"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“ગાંડપણ ગુપચુપ પ્રવેશ્યું શાણપણ ચાલ્યું ગયું.”

એ જ એનો એ રહ્યો હું    બાળપણ  ચાલ્યું  ગયું,
પ્રેમનું-વિશ્વાસનું     વાતાવરણ    ચાલ્યું  ગયું.

થઈ  ગઈ   કેવી   યુવાની એક તોફાની   નદી,
સાવ નિર્મળ  જળભરેલું  જ્યા ઝરણ ચાલ્યું ગયું.

પ્રૌઢ  માણસ  ઠાવકો   કેવો   ઠરેલો  થઈ ગયો,
ખૂબ  ઊંડો થૈ   ગયો  તો ભોળપણ  ચાલ્યું ગયું.

આવડ્યું   ના વૃદ્ધ  થાતા  પણ  ચાલ્યા સતત,
ગાંડપણ  ગુપચુપ  પ્રવેશ્યું શાણપણ ચાલ્યું ગયું.

ઘર-જગત સુંદર હતું પણ શોધતું’તું શુંય મન,
ધૂળમાં આમ જ જીવન પ્રત્યેક ક્ષણ ચાલ્યું ગયું.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મે 11, 2010 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

 1. સ્નેહિશ્રી વિશ્વદીપભાઈ,
  આપ ઓડિયોમાં આપી શકો
  કાંતિલાલ પરમાર
  હીચીન

  ટિપ્પણી by Kantilal Parmar | મે 11, 2010

 2. આવડ્યું ના વૃદ્ધ થાતા પણ ચાલ્યા સતત,
  ગાંડપણ ગુપચુપ પ્રવેશ્યું શાણપણ ચાલ્યું ગયું.

  ઘર-જગત સુંદર હતું પણ શોધતું’તું શુંય મન,
  ધૂળમાં આમ જ જીવન પ્રત્યેક ક્ષણ ચાલ્યું ગયું.

  આજે દેશ વિદેશમાં છે. માતૃ-પિતૃ પ્રેમ કે ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ની પવિત્ર વિભાવનાઓ અદૃશ્ય થતી જાય છે.
  અમેરિકા બહુ વર્ષો વસતા એક ગુજરાતી ભાઈએ એકવાર નોકરીથી આવી ઘરે એના દીકરાને કહ્યું: ‘બેટા, પાણી લાવ.’ દીકરો ટેનિસ રમીને આવેલો. તેણે કહ્યું : ‘ડુ ઇટ યોર સેલ્ફ.’ ‘તમારી મેળે પી લ્યો.’
  એના બાપુજી કહે : ‘હું થાકેલો છુ _.’
  તો તે કહે : ‘હું પણ થાકેલો છુ _.’
  ‘પણ તારા ને મારા થાકમાં ફરક છે, બેટા!’
  તો છોકરો કહેઃ ‘થાક એટલે થાક !’
  એના બાપને થયું કે, મેં શું કર્યું અમેરિકામાં આવીને ? આવા પ્રસંગો ઘણાં મા-બાપોની આંખ ઉઘાડી નાંખે છે, પરંતુ ત્યારે મોડું ઘણું થઈ ગયું હોય છે.
  એક ગુજરાતી કુટુંબ લંડન રહેવા ગયેલું. ત્યાં તેમને દીકરી જન્મેલી અને મોટી થયેલી. છોકરી રોજ મોડી ઘરે આવે. ક્યારેક રાત્રે એક વાગ્યે આવે. એકવાર રાત્રે બે વાગ્યે આવી. એની બાને રોજ બારણું ખોલવું પડે તેથી તેણીએ કહ્યું : ‘બેટા ! તું કેમ મોડી આવે છે?’ છોકરીનો પિત્તો ગયો. પોલીસને ટેલિફોન કર્યો ને કહ્યું: ‘મારી માએ મને આવો પ્રશ્ન પૂછીને દુઃખી કરી નાખી.’ પોલીસે તેની માને ૭૦ પાઉન્ડનો દંડ કર્યો ! આવી પ્રજા અત્યારે ઉત્પન્ન થઈરહી છે!

  ટિપ્પણી by pragnaju | મે 11, 2010

 3. સરસ ગઝલ..
  પ્રૌઢ માણસ ઠાવકો કેવો ઠરેલો થઈ ગયો,
  ખૂબ ઊંડો થૈ ગયો તો ભોળપણ ચાલ્યું ગયું.
  ઠાવકો થઈ ગયો?સરસ
  સપના

  ટિપ્પણી by sapana | મે 11, 2010

 4. પ્રૌઢ માણસ ઠાવકો કેવો ઠરેલો થઈ ગયો,
  ખૂબ ઊંડો થૈ ગયો તો ભોળપણ ચાલ્યું ગયું.
  માણસ હોવું કેવળ પરિસ્થિતિ જ છે એટલેતો એને અવસ્થા કહેવાય છે.

  ટિપ્પણી by himanshupatel555 | મે 13, 2010

 5. સુંદર ગઝલ.. બધા જ શેર આસ્વાદ્ય થયા છે… આભાર!

  ટિપ્પણી by વિવેક ટેલર | મે 14, 2010

 6. bholpan chalyu gayu
  excellent… enjoyed the changes in life.

  ABHINANDAN

  ajitsinh zala- ahmedabad

  ટિપ્પણી by ajitsinh zala | જૂન 12, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: