"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવી રૂડી મા તારી મમતા!

ના કોઈ તુષ્ણા કે ના કોઈ મનના  મેલ, આવી રૂડી મા તારી મમતા,
ધરતી જેવી ગોદ,  સાગર  સરીખુ  દીલ, આવી રૂડી મા તારી મમતા.

જગમાં  આવતા  પે’લા  પણ પેટમાં   પાટુ   મારતો      શિશુ હરદમ,
હસતા  મોંએ  સહી  લેતી  લાત  આવી,આવી રૂડી મા તારી મમતા.

બાળ દોડે તું દોડતી, એ સુવે ને તું જાગતી કરતી હરઘડી ઉજાગરા,
સ્નહનો વરસાદ વરસાવતી  વાદળી,    આવી રૂડી મા તારી મમતા.

કદી ક્યાં  કરી છે પરવા દુ:ખની, ઘસી   નાંખી જાત મારા ઉછેરમાં,
દયાતણી  દેવી   દેતી  બલીદાન  તું,  આવી રૂડી મા તારી મમતા.

કદી તું  થાકી નથી, પાલવ  પ્રસારીને સદેવ મા    શિશુને રમાડતી,
શશી  જેવી શાંત,સાગર  સમી વિશાળ,   આવી રૂડી મા તારી મમતા.

કવિઓ    લખે   ઘણું,    તોય    મા તારા      ગુણ પુરા ગવાઈ નહી,
‘દીપ’   જલે  છે અધુરો  મા  વિના  , આવી   રૂડી મા   તારી મમતા.

*********************************************************

ફૂલો ફૂલો  સાથે દેસ્તી કરી સુંદર   બાગ સજાવે છે,
માનવી માનવી સાથે દુશ્મની કરી જગ સળગાવે છે.

મે 7, 2010 - Posted by | સ્વરચિત રચના

3 ટિપ્પણીઓ »

 1. કવિઓ લખે ઘણું, તોય મા તારા ગુણ પુરા ગવાઈ નહી,
  ‘દીપ’ જલે છે અધુરો મા વિના , આવી રૂડી મા તારી મમતા.

  So true.

  ટિપ્પણી by pravinash1 | મે 7, 2010

 2. You can get everything in the world but you cannot get another mom, who has given you birth, love, education and whatever is necessary to live better life.

  Very nice poem.

  ટિપ્પણી by P K Shah | મે 8, 2010

 3. વાહ, વિશ્વદિપભાઈ,

  મા તે મા.

  ટિપ્પણી by atuljaniagantuk | મે 8, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: