"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“કોઈ ઉકેલી ના શકે એવી પહેંલી જિંદગી”

કોઈ  ઉકેલી  ના  શકે  એવી  પહેંલી   જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક  વહેલી    જિંદગી.

જીવતાં  જો આવડે  તો  જાહોજલાલી   જિંદગી,
જીવતાં ના  આવડે  તો  પાયમાલી     જિંદગી.

પાસમાં એ  છે  અને   હું  ઝાંઝવા   જોયા  કરું,
કોઈ  સમજી  ના શક્યું  આ   રૂપઘેલી   જિંદગી.

એટલે   આ   બ્હાવરી આંખો   જુએ   ચારેતરફ,
કીકીઓ   છે   આપણી  ભૂલી  પડેલી    જિંદગી.

લોકનાં   ટોળાં   કિનારે   ઓર  વધતાં   જાયછે,
સૂર્ય  સમજીને જુએ  છે   અધ   ડૂબેલી  જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી  તને   મલશે  ઘણું,
છે  ઘણાં   જન્મોથી  આ  તો   ગોઠવેલી જિંદગી.

એટેલે આ  પાંપણો બીડાઈ  ગઈ  ‘મેહુલ’ તણી,
હાથતાળી   દઈ   ગઈ’તી   સાચવેલી   જિંદગી.

-સુરેન ઠાકર’મેહુલ’

April 3, 2010 - Posted by | ગમતી ગઝલ

7 Comments »

  1. આવડે, તો શોધ, એમાંથી તને મલશે ઘણું,
    છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.
    ખૂબ સુંદર વાત.

    ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
    તાણીને બાંધેલા કેશ !
    મારાથી સાવ મને અળગી કરીને નાથ,
    કાયમની કેદ મને આપો !

    Comment by pragnaju | April 3, 2010

  2. છે સરળ કેટલી આ દીર્ઘ અને ટૂંકી જિંદગી!
    માથુ નમાવી,હાથ ઊંચા કરી કરો બંદગી!
    તાકતા રહો ઈશ્વરને,બસ એને જોયા કરો!
    માગો ન કંઈ.જુઓ કેવી સરળ છે જિંદગી.

    Comment by શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ | April 3, 2010

  3. સરસ ગઝલ

    Comment by નટવર મહેતા | April 4, 2010

  4. સુંદર રચના…

    પાયમાલની જગ્યાએ પાયમાલી આવશે…

    Comment by વિવેક ટેલર | April 5, 2010

  5. Very nice one.

    Comment by pravinash1 | April 7, 2010

  6. આવડે, તો શોધ, એમાંથી તને મલશે ઘણું,
    છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી……

    Nice Rachana..Nice Post !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Vishvadeepbhai ..Inviting YOU & your READERS to Chandrapukar fot the Posts on HEALTH!

    Comment by Dr. Chandravadan Mistry | April 7, 2010

  7. Aavade to shodhha, hath tali dai gai sachaveli jindagi,

    jiven na satya ne khubj sunder rite raju karyu che.

    Dhanyavada,paramatama hamesa prasanna rakhe.
    jaysiyaram

    Comment by jaykant patel | April 9, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s