"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“કુમાર” અંક-માર્ચ-૨૦૧૦ “દાદીમા” લખુકથા

ગુજરાતી ભાષાના અગ્રગણી સાહિત્ય અંક”કુમાર”માં આ મારી ત્રીજી લઘુકથા પ્રકાશિત થઈ તેનો મને આનંદ અને ગૌરવ છે.
મને વધુને વધું આવી લખુકથા લખવાની પ્રેરણા અને ઉત્સાહ માટે..”કુમાર” તેમજ તંત્રી શ્રી ધીરુભાઈનો ઘણોજ આભારી છું.

માર્ચ 26, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 13 ટિપ્પણીઓ

અતૃપ્ત સરિતા..

                                            
                                                     ‘અલ્પા,ક્યાં સુધી આ  કૌટુંબિક  બંધંનમાં પુરાયેલી રહીશ? તે તારું જીવન નિચોંવી નાંખ્યું .  તને શું મળ્યું?’  ‘પીન્કી, તારી લાગણી હું સમજી શકું છું, તું જ કહે, ૬૦ વરસની  ઉંમરે હવે હું કયાં જાવ? આ ઉંમરે મારી સાથે..’ પીન્કી વચ્ચેજ બોલી ઉંઠી: ‘તને તારા રૂપની કદર નથી, તું  તારી ઉંમર કોઈને ના કહે તો સૌ તને ચાલીસ થી વધારે ના કહે  તેની હું તને ખાત્રી આપું છું.’  ‘જા હવે, મારા ખોટા વખાણ કરવીની તને ટેવ પડી ગઈ છે’.. ‘બસને યાર! અ રે !  તુ કહેતો  છોકરાની લાઈન લગાડી દઉં!’

                                                      પીન્કી અને અલ્પા બન્ને સાથેજ એક પડોશમાં રહી ઉછરેલા છે . નાનપણથી બન્ને સાથે રમેલા,ભણેલા  અને  બન્ને એક બીજા સ્વભાવને અનુરૂપ હતાં. બન્નેના  જીવનના રસ્તા જુદા, જુદા હતાં, અલ્પાએ વીસ વરસે લગ્ન કરી પોતાનું  સંસારિક જીવન શરૂ કર્યું , અલ્પાએ  કૌટુંબિક જવાબદારીનો ટોપલો માથે રાખી સતત ચાલતી રહી, ચાલતી રહી  કદી પોતાના વિશે કશોજ વિચાર કર્યા વગર  ત્રણ, ત્રણ ભાઈઓની જવાદારીનું બંધંન હસ્તે મોં સ્વિકારી  સંસારના અનેક વિંટંબણા વચ્ચે માર્ગ કાઢી આગળને આગળ કોઈ પણ જાતનો વિશ્રાંમ વગર ધપતી રહી જ્યાં સુધી એનું ધ્યેય સિદ્ધ ના થયુ! અનુ એન્જીનિયર,આકાશ ચાર્ટર એકાઉન્ટન્ટ, અને અવિનાશ ડૉકટર. આજે ત્રણે ભાઈઓ અમેરિકામાં સુખી છે,પરણિત છે, છોકરા છૈયા સાથે આરામની જિંદગી જીવી રહ્યં છે.અલ્પા એક શિક્ષિકા તરીકે ત્રીસ વરસ સર્વિસ  કર્યા બાદ નિવૃત થઈ. ત્રણે ભાઈઓને  અલ્પા માટે અતૂટ પ્રેમ હતો એમાં કોઈ શંકાને સ્થાન નહતું. અલ્પાને  નિવૃત થયાબાદ અમેરિકા બોલાવી લીધી.
 

                                                       “મોટીબેન, અમારે માટે તો તું અમારી..મા  અને બાપ છે.  અમો તો બહુંજ નાના હતાં અને નાની ઉંમરે મા-બાપ બન્નેને ખોયા! અને ઘરની સંપૂર્ણ જવાબદારી હસ્તા મોં એ સ્વિકારી તે જે અનેક  મુશ્કેલીનો સામનો કરી આ કૌટુંબિક  જવાબદારીની જહેમત ઉઠાવી  અમોને મોટા કર્યા, ભણાવ્યાં,પરણાવ્યા અને  તારી બચાવેલી મુડીમાંથી   અવિનાશને અમેરિકા મોકલ્યો અને જેને લઈને અમો સૌ અહીં આવી શક્યાં.’  ‘અનુ, મેં મા-બાપને આપેલું વચન પુરું કર્યું છે એમાં મેં કોઈ મોટી ધાડ નથી મારી. એ મારી ફરજ હતી.  ‘ ‘ બેના એ ફ..રજ ની  રજ   અમારા શિર પર છે એનું ઋણ અમે કદી ઉતારી શકીશું નહી! બસ બેના હવે તું   અમારા ત્રણેભાઈઓ સાથે, ગમે તે ભાઈ સાથે રહે અને બાકી જિંદગી આરામથી જીવ!’

                                                       ‘સમય બદલાય છે!.સંજોગ બદલાય છે! માનવી સતત બદલાઈ છે! અલ્પા ! નવું નવું નવ દિવસ. તને એમ કે મની કશી ખબર નથી. ભાભીઓ સાથે  તારા ભાઈઓ પણ હવે તો બદલાઈ ગયાં છે.  એમનાં નાના બાળકો હતાં ત્યારે બેબી-સીટર તરીકે તારો ઉપયોગ કર્યો!  તું ત્રણે ભાઈના  પાંચ છોકરાનું બેબી સીટીંગ કરતી હતી ત્યારે તને મન-ગમતી વસ્તું લાવી આપતાં અને તને બધી ભાભીઓ હાથમાં ને હાથમાં રાખતાં. હવે છોકરાં મોટા થયાં સ્કૂલે જતાં થયાં ને હવે તારી કયાં જરૂર છે ? ‘   ‘ ‘પીન્કી, તારો અને મારો સ્વભાવ  જુદો છે, હવે આ ઉંમરે ખોટું લગાડીને ક્યાં જવાનું. ભાભી બિચારી જોબ પરથી આવી હોય, થાકી હોય તો કોઈવાર બે શબ્દો બોલી કાઢે એમાં ખોટું નહી લગાડવાનું.’    ‘  હા, હા આવી રીતેજ તારું જીવન પુરું થવાનું છે . આ તારી ત્યાગની ભાવના અને શાંત સ્વભાવને લીધે તું ભાભીઓના મેણા-ટોણા વચ્ચે ટકી શકે છે. ‘ પિન્કી  ,ચાલ હું ફોન મુકું છું, રસોઈ કરવાનો સમય થઈ ગયો છે.’
 

                                                         પિન્કી સાથે અવાર-નવાર આવા સુખ-દુ:ખની વાતો થતી.  પિન્કી અને તેણીના હસબન્ડ  બન્ને અલ્પાના શહેરમાં પણ ત્રીસ માઈલ દૂર રહેતાં હતાં. એમને કોઈ બાળક નહોતું. બન્ને નિવૃતી થઈ શેષ જિંદગી હરવા-ફરવા અને ભારતની અવાર-નવાર  મુલાકત લઈ પસાર કરતા હતાં. પિન્કીનીજ ઓળખાણથી  કેલીફૉનિયાના એક વિધૂર હિરેનભાઈના સંપર્કમાં અલ્પા આવી હતી. અવાર-નવાર ફોન પર સારી એવી વાતો અને નવરાશના સમયમાં ચેટ પર કલાકો સુધી ચેટીંગ કરતાં હતાં. ‘ અલ્પા, તને હિરેનભાઈ કેમ લાગ્યા? તને ગમે છે?  નિવૃત છે, પૈસો છે, પોતાના ઘરના ઘર છે, છોકરાઓ  પોત-પોતાની રીતે સેટ થઈ જુદા રહે છે.’   ‘ પિન્કી , યાર મને બીક લાગે છે!  જિંદગીમાં મેં કદી કોઈની સાથે..’  ‘ એજ ને  કોઈની સાથે  પ્રેમની ચેસ્ટા નથી કરી!  કાંઈ વાંધે નહી..હું તને હેલ્પ કરીશ..જો એ તને ગમતાં હોય તો!..It’s  ok!..પણ..’ અલ્પા હું તારું એની સાથે સેટ કરાવું છું..
                                                        હિરેન અને અલ્પાની વચ્ચેની કડી હતી પિન્કી. જો મેં તારે લૉસ-એન્જલસ જવા માટે  પ્લેનની ટિકિટ આવતાં વીકની લઈ લીધી છે અને તું હવે રૂબરૂ  હળી-મળી લગ્નની ડેઈટ નક્કી કરીને જ આવજે.’  ‘ ‘યાર મને..’ .  ‘શું મને મને કરે છે..’ જીવનમાં એક આવો સારો મોકો મળ્યો છે. ‘સ્ત્રી-પુરૂષનું એક મિલન, એક આલિંગન અને ત્યાં સર્જાતી સ્વર્ગની પળો..આહા!.’  ‘ પિન્કી, મારા કરતાં તું વધારે રોમેન્ટીક બની ગઈ છે!..’એ મારો અનુભવ છે અને તારો નવો અનુ…ભવ…ઑકે! માય મોમ!!..અત્યારે તે મારી  મમ્મીની જગ્યા લઈ લધી છે ને?પિન્કી..તું મારી બેનપણીજ નહી..બેન કહું કે મારી મોઁમ..કહેતા કહેતાં અલ્પાના આંખમાં આંસુ આવી ગયાં
 

                                                                                          પિન્કી એરપોર્ટ પર અલ્પાને ડ્રોપ કરી..”WISH YOU BEST OF LUCK’ ‘  ‘Thank you.’  અલ્પા સિક્યોરિટીમાંથી ચેક કરી  પોતાના ગેઈટ પર ગઈ. પ્લેન ઉપડવાને હજું એકાદ કલાકની વાર હતી. જિંદગીમાં કદી ના માણેલું, ના અનુભવેલું  સ્વપ્ન ક્યારે સાકાર થશે એજ થનગનાટ! ‘ હજું બોર્ડીંગ માટે એનાઉન્સ નથી કરતાં? શું પ્લેન   લેઈટ તો નથી ને?  એક બે વખત ઈન્કવાયરીમાં જઈ અલ્પા પુછી લીધું. ‘હવે બોર્ડીગ થવાને પાંચજ મિનિટ બાકી છે!’ હાથમાં હેન્ડકેરી બેગ લઈ લાઈનમાં ઉભી રહેવા ચાલવા લાગી.  સેલફોનની રીંગ વાગી!
‘હલ્લો, અલ્પા તું પ્લેનમાં છો ? ના..બસ હવે બોર્ડીગ શરૂ  થાય છે..’ અલ્પા, એક ખરાબ સમાચાર છે..મને માફ કરજે..’ ‘મે જ તને’ …શું શું જલ્દી કહે..શું  બન્યું? ‘મને થોડીવાર પહેલાંજ  લૉસ-એન્જલસથી અમારા સગા લત્તાભાભીનો ફોન આવ્યો  અને કહ્યું: “હિરેન..ને તો ઘણાં બૈરા સાથે લફરા છે.  કેરેકટર જરીએ સારું નથી.  સ્ત્રીને એક રમવાનું રમકડું સમજે છે..રમી ને ફેંકી દે છે અને પૈસાને જોરે બીજું રમકડું  ખરીદે છે.  બિચારા..અલ્પાબેન ખોટા ખોટા એમાં ફસાઈ જશે! વાત પુરી થાય તે પહેલાંજ અલ્પા બાજુંની ચેર પર  પર્સ પછાડી વિલા મોં એ બેસી ગઈ…એના નામનું બે-ત્રણ વખત એનાઉન્સ થયું. અલ્પાને કશું સંભળાયું નહી…પ્લેન તો સમયસર ઉપડી ગયું..  અલ્પા રહી ગઈ!!
વિનંતી:  વાર્તા વાંચ્યા બાદ આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ અને વિચારો જરૂર આપશો.

માર્ચ 26, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: