રાત ચાલી ગઈ
જશે , ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ.
તમે જ્યાં આંખ મીચીં કે બધે અંધકાર ફેલાયો,
તમે જોયું અને એક જ ઈશારે રાત ચાલી ગઈ.
હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
હજી સાંજે તો આવી’તી, સવારે રાત ચાલી ગઈ.
જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ.
તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.
-‘અમીન’ આઝાદ
વાહ….!
અમીન સાહેબે પરંપરાનો રંગ બરાબર જમાવ્યો અને સુંદર ગઝલ મળી આપણને માણવા.
એજ તો ખૂબી છે છંદબદ્ધતાની……. લય ઑટોંમેટિક જળવાઈ જ જાય..!
અભિનંદન.
આપને મારી વેબસાઈટ http://www.drmahesh.rawal.us ની મુલાકાતે પધારવા નિમંત્રણ છે જનાબ !
nice gazal…thanx for sharing
[…] રાત ચાલી ગઈ. ક્યાંથી ઉઠાવ્યું? > ફૂલવાડી This entry was posted in ભજન/પદ/કાવ્ય/ગીત/ગઝલ and tagged […]