તમે શરણે થશો કે …?
સમય આણ વર્તે છે , તમે શરણે થશો કે નહિ?
બધેબધ તેજ વરસે છે, તમે શરણે થશો કે નહિ?
કદી ભીનાશ અડકે છે ? તમે શરણે થશો કે નહિ?
અધર પર સ્મિત ચમકે છે..તમે શરણે થશો કે નહિ?
તમે ઝંખો સુવાસિત શબ્દ-સોનું હાથ-હોઠોથી..
બધાં મૂછોમાં મલકે છે, તમે શરણે થશો કે નહિ?
દઝાડે એ, સતાવે છે, હરાવે છે રડાવે છે..
છતાં રમવા નિમંત્રે છે, તમે શરણે થશો કે નહિ?
પ્રલોભન ભૂલ કરવાનાં અહીં ડગલે ને પગલે છે..
જીતેલી બાજી સરકે છે, તમે શરણે થશો કે નહિ?
-બકુલેશ દેસાઈ
તમે ઝંખો સુવાસિત શબ્દ-સોનું હાથ-હોઠોથી..
બધાં મૂછોમાં મલકે છે, તમે શરણે થશો કે નહિ?
જિંદગીમાં અવારનવાર આપણને બધાને આવા અનુભવો થતા જ રહે છે.
આમાં સાચું શું છે એ કદાચ ભવિષ્યમાં વિજ્ઞાન સાબિત કરી બતાવશે.
પણ સાયન્સ જ્યાં સુધી કશું સિદ્ધ ન કરે ત્યાં સુધી આપણે તો
શ્રદ્ધાને શરણે જ જવાનું ને?…
બકુલ દેસાઇનિ સરસ ગઝલ..
પ્રલોભન ભૂલ કરવાનાં અહીં ડગલે ને પગલે છે..
જીતેલી બાજી સરકે છે, તમે શરણે થશો કે નહિ?
સરસ
સપના