વૈશાખી વાયરે….!
(વૈશાખનો વાયરો વાતો હોય, બાળકો ભણી-ગણી, પરણી પોતાનો સંસાર શરૂ કર્યો હોય, અને દૂર દૂર વસ્યા હોય, પતિ-પત્નિ ઉતરાર્ધ અવસ્થાએ પહોંચ્યા હોય, હિંચકા પર હિંચકતા હોય…ત્યારે બન્ને આવી સુખદ પળોમાં પોતાને યુવાનીના પ્રણયના દિવસો યાદ કરી..કેટલો આનંદ માળી રહ્યા છે તે આ ગીતમાં પ્રતિતી થશે..)
વ્હાલા,આવો બેસી , હિડોળે હિચકીએ,
ગીત મીઠા ગાઈ એ, વૈશાખી વાયરે.
વ્હાલી,જીવનમાં મીઠી પ્યારી તું કોયલ,
કોઈ મધુરી વાતકર, વૈશાખી વાયરે.
વ્હાલા, મેળામાં મળી, તારી માયા મુને લાગી,
રાત-દીન ભુલી હું, વૈશાખી વાયરે.
વ્હાલી,રૂપની રાણી, તારા માથામાં ફૂલ,
હોશ ખોઈ બેઠો હું, વૈશાખી વાયરે.
વ્હાલા તારી પાઘડીના વળમાં હું વણાઈ ગઈ,
ગંગાની જેમ સમાઈ ગઈ હું,વૈશાખી વાયરે.
વ્હાલી,ખેડતા ખેતરમાં,મબલક પાક થઈ ઉગી,
ઉજવતો ઉત્સવ હું, વૈશાખી વાયરે.
વ્હાલા,મારા સરોવરને કાંઠે, કમળ થઈ ખિલ્યા,
ઘેલી બની નાચી હું,વૈશાખી વાયરે..
વ્હાલી,આ ‘દીપ’ પ્રકટે છે, એની ‘રેખા’ છે તું,
એકમેકને સાથ દેતા,વૈશાખી વાયરે
-વિશ્વદીપ બારડ
ખૂબ સરસ
“ભાતીગળ ચુંડદી મારી, ઘેરદાર ઘાઘરો
કચકચતી કાપડાં કોર, બની હું તો ભથવારી ચિતડાની ચોર…”ખેતર કે લીલીછમ વાડીમાં પરસેવો પાડતો દિલ ધઈને રળતો કોઈ રસિયો વાલમ આ ચિતડાની ચોર ભથવારી ને, નેજવા માંડી, માંડી જોતા હોય. રીસ પણ ચઢાવતો હોય…આ બધું મારા મનમાં સંઘરાયેલું પડયું છે એટલે વારંવાર કોઈ જૂના ચિત્રની માફક મારા ચિત્તમાં કે ચક્ષુ સમક્ષ ઉપસી આવે છે.
સુંદર ગીત ..
“વ્હાલી,જીવનમાં મીઠી પ્યારી તું કોયલ,
કોઈ મધુરી વાતકર, વૈશાખી વાયરે.”
શ્રી બારડ સાહેબ,
સુખી દાંપત્યનાં ઊત્તરાર્ધનું સુંદર શબ્દચિત્ર દોર્યું છે. ઈશ્વર સૌને આવા નસીબદાર બનાવે.
બાકી અમે કિશોરાવસ્થામાં,વૈશાખી વેકેશનમાં, પોરબંદર ચોપાટી પર પડ્યા પાથર્યા રહેતા ત્યારે એક નિરીક્ષણ કરેલું કે ચોપાટીની પાળે જે ’સજોડાં’ સામાસામા જોઇને બેઠા હોય તે હાલમાં પરણેલા કે સગાઇ કરેલા જ હોય, સમુદ્ર સામે મો કરીને બેઠેલાં લગભગ એકાદ વર્ષથી પરણેલા હોય અને એકબીજા તરફ પીઠ રાખીને બેઠેલાં બધાં જુના જોડાઓ સમજવા !!
બાકી આવું સુંદર દાંપત્ય જળવાઇ રહે તો જીવન સફળ થયું સમજો. સરસ ગીત.
ખૂબ સરસ ગીત સ્પેશીયળિ વ્હાલા અને વ્હાલી ના સંબોધન્થી સરસ ગીત થયુ..
સપના
so cute………!!!!!!!!!!
[…] (વૈશાખનો વાયરો વાતો હોય, બાળકો ભણી-ગણી, પરણી પોતાનો સંસાર શરૂ કર્યો હોય, અને દૂર દૂર વસ્યા હોય, પતિ-પત્નિ ઉતરાર્ધ અવસ્થાએ પહોંચ્યા હોય, હિંચકા પર હિંચકતા હોય…ત્યારે બન્ને આવી સુખદ પળોમાં પોતાને યુવાનીના પ્રણયના દિવસો યાદ કરી..કેટલો આનંદ માળી રહ્યા છે તે આ ગીતમાં પ્રતિતી થશે..) વ્હાલા,આવો બેસી , હિડોળે હિચકીએ, ગીત મીઠા ગાઈ એ, વૈશાખી વાયરે. વ્હાલી,જીવનમાં મીઠી પ્યારી તું કોયલ, કોઈ મધુરી વાતકર, વૈશાખી વાયરે. વ્હાલા, મેળામા … Read More […]
[…] (મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.) […]