"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“સાંજ ઢળતી જાય છે.”-

બાગને રસ્તે એ   વળતી જાય છે,
આ હવા   ફૂલોને મળતી  જાય છે.

સૂર્યને    માટે  રઝળતી  જાય છે,
રાત   ઝાકળમાં પલળતી જાય છે.

સત્ય  તો  લાક્ષાગૃહે   જીવી  ગયું,
પણ હવેલી છળની બળતી જાય છે.

પાનખર વીંઝાય  છે પર્ણો  ઉપર,
વૃક્ષોની તબિયાત કથળતી જાય છે.

આંસુનો  દરિયો હશે   નજીદીકમાં,
શ્વાસમાં    ખારાશ ભળતી જાયછે.

કેટલાંયે  ખ્વાબ  પાંપણમાં  ભરી,
યાદનો લ્યો,સાંજ ઢળતી જાય છે.

-દિવ્યા રાજેશ મોદી

Advertisements

March 29, 2010 - Posted by | ગમતી ગઝલ

7 Comments »

 1. In last line instead of “YADANO”, “YADANI” will better suit. It could be a typo error too! I liked the sher…..

  કેટલાંયે ખ્વાબ પાંપણમાં ભરી,
  યાદનો લ્યો,સાંજ ઢળતી જાય છે.

  Comment by Chiman Patel "CHAMAN" | March 29, 2010

 2. દિવ્યાબેનની ખૂબ સુંદર ગઝલ..

  Comment by સુનીલ શાહ | March 29, 2010

 3. આંસુનો દરિયો હશે નજીદીકમાં,
  શ્વાસમાં ખારાશ ભળતી જાયછે.
  divyaabenni sars gazal..
  sapana

  Comment by sapana | March 30, 2010

 4. good one.

  Comment by નીલા | March 30, 2010

 5. Nice gazal.

  Comment by પંચમ શુક્લ | March 30, 2010

 6. આંસુનો દરિયો હશે નજીદીકમાં,
  શ્વાસમાં ખારાશ ભળતી જાયછે.
  ENJOYED !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Vishwadeepbhai Thanks for your visit/comment on Chandrapukar !

  Comment by chandravadan | March 30, 2010

 7. ખૂબ જ સુંદર રચના… કુમારમાં પ્રગટ થયેલી રચના…

  કવયિત્રીને હાર્દિક અભિનંદન !!

  Comment by વિવેક ટેલર | April 1, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s