"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક મુકતક..

“કશું ના હોય ત્યારે અભાવ નડે છે,
થોડું હોય ત્યારે ભાવ નડે છે,
જીવન નું એક કડવું સત્ય એ છે કે,
બધું હોય ત્યારે સ્વભાવ નડે છે ….”

કવિ: અજ્ઞાત

એપ્રિલ 19, 2010 - Posted by | ગમતી ગઝલ, મને ગમતી કવિતા

6 ટિપ્પણીઓ »

 1. જીવન નું એક કડવું સત્ય એ છે કે,
  બધું હોય ત્યારે સ્વભાવ નડે છે ….”
  અન્યની રાઈ જેવડી ભૂલ પર્વત જેવડી લાગે છે. માનવીમાત્રનો આ સ્વભાવ છે.માનવીને ગ્રહો નડી શકે છે કે કેમ એ તો ચોક્કસ રીતે કહી શકાય કે કેમ એ પ્રશ્ન છે. પરંતુ માનવીને એનો સ્વભાવ નડે છે. એનો સ્વાર્થ, સંકુચિત વૃત્તિ નડે છે.એના રાગ, દ્વેષ, ક્રોધ, મોહ નડે છે. અને માનવીને માનવી નડે છે. એ વાત તો ચોક્કસ રીતે કહી શકાય તેમ છે જ. સમજણનો સંબંધ ન વિકસે…સમજણનો સેતુ ન રચાય ત્યારે માનવીને જીવનમાં અનેક નડતરો આવે જ છે. અને પછી આપણે દોષ આપીએ છીએ… કે ગ્રહો નડે છે. શનિ અને મંગળ કે રાહુ અને કેતુ નડે છે. અને પછી એના દોષ નિવારણની અનેક વિધિઓમાં આપણે અટવાતા રહીએ છીએ. પણ મનના દોષોને સુધારવાની કોઈ વિધિ આપણે ક્યારેય કરતા નથી…

  ટિપ્પણી by pragnaju | એપ્રિલ 19, 2010

 2. જીવનનુ કડવુ સત્ય જાણીને સ્વભાવ બદલે તો તો ક્યાંય કોઇ અભાવ નો ભાવ જ ન રહેને?

  ટિપ્પણી by Rajul Shah | એપ્રિલ 19, 2010

 3. બધું હોય ત્યારે સ્વભાવ નડે છે ….”

  This is true sentence. The reality in life is human nature.

  ટિપ્પણી by rekha | એપ્રિલ 22, 2010

 4. બધું હોય ત્યારે સ્વભાવ નડે છે ….”

  SARAS ! Enjoyed !
  Dr. Chandravadan Mistry (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see YOU & your READERS on my Blog to READ Posts on HEALTH !

  ટિપ્પણી by chandravadan | એપ્રિલ 25, 2010

 5. This seems to be a poor attempt at copying my ghazal – Musafir. Read it on layastaro and take this post out if possible.

  http://layastaro.com/?p=485

  મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
  વિકલ્પો નડે છે, વિસામો નડે છે.

  ન હો જો કશું તો, અભાવો નડે છે,
  મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

  લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
  ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.

  નવા નેત્રથી એને, જોવું છે જીવન
  ઊગી છે જે આંખે, અમાસો નડે છે.

  તને તારું જીવન, ફરી પાછું દેતાં,
  હવે એને થોડા, લગાવો નડે છે.

  હિમાંશુ ભટ્ટ

  ટિપ્પણી by Himanshu | એપ્રિલ 30, 2010

 6. saras 🙂

  ટિપ્પણી by Akash @Shareittips.com | જૂન 23, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: