! ઘરમાં પારણું ઈશ્વરની ઈચ્છાથીજ બંધાય છે. હું આવા ટેસ્ટમાં માનતી નથી અને મારા પતિ પણ.ઈશ્વરની ઈચ્છા હશે તો સૌ સારાવાના થઈ જશે! ‘મેના તું અમેરિકા જેવા આધુનિક અને મોર્ડ્ન કન્ટ્રીમાં રહે છે અને આવા વિચારો ધરાવે છે?  આ દેશમાં તો કેટલી આધુનિક સગવડતા છે અને જેની મદદથી સંતાન વગરના કપલને સંતાન થાય!’ પણ મેના આ દેશમાં રહીને પણ જુનવાણીના વિચારોમાં એવી જકડાયેલી હતી કે મેં આપેલ સલાહ સાવ નિષ્ફળ નિવડી. અને ત્યારથી મેં  એ બાબતથી સલાહ આપવાનું જ બંધ કરી દીધું!

                                                              બસ મેના અને એમના પતિ માટે તો ભારતથી  આવનાર”બાબાનાથ” એમનાં માટે  ભગવાન! મેના અને તેણીના પતિ કાંતીભાઈને પીઝાની બે ફ્રેન્ચાઈઝ હતી.પૈસી ટકે બહું જ સુખી હતાં. ક્લિયર લેઈક જેવા સારા એરિયામાં બે મિલિયન ડોલરનું આલિશાન ઘર હતું. સંપતીનું સુખ હતું પણ સંતાનનું નહી! “બાબાનાથ” જ્યારે જ્યારે અમેરિકા આવે ત્યારે એ બે મહિના એમને ત્યાં જ ઉતરે તેમજ અમેરિકાના જુદા જુદા શહેરમાં જવા-આવવાની ફસ્ટ-કલાસની એર-લાઈન ટીકીટ લઈ આપે . “બાબાનાથ” એટલે એમના ભગવાન! એ ઘેર આવે ત્યારે “બાબાનાથ માટે સવારના બદામનો શીરો, કાજુ- દ્રાક્ષ અને ફ્રેશ બનાવેલો ઓરેન્જ જ્યુસ, બપોરે લન્ચમાં જાત જાતના ફ્રુટ્સ, વેજીસુપ અને સાંજે ડીનર પણ  સંધ્યા પહેલાં!  એમાં એમની પસંદગીની દરરોજ જુદી, જુદી વાનગીમાં બે શાક, ફરસાણ, મેન્ગો બરફી, સુપ-સલાડ અને રાત્રે સુતા પહેલાં બદામ-કાજુના મેવા વાળું ગરમ દુધ! રાજાશાહીથી રહેવાર બાબાનાથને અમેરિકા તો  સ્વર્ગ જેવું લાગે! ‘બાબા, અમારી પાસે બધું છે પણ સંતાન  નથી. આપ અમને એવા આશિર્વાદ આપો કે અમારા ઘરમાં પારણું ઝુલે! મેના હાથ જોડી બોલી. મારી યોગ સાધના અને મંત્ર-તંત્ર વિદ્યાથી જરૂર તારે ત્યાં સંતાન પ્રાપ્તી થશે પણ હું જેમ કહું એમ તમારે કરવાનું રહેશે!.’જરૂર ગુરૂજી, સંતાન-પ્રાપ્તી માટે અમે આપ કહેશો એ પ્રમાણે કરવા તૈયાર છીએ.કાંતીભાઈ ગળગળા થઈ બોલ્યા. હું અહીં હજું એક મહિના માટે છું અને મારી યોગ સાધના અને ધ્યાન વખતે મંત્રોચાર કરવા મેના મારી સાથે  રહેશે અને આ સમય દરમ્યાન તમારે કાંતીભઈ  બ્રહ્માચર્ય પાળવાનું રહેશે! પછી જુઓ મારા સાધનાની અસર!” ‘વાહ ગુરૂજી, વાહ ‘ પતિ-પત્નિ બન્ને એમના ચરણમાં પડી ગયાં..બસ દરરોજ બે કલાક ગુરૂજીના રૂમમાં મેના જોડાઈ અને ગુરૂજીના આદેશ પ્રમાણે વર્તવાનું અને આની ચર્ચા કોઈ પણ સાથે નહી કરવાની પતિ સાથે પણ નહીં આવી કડક સૂચના  ગુરૂજીએ મેનાને  આપેલ. એમાં જો ભંગ કે સુચનાનો અમલ નહીં થાય તો સાધના નિષ્ફળ જાય અને સાધનામાં ખલીલ પડાવાથી શ્રાપ મળે એ જુદો!

                                                    ‘દક્ષા હું પ્રેગનન્ટ છું, મેં તને નહોતુ કીધું કે અમારા ગુરૂ બહુંજ સિદ્ધપુરુષ અને મહાન છે એમની કૃપાનું જ આ ફળ છે!’ હું શું કહું? જ્યાં શ્રદ્ધા આંધળી હોય ત્યાં સાચી વસ્તું દેખાતી જ નથી! મને થયું કે લાવ એકવાર ગુરૂજીને મળી લઉં અને એક બે પ્રાયવેટ પ્રશ્ન પુછી લઉં પણ ખબર પડી કે એ તો ભારત પાછા જતાં રહ્યાં છે.મને ખબર હતી કે મેનાની પ્રેગનન્સીનું ફળ ગુરૂજીનું જ છે! પણ કોને કહેવા જાવ!

                                                  આજના સવારના સમાચારે મને ચોકાવી દીધી અને  મનમાં એકદમ ગભરાટ ઉભો થયો. સમાચાર હતાં..”બાબાનાથ”નીસેક્સ કૌભાંડમાં ધરપકડ.”સાથો સાથ એ પણ ઉલ્લેખ હતો કે..’બાબાનાથને “એઈડ”(AID) પણ છે એવું પુરુવાર થયું.’ ‘Mena, i am sorry for you and your feature child!( મેના,તારા અને તારા આવનાર બાળકની મને દયા આવે છે.) હું મનોમન ઉકળી ઊઠી!

આપ આ વાર્તા વાચ્યાબાદ આપનો અભિપ્રાય આપવા વિનંતી..

મે 13, 2010 - Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના

13 ટિપ્પણીઓ »

 1. આંખ પર અંધશ્રધ્ધાના પડળ હોય ત્યાં કોઇ જ્ઞાન કે વિજ્ઞાન શું કામનું?

  ટિપ્પણી by Rajul | મે 13, 2010

 2. મારા તાબામાં રહેલી સધળી નિખાલસતા નિચોવીને મારે કહેવું છે ; હે હિન્દુઓ ઊઠો, જાગો અને સંતોને બગાડવાનું બંધ કરો. અજ્ઞાની પ્રજા કદી ધાર્મિક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હિન્દુઓની શક્તિ અપાર છે.

  કોઈ પણ માણસને સંત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બેન્ક બેલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરુ થઈ છે. ઉપદેશકો સાથે વિરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હિસાબો જાહેર થતા નથી અને ગોટાળા ધાર્મિક હોય છે તેથી ઓડિટમાં પણ વાંધો આવતો નથી. ટ્ર્સ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રિયજનો હોય છે. કહેવાતા સંત બહારથી અલિપ્ત હોય છે, પરંતુ અંદરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના પી.આર.ઓ. ઈમેજ બિલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરુર એમાં બાવાજીની લંપટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધાર્મિક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધિકાર છે. બાવાજી પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીન ફસાવે છે. તેઓ શક્તિપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું સંસારીના બેડરુમ કરતાં વધારે ખતરનાક હોય છે. ભોળી સ્ત્રીઓ માટે ફળીયાનું અંધારું આશ્રમના અજવાળ કરતાં વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી કરતા, તેઓ સ્ત્રીઓને મુર્ખ બનાવે છે. મુર્ખ બનવા માટે હિન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી.

  કોઈ કહેવાતા લોભનંદજી કે લંપટેશ્ર્વર કે મોહાનંદજીને પનારે પડનારી અંધશ્રધ્ધાળુ પ્રજા ‘રામાયણ’, ‘ગીતા’ કે ‘ઉપનિષદ’ નથી વાંચતી. હિન્દુ ભાઈબહેનો, એકવીસમી સદીન છાજે તેવા જીવનવ્યવહાર વગર વાસી ધર્મના ઢોલ પીટ્યા રાખીશું તો ખતમ થઈ જઈશું. ધર્મ સાથે તાજાં અરમાનોનો મેળ પાડવો પડશે. અંધશ્રધ્ધાની આરતી ઉતારવનું બંધ કરવું પડ્શે અશ્ર્વમેધ જેવા બોગસ યજ્ઞો બંધ કરવા પડશે અસ્પ્રુશ્ય્તા નાબૂદ કરવી પડશે. દહેજપ્રથા ખતમ કરવી પડશે. દેવદાસી પ્રથાના કલંકને દૂર કરવું પડશે વિધવાઓની અવદશા દૂર કરવી પડશે. આશ્રમોનો અને મંદિરોનો કચરો ,માનસિક કચરો અને આર્થિક કચરો સાફ કરવો પડશે. સાચો પ્રેમ કેમ કરવો તે નવી પેઢીને શીખવું પડશે. નવી સદી વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. નવી પેઢી બ્લુ ફિલ્મ ‘જુએ’ છે, જ્યારે બાવાજીઓ તો બ્લુ ફિલ્મ ‘જીવે’ છે.

  રામાયણ આપણું ઉદાત્ત મહાકાવ્ય છે, એ જરૂર સૌ એ વાંચવુ જોઈએ, પરંતુ વાંચીને પણ આપણા વિવેકને ગિરવે મૂકવાનો નથી. ચરણ સેવા, ચરણ સ્પર્શ, અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી નિર્માલ્ય પ્રજાને કેશવાનંદ ન મળે તો શું વિવેકાનંદ મળે? હિન્દુઓ ક્યારે જાગશે? એંશી ટકા પ્રજા ઉંઘતી હોય ત્યારે લઘુમતી જાગતી રહે એવું બને ખરું? એ બિચારી મુલ્લાગ્રસ્ત છે, બન્ને વચ્ચે હરીફાઈ જાગવાની નહીં, બેભાન રહેવાની ચાલે છે. માંજી માંજીને વાસણ ચક્ચક્તું કરીએ તેમ ધર્મને પણ સ્વચ્છ કરીને ચક્ચક્તો કરવાનો છે.

  – ગુણવંત શાહ

  ટિપ્પણી by pragnaju | મે 13, 2010

 3. very right story yes this is happenig in this world but what guavent bhai is saying thats also very right . thanks
  Harsha

  ટિપ્પણી by Harsha pota | મે 13, 2010

 4. હિન્દુધર્મને ટકાવવી રાખવા માટે સાચો રસ્તો એજ છે કે સૌ જાગૃત થાય.અંધશ્રદ્ધામાં આળોટતા લોકોને સાચો માર્ગ બતાવો..પાંખડી સાધુ-સંતથી દૂર રહો. અહીં અમેરિકામાં રહેતા ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો પણ આવા સાધુ,સંત અને ગુરૂના પંજામાંથી મુકત નથી.એમના બોલ, એમની વાણી પર લોકો એટલા પ્રભાવિત થઈ જાય છે કે ત્યાં ધનના ઢગલા કરી દે છે એજ વ્યક્તિ પાસે તમો શિક્ષણ કે દરિદ્રતા માટે ડોનેશન લેવા જાવ તો એક ફુટી કોડી પણ ના આપે! આ દેશમાં પણ ગુરૂઓ આવી એવા ચમત્કાર(megic) કરતાં હોય છે કે તે મોટાભાગનો વર્ગ આ જાદુય દુનિયાને માનવા તૈયાર થઈ જાય છે..એમા કશુંય તથ્ય ના હોય તોય! ઉનાળો આવશે એટલો આવા ગુરૂઓ અમેરિકા આવી અઢળક સંપતી કમાઈ, એશ-આરામ કરી વતન પાછા ફરતાં હોય છે અને આ સંપતી બધી રોકડ રકમમાં હોય એટલે સરકારને ટેકસ પણ ના આપવો પડે!

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | મે 14, 2010

 5. Such real stories are heart touching and disgracing to all.
  But this does happen frequently, we feel sorry for the incidents. Society has to change as a whole. We are expected to have children at any cost and that too a son!
  “saaj” Mevada

  ટિપ્પણી by Dr P A Mevada | મે 14, 2010

 6. સરસ ઘટના પ્રધાન વાર્તા.

  ટિપ્પણી by himanshupatel555 | મે 15, 2010

 7. “ચરણ સેવા, ચરણ સ્પર્શ, અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી નિર્માલ્ય પ્રજાને કેશવાનંદ ન મળે તો શું વિવેકાનંદ મળે?” પ્રજ્ઞાબહેને શ્રી ગુણવંત શાહ ના જે વિચારને રજુ કર્યો તે શાથે સંપૂર્ણ સહમત. આ વાર્તા છે, પરંતુ હકિકતો પણ કાંઇ જુદી નથી જ. જો કે આ ધુતારાઓનો પણ એકલાઓનો વાંક નથી, લોભી અને લાલચુ ભક્તોનો પણ એટલો જ વાંક છે. બાપને બે રૂપિયાનું બિસ્કિટ પણ ન ખવરાવનારાઓ કંઇ અમસ્તા આ બાવાઓને બદામના શીરા નહીં ખવડાવતા હોય !!! અને અન્ય ભોળાભક્તો માટે કહીએ તો: તમારામાં જ્ઞાન નથી, બુદ્ધિ નથી, સમજ નથી, તો તમને ઘેટાં બનાવી અને મૂંડવા માટે આવા શઠો તૈયાર બેઠા છે. બાકી, ’બકરાની માનતા સૌ કરે, સિંહની માનતા કોઇ ન કરે’ (પેલો સામો કોળીયો કરી જાય !!!) સ_રસ વાર્તા, જો કે વાંચીને મનમાં થોડો ગુસ્સો પણ ભરાઇ ગયો અને અંતનો વળાંક તો અમને પણ ઉકળાટ કરાવી ગયો, આભાર.

  ટિપ્પણી by અશોક મોઢવાડીયા | મે 15, 2010

 8. BAHU SARAS IN OUR COMMUNITY HAJI LOKO AVA BADHA TANTRA MANTRA MATHI BAHAR NATHI NIKNI SHAKYA GHARMA KOI BIMAR HOY TO BOLAVO DOCTOR NE EM KEHVU JOIE PAN APANA VADILO BOLAVO BHUVA NE GHARMA BADHA MANDA PADYA HOY TO EM KE PITRU NADE CHE E BAPADA JIVTA NATHI NADYA E MUVA KEVI RIOTE NADE A BADHU APNI NABANAI O CHUPAVAVA MATE NU EK SADHAN CHE

  ટિપ્પણી by ketan | મે 17, 2010

 9. ગમ્યું…!

  ટિપ્પણી by "માનવ" | મે 17, 2010

 10. kharekahar sadhu ne santi jutha che aava manso ne to gharma na j rakhay dharm to tamara ma che tamne pan khabar j che ke tamare su karvu joi pachi bija kahe aem to na karay aaje scinci ghanu j aagal che to bhagvan na chela ne su kam yad karay hajar hata valo che pachi bija nu su kam che aek vakaht visvas rakho tamara kam karsej

  ટિપ્પણી by bharti mehta | મે 18, 2010

 11. આપણે જ (શિંન્દુ ઓ એ) આવા લંપટ ધોતિ ધારિ સાધુ ઓ ને કાઢવા પડસે નશિતર આપણા શિન્દુ ધર્બ ને આવા તત્વો બદનાબ કરતા રશે

  ટિપ્પણી by VIMAL PATEL | સપ્ટેમ્બર 21, 2010

 12. લોભિયા આગળ ધુતારા ભૂખે ના મરે.
  કે પછી
  પારકી આશા સદા નિરાશા.
  કે પછી
  તું તારા દિલનો દીવો થાને.
  કે પછી
  આપ મુઆ વગર સ્વર્ગે નાં જવાય.
  વગેરે….
  કેટલાંક ભણેલાઓ આવી કહેવતો પણ ગાઈડમાંથી ગોખીને પરીક્ષા પાસ કરે અને પછી જીવનની પરીક્ષામાં નાપાસ થાય તો કોનો વાંક?
  —–
  I repeate Gunvantbhai’s sentence. મુર્ખ બનવા માટે હિન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી.

  ટિપ્પણી by hirals | સપ્ટેમ્બર 24, 2011

 13. […] અમેરિકા સાથે આવ્યા હતાં.નાનપણની   …. Read More..   — વિશ્વદીપ […]

  પિંગબેક by મારા પ્રતિભાવો – ગુરૂફળ કે શ્રાપ? (Via “ફૂલવાડી”) | વાંચનયાત્રા | સપ્ટેમ્બર 27, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: