"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વાત કરી ગયાં.

મૌન રહી ઘણી વાત કરી ગયાં,
જીવનની સારી વાત કરી ગયાં.

સાગર રડી રડી એ થયો  ખારો,
એ  ચાંદ-દૂતો  વાત કરી ગયાં.

દિલ  દીધું ,એ જાન લઈ ગયાં,
આંખના ઈશારા વાત કરી ગયાં.

ધરતી  ઉઠાવશે ભાર ક્યાં લગી?
પ્રયલયો  કેવી વાત  કરી ગયાં?

ચાલ્યો ગયો કીધાવગર એકલો!
યમ-દુતો કેટલી વાત કરી ગયાં?

જીવનમાં  રાખી  વાતો  ખાનગી,
હમદર્દીઓ  બધી વાત કરી ગયાં.

એને ખબર ના હતી મારા પ્રેમની.
આંસુ આવી બધી વાત કરી ગયાં.

‘દીપ’શોધી રહ્યો અંધારમાં  શું?
આગિયા આવી  વાત કરી ગયાં.

એપ્રિલ 14, 2010 - Posted by | ગઝલ અને ગીત, સ્વરચિત રચના

2 ટિપ્પણીઓ »

  1. મૌન રહી ઘણી વાત કરી ગયાં,
    જીવનની સારી વાત કરી ગયાં.
    સુંદર
    મૌન ની તાકાત શબ્દની તાકાત કરતા વધારે હોય છે –
    આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા
    આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો
    ડૂબી ગયો અવાજ એ શબ્દના સાગરે
    ને આ કિનારે મૌનના પડઘા રહી ગયા
    છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
    તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
    -વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
    હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
    મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
    કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !
    कोइ उसको समझ भी ले तो फिर समझा नहीं सकता
    जो इस हद पर पहुंच जाता है, वो खामोश रहता है
    .

    ટિપ્પણી by pragnaju | એપ્રિલ 14, 2010

  2. સાગર રડી રડી એ થયો ખારો,
    એ ચાંદ-દૂતો વાત કરી ગયાં.

    જીવનમાં રાખી વાતો ખાનગી,
    હમદર્દીઓ બધી વાત કરી ગયાં.

    એને ખબર ના હતી મારા પ્રેમની.
    હમદર્દીઓ બધી વાત કરી ગયાં. — nice one , i really like 2 read

    ટિપ્પણી by Nehal Rami | એપ્રિલ 15, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.