“કોઈ ઉકેલી ના શકે એવી પહેંલી જિંદગી”
કોઈ ઉકેલી ના શકે એવી પહેંલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.
જીવતાં જો આવડે તો જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.
પાસમાં એ છે અને હું ઝાંઝવા જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.
એટલે આ બ્હાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.
લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાયછે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.
આવડે, તો શોધ, એમાંથી તને મલશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.
એટેલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ’તી સાચવેલી જિંદગી.
-સુરેન ઠાકર’મેહુલ’
આવડે, તો શોધ, એમાંથી તને મલશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.
ખૂબ સુંદર વાત.
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો !
છે સરળ કેટલી આ દીર્ઘ અને ટૂંકી જિંદગી!
માથુ નમાવી,હાથ ઊંચા કરી કરો બંદગી!
તાકતા રહો ઈશ્વરને,બસ એને જોયા કરો!
માગો ન કંઈ.જુઓ કેવી સરળ છે જિંદગી.
સરસ ગઝલ
સુંદર રચના…
પાયમાલની જગ્યાએ પાયમાલી આવશે…
Very nice one.
આવડે, તો શોધ, એમાંથી તને મલશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી……
Nice Rachana..Nice Post !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Vishvadeepbhai ..Inviting YOU & your READERS to Chandrapukar fot the Posts on HEALTH!
Aavade to shodhha, hath tali dai gai sachaveli jindagi,
jiven na satya ne khubj sunder rite raju karyu che.
Dhanyavada,paramatama hamesa prasanna rakhe.
jaysiyaram