"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સતત ચાલતી રહે.

 
ભવ-ભવની આ  ભવાઈ સતત  ચાલતી  રહે,
અસ્તિત્વની  લડાઈ   સતત     ચાલતી રહે.

આ મન-પવનની  પાવડી  પર  ઉડતાં  રહો,
આ    ઊડતી   ચટાઈ  સતત   ચાલતી  રહે.

મનના  કોઈ   ખૂણે કશી ઈચ્છાની  નાગણી,
ખુદ મનથી  પણ લપાઈ સતત ચલતી  રહે.

શ્વાસોનાં વૃક્ષ પર  આ સ્મરણ વેલ  કોઈની,
શ્વાસોને    વીંટળાઈ   સતત  ચાલતી  રહે.

આ  લાલચોળ  જૂઠના ધગધગતા  થાંભલે-
એક સાચી કીડીબાઈ   સતત  ચાલતી રહે.

 -અલ્પેશ કળસરિયા

એપ્રિલ 29, 2010 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

  1. શ્વાસોનાં વૃક્ષ પર આ સ્મરણ વેલ કોઈની,
    શ્વાસોને વીંટળાઈ સતત ચાલતી રહે.સ્મરણ એવું વમળ છે કે વમળમાંથી નિકળવામાં જિવન આખું વહી જાશે.દરેક મણકા ઉપર ઈશ્વરનું સ્‍મરણ કરી શકે. આ માળામાં રહેલા એકસોને આઠ મણકા – દિવસ દરમ્‍યાન ન લેવાતા શ્વાસોની સંખ્‍યા આશરે ૧૦,૮૦૦ થાય. !
    આ લાલચોળ જૂઠના ધગધગતા થાંભલે-
    એક સાચી કીડીબાઈ સતત ચાલતી રહે.હિરણ્યકશિપુએ એક લોખંડના થાંભલાની ફરતે પ્રચંડ અગ્નિ સળગાવીને તે થાંભલો ધગધગતો લાલઘુમ બનાવ્યો. પિતાએ પુત્રને કહ્યું,‘જૉ આ થાંભલામાં તારો ભગવાન હોય તો તું આ થાંભલાને બાથ ભર.’ પ્રહલાદે જેવી થાંભલાને બાથ ભરી તે સાથે જ થાંભલો ભયંકર અવાજ સાથે ચિરાયો. થાંભલામાંથી સાક્ષાત્ ભગવાન વિષ્ણુ નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા

    ટિપ્પણી by pragnaju | એપ્રિલ 29, 2010

  2. શ્વાસોનાં વૃક્ષ પર આ સ્મરણ વેલ કોઈની,
    શ્વાસોને વીંટળાઈ સતત ચાલતી રહે.

    જીવન છે ત્યાં સુધી શ્વાસ છે ,
    શ્વાસ છે ત્યાં સુધી સ્મરણ છે.
    મીઠા સ્મરણ છે ત્યાં સુધી જીવવાની આશ છે.

    ટિપ્પણી by Rajul Shah | એપ્રિલ 29, 2010

  3. bahuj sundar rachana.

    ટિપ્પણી by hema patel. | એપ્રિલ 29, 2010

  4. સુંદર રચના… બધા શેર સરસ થયા છે…

    ટિપ્પણી by વિવેક ટેલર | એપ્રિલ 30, 2010

  5. Very nice

    ટિપ્પણી by pravinash1 | એપ્રિલ 30, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: