ગુડફ્રાઈડે
બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.’ બધા લોકો જાણે છે કે ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખિ્રસ્ત ક્રોસ પર મૃત્યુને વર્યા છે અને ક્રોસ ખિ્રસ્તી ધર્મનું ખાસ નિશાન છે.
રોમન લોકોમાં ક્રોસે લટકાવીને મારી નાખનાર ગુનેગારોના ગુનાના ઉલ્લેખનું પાટિયું ક્રોસ પર લટકાવવાનો રિવાજ હતો. ઇસુના ક્રોસ પર લટકેલા ચાર અક્ષરોના પાટિયામાં ઇસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે. સૂબા પિલાતે ફરમાવ્યા મુજબ ઇસુનો ગુનો એટલે ઇસુ યહૂદીઓના રાજા હતા એટલે તેમણે ક્રોસ પર પાટિયું લખાવડાવેલું: ‘નાઝરેથનો ઇસુ યહૂદીઓનો રાજા.’ યહૂદીઓના રાજા તરીકે નાઝરેથના ઇસુને ક્રોસ પર મારી નાખવાનો હુકમ કરનાર રોમન સૂબા પોન્તિયસ પિલાત બરાબર જાણતા હતા અને માથ્થીએ નોંઘ્યું પણ છે કે ‘લોકોએ કેવળ અદેખાઇને લીધે જ ઇસુને હવાલે કર્યા હતા.’ છતાં પિલાતે લોકોની બીકે ‘ઇસુને કોરડા મરાવી ક્રોસે ચડાવવા માટે સોંપી દીધા.’ઇસુ પોતાના જીવન વિશે પોતાના શિષ્યોને કહે છે, ‘પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ, હું મારું જીવન અર્પી દઉં છું, અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે, કોઇ એને મારી પાસેથી લઇ લેતું નથી, પણ હું જ એને મારી મેળે આપી દઉં છું. મને ઐને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે.’
ગુડ ફ્રાઇડેના દિવસે ઇશ્વરી યોજનામાં ઇસુ પોતે જ ક્રોસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઇસુને ક્રોસ તરફ દોરી જનાર એક જ બાબત છે: ઇસુનો માણસ પ્રત્યેનો પ્રેમ! ઇસુનો મારા-તમારા પ્રત્યેનો પ્રેમ. ઇશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઇને માણસમાત્ર પ્રત્યેના પ્રેમથી ઇસુ એ ક્રોસને ભેટયો છે. ક્રોસ પરના મૃત્યુને ભેટવાનો ઇસુનો પ્રેમ અનાદિ પ્રેમ છે, સનાતન પ્રેમ છે, અનંત કે અંત વિનાનો પ્રેમ છે, એટલે ખિ્રસ્તી લોકો માને છે કે ઇસુના ક્રોસને ભેટતા પ્રેમમાંથી કોઇ માણસ બાકાત નથી.
ગુડ ફ્રાઇડેના દિવસે ક્રોસ પર મરી જઇને ત્રીજે દિવસે પુનરુત્થાન પામેલા ઇસુ જાણે ઘોષણા કરે છે કે મૃત્યુમાં ખરેખર જીવન છે. ગુડ ફ્રાઇડે ખરેખર ઇશ્વરી શકિતનો દિવસ છે. ક્રોસ ઇશ્વરી પ્રેમ-વિજયનું પ્રતીક છે.
સૌજન્ય: વિકિપીડીયા
આ બધુ મનુષ્યના ઉધ્ધારની બાઈબલીય ભવિષ્યવાણી પ્રમાણે જ થયેલુ છે, કેમ કે ૩૫૦૦ વરસ પહેલા પરમેશ્વરે મુસા નબી ને વિધિઓ લખાવી હતી, જેને તોરાહ કહેવાય છે, જે યહુદિઓનુ નીતીશાસ્ત્ર છે, પરંતુ મનુષ્ય એના દ્વારા જ વધુ પાપ કરતો હતો, અને પરમેશ્વરનો મુળ ઉદ્દેશ,’મનુષ્યની પવિત્રતા” નો એ તો રહી જ જતો હતો, અને એ સિધ્ધ કરવા માટે જ પરમેશ્વરે પ્રભુ યીશુને ઈઝરાયેલ પર આશિષ રુપે મોકલ્યા હતા પરંતુ એ જ ઈઝરાયેલીઓએ જ પ્રભુને રોમનો દ્વારા સુળી ઉપર ચડાવી બલિદાનની ભવિષ્યવાણી પુરી કરી અને ત્યાર પછી પ્રભુ યીશુને અનુસરવાનો જે નવો માર્ગ જગતને મળ્યો એ જ ખ્રિસ્તી ધર્મ જે ૨૦૦૯ વરસ પહેલા અસ્તિત્વમાં આવ્યો, એના પછી ખ્રિસ્તીઓને ખાળવા માટે મુસ્લીમ ધર્મ અસ્તિત્વમાં આવ્યો. એ પહેલા ખ્રિસ્તી અને મુસ્લીમ માન્યતા આ જગતમાં ન હતી અને એટલે જ નવા કરાર અને જુના કરાર એમ બાઈબલના બે વિભાગ પડી ગયા છે. જગતનો ઈતિહાસ બી.સી. અને એ.ડી. એમ બે ભાગ થઈ ગયો. જુના કરારમાં પાપનો છુટકારો ફક્ત પશુનુ બલિદાન હતુ (જે આજે પણ મુસ્લીમો માને છે) જ્યારે નવા કરારમાં પશુના બલિદાન ને બદલે પ્રભુ યીશુનુ આખરી બલિદાન અસ્તિત્વમાં આવ્યુ અને નવા કરારમાં મનુષ્યએ કંઈ જ કરવુ નથી પડતુ ફક્ત પાપોનો અંગીકાર અને પ્રભુ યીશુ ના રક્ત દ્વારા અને પાપોના પશ્ચાતાપ દ્વારા જ મનુષ્યને ઉધ્ધાર નસીબ થાય છે, અને ફરીથી એ પાપ ન કરવાની આજ્ઞા છે, પરંતુ મનુષ્ય કમજોર અને નિર્બળ છે અને સૈતાન લોભ્, લાલચ, પાપ રુપે મનુષ્યને ફરીથી દુખની ગર્તામાં નાખી દે છે, પરંતુ ફક્ત પ્રભુ યીશુને અને એમના લહુને યાદ કરવાથી અને હ્રદયમાં સ્વિકારવાથી સર્વ પાપોની ક્ષમા પ્રાપ્ત થાય છે..વિશ્વાસ દ્વારા.. ખુબ ખુબ ધન્યવાદ
વધસ્તંભ પર ક્ષમાકર્મને પૂરેપૂરું નિભાવ્યા બાદ ઇસુ શાતાનુભુતિ કરે છે, ‘મારા પ્રાણ તારા હાથમાં સોંપું છું.’ કહી ચિરશાંતિમાં પોઢી જાય છે. શાંતિનું વાહન બનવા માટે ક્ષમાની લહાણી કરવાનો અનુરોધ પર્યાવરણ પ્રેમી સંત ફ્રાન્સિસ આસિસિએ કર્યો છે.
ઈસુ મૃત્યુપૂર્વે કેટકેટલાને ક્ષમાદાન બક્ષે છે : ખોટાં આડ ચઢાવનાર પુરોહિતો, ત્રણ ત્રણ વાર ઓળખતા ન હોવાનો એકરાર કરનાર પટ્ટ શિષ્ય પીટર, અન્યાયી મૃત્યુદંડ દેનાર રોમન રાજયકર્તાઓ, ‘ક્રૂસે ચડાવો’ ની બુમરાણ મચાવનાર લોકટોળાં, અણીની વેળાએ સાથ દેવાને બદલે ભાગી જનાર માનીતા શિષ્યો, ધૃણા અને ફિટકાર વરસાવનાર ક્રૂર સિપાહીઓ, જુલમી જલ્લાદો ને છેવટે પડખેના વધસ્તંભે લટકતો ચોર. વેદનામૂર્તિ અને બલિદાનમૂર્તિ ઈસુ પોતાની અંતિમ ક્ષણોમાં નિતાંત ક્ષમામૂર્તિ પુરવાર થાય છે.
તત્ત્વત: ક્ષમાદાન એક જીવતદાન છે. જનમટીપ કે મૃત્યુદંડની સજા પામેલ ખૂંખાર કેદી ક્ષમાની રહેમરાયે આખરે જીવનદાન માગે છે. શાતારૂપે કે દોષમુકિતરૂપે, ક્ષમાપના આપનાર અને પામનાર બંને માટે વરદાયિની છે.