"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“સાંજ ઢળતી જાય છે.”-

બાગને રસ્તે એ   વળતી જાય છે,
આ હવા   ફૂલોને મળતી  જાય છે.

સૂર્યને    માટે  રઝળતી  જાય છે,
રાત   ઝાકળમાં પલળતી જાય છે.

સત્ય  તો  લાક્ષાગૃહે   જીવી  ગયું,
પણ હવેલી છળની બળતી જાય છે.

પાનખર વીંઝાય  છે પર્ણો  ઉપર,
વૃક્ષોની તબિયાત કથળતી જાય છે.

આંસુનો  દરિયો હશે   નજીદીકમાં,
શ્વાસમાં    ખારાશ ભળતી જાયછે.

કેટલાંયે  ખ્વાબ  પાંપણમાં  ભરી,
યાદનો લ્યો,સાંજ ઢળતી જાય છે.

-દિવ્યા રાજેશ મોદી

માર્ચ 29, 2010 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: