કોઈ પાછા જતાં નથી!
જાવું જાવું તો ઘણાં કહે છે, કોઈ પાછા જતાં નથી,
અમેરિકા દેશ છે એવો, કોઈ પાછા જતાં નથી.
રહેવું છે વટથી, છટાંથી, રોટલો-ઓટલો બન્ને મળે,
કહે રોજ ‘આ દેશ નકામો”, તોય પાછા જતાં નથી.
અન્ન ખાય છે આ દેશનું, એજ થાળીમાં છેદ એ કરે,
કેવો કરે છે અન્યાય? તોય પાછા જતાં નથી.
અહીં આવવા એટલાંજ આતુર! કે ઘુસે છે ગેર-કાયદે,
કમાણી દેશમાં મોકલે એ, તોય પાછા જતાં નથી.
કમાણી કરી ઘર બનાવે, છોકરા-છૈયા ખુબ ભણાવે,
સમૃદ્ધ બને,પણ મોં એનું કડવું,તોય પાછા જતાં નથી.
વિશ્વભરની વસ્તી અહીં આવી સુખેથી વસી છે,
આ દેશને દાગ લગાડે છે, તોય પાછા જતાં નથી.
‘દીપ”ને દાઝ છે આ દેશની,શાન પણ રાખે વતનની,
ઋણાનું બંધન તો સમજો! તોય પાછા જતાં નથી.
( અમેરિકા દેશ એવો છે જ્યાં વિશ્વભરના લોકો અહીં આવી વસ્યાં છે.સ્થાયી થયા છે. સમૃદ્ધ બન્યા છે. આ દેશ જ ” Immigrant: ” થયેલા લોકોથી બનેલો છે એમ કહી શકાય. ‘લોકશાહી” દેશ છે. ઘણી સ્વતંત્રતા છે. લોકો સુખી છે. ઘણાં ક્ષેત્રે સારી એવી પ્રગતી કરી વિશ્વમાં મોખરે છે..કોઈ પણ દેશમાં જાવ, ત્યાં બધે સંપૂર્ણ સ્વર્ગ હોતું નથી! એ વાત સૌએ સ્વિકારવી પડશે. સારું-નરસું બધેજ હોય છે. આપણે શું શિખવું છે? આપણે શું સ્વિકારવું છે. એ વ્યક્તિગત પર આધારિત છે. આપણાં માં એક કહેવત છે ” જેવી દ્ર્ષ્ટી એવી સૃષ્ટી!”. આ દેશમાં આવી દુનિયાભરના માણસો સુખી થયાં છે. અહી પ્રમાણિકતા છે, શિસ્ત છે, courtesy છે, વ્યક્તિ એક-બીજને માન આપે છે. સ્ત્રી વર્ગ માટે બહોળો વિકાશ ને માન છે અને પુરેપુરી સ્વતંત્રતા છે જે ઘણાં દેશમાં નથી! છતાં ઘણાં લોકો આ દેશમાં રહીં, અહીંના પુરેપુરા ફાયદા ઉઠાવે,અહીં કદી પણ કોઈ પણ જાતના ટેક્સ પણ ના ભર્યો હોય અને છતાં સોસિયલ સિક્યોરિટીની મફત આવક એમને મલતી હોય , એ આવક માંથી પોતાના દેશમાં પોતાનાજ કુટુંબને આર્થિક મદદ કરતા હોય છતાં..ખોટી, ખોટી ટીકા કરતાં હોય..”દેશમાં પાછા જતાં રહીશું” આ દેહમાં શું દાંટ્યુ છે? ‘નકામો છે’ એમ વર્ષોથી કહેતા હોય છતાં પણ જાય તો નહીજ! ત્યારે દીલ ઉકળી જાય કે”જે થાલીમાં ખાવ છો એજ થાલીમાં છેદ!)
આ કવિતા-મારા વિચારો વાંચ્યા બાદ આપ આપનો પ્રતિભાવ, વિચારો જરૂર આપશોજી.
કોઇ આડંબર વગર રજૂ થયેલીતદ્દન સત્ય હકીકત. માનવ જાત થોડી નગુણી પણ ખરી જ તો. દહીં અને દૂધમાં પગ રાખવા વાળો સ્વભાવ પણ ખરો જ.
ખુબ જ સત્ય ચિતરણ કર્યુ છે બારડ સાહેબ, ધન્યવાદ, પણ આવો બળાપો તો અમે સહુ ભારતિયો ભારતમાં રહીને પણ રોજ-બ-રોજ ઓછે-વત્તેંશે કરીએ જ છીએ, લગભગ દરરો જ ભારતમાં પણ લોકો આ દેશ છોડીને બીજે કોઈ દેશે જઈને રહેવાનુ જ કહે છે. એનુ કારણ છે આપણી દ્રષ્ટી, જે આપે કહ્યુ એ જ છે, પણ એ દ્રષ્ટી ને હુ થોડીક સ્પષ્ટ કરુ તો આપણી એ દ્રષ્ટી સંકુચીત, સ્વાર્થી, સ્વકેન્દ્રીય હોય છે એટલે એ જ દ્રષ્ટી સહુને, ચાહે ભારતમાં, કે અમેરીકા, અથવા અન્ય કોઈ દેશમાં, વત્તેઓછી જોવા મળે છે જ. ૪૨ વરસ પહેલા હુ પણ સંકુચીત માનસ ધરવાતો સામાન્ય, સ્વાર્થી, લાલચી મનુષ્ય હતો પણ જ્યારથી બાઈબલ હાથમાં આવ્યુ એ સમજાણુ અને દ્ર્શ્ટી જ બદલી ગઈ, પ્રભુ યીશુ કહે છે કે “પોતાનાઓ માટે ભેગુ તો પ્રાણીઓ પણ કરે છે, પણ જે બીજાને માટે કરે એ આખા જગતનો સ્વામી બની જાય છે”, એટલે એ સંકુચીતતા હટી જશે અને એ દેશની સેવા કરવાની ઈચ્છા જાગશે તો બધાને શાંતિ અને આનંદથી ભયો ભયો થઈ જાશે અને ભારત વધુ ઉજળુ થશે…..
શ્રી વિશ્વદીપભાઈ,
સુંદર અને યથાર્થ રચના.આપે પરદેશમાં આવી
મળતા અનેક લાભો અને સ્થાયી થવા મથતા લોકમાનસને
બરાબર ઝીલ્યું છે.
મેં ભારતમાં માણેલી ભારતીયતા અને અહીંની સોનપીંજરાની
વાત વડે લાગણીને રજૂ કરીછે.બે અલગ ધ્રુવ સમાન કૃતિઓ છે .
અહીં થોડીક પંક્તિઓ રજૂ કરું છું…ગમશે એવી આશા
..
પરદેશમાં
ઠેક્યા દરિયા ને અમે પૂગ્યા પરદેશ
છોડ્યા વતનના રે વ્હાલ
દામદામ સાહેબીની વાતોમાં ડૂબી
સોન પીંજરે પૂરાયા રે લાલ
એની વેદનાના સાંભળજો હાલ
……
……
છે છે ઘણુંય આ મસ્તાના દેશમાં
નથી જડતા દાદા દાદી એના વેશમાં
બાપથી સવાયા એ ખોળાના હેતડાં
ખોયાં ને રોયા અમે આવી પરદેશમાં
હાય ! હેલોમાં ડૂબાડી અમે પ્રીતજો
વતનની મીઠી વાતો તમે ના છેડજો
રમેશ પટેલ(આકાશદીપ)
રમેશ પટેલ(આકાશદીપ)