"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોઈ પાછા જતાં નથી!

જાવું જાવું  તો ઘણાં કહે છે,    કોઈ   પાછા જતાં નથી,
અમેરિકા   દેશ  છે  એવો,       કોઈ પાછા જતાં નથી.

રહેવું  છે વટથી, છટાંથી,     રોટલો-ઓટલો બન્ને મળે,
કહે રોજ ‘આ દેશ નકામો”,    તોય  પાછા જતાં  નથી.

અન્ન ખાય છે આ દેશનું,   એજ   થાળીમાં  છેદ એ કરે,
કેવો  કરે  છે  અન્યાય?       તોય  પાછા  જતાં   નથી.

અહીં આવવા એટલાંજ આતુર! કે ઘુસે છે ગેર-કાયદે,
કમાણી દેશમાં મોકલે  એ,   તોય  પાછા જતાં  નથી.

કમાણી કરી ઘર બનાવે,   છોકરા-છૈયા ખુબ   ભણાવે,
સમૃદ્ધ બને,પણ મોં એનું કડવું,તોય  પાછા જતાં  નથી.

વિશ્વભરની  વસ્તી  અહીં   આવી   સુખેથી  વસી છે,
આ  દેશને  દાગ લગાડે છે, તોય  પાછા જતાં  નથી.

‘દીપ”ને દાઝ છે આ દેશની,શાન પણ રાખે વતનની,
ઋણાનું  બંધન તો  સમજો!  તોય  પાછા જતાં  નથી.

  

( અમેરિકા દેશ એવો છે જ્યાં વિશ્વભરના લોકો અહીં આવી વસ્યાં છે.સ્થાયી થયા છે. સમૃદ્ધ બન્યા છે. આ દેશ જ ” Immigrant: ” થયેલા લોકોથી બનેલો છે એમ કહી શકાય. ‘લોકશાહી” દેશ છે. ઘણી સ્વતંત્રતા છે. લોકો સુખી છે. ઘણાં ક્ષેત્રે સારી એવી પ્રગતી કરી વિશ્વમાં મોખરે છે..કોઈ પણ દેશમાં જાવ, ત્યાં બધે સંપૂર્ણ સ્વર્ગ હોતું નથી! એ વાત સૌએ  સ્વિકારવી પડશે. સારું-નરસું બધેજ હોય છે. આપણે શું શિખવું છે? આપણે શું સ્વિકારવું છે. એ વ્યક્તિગત પર આધારિત છે. આપણાં માં એક કહેવત છે ” જેવી દ્ર્ષ્ટી એવી સૃષ્ટી!”. આ દેશમાં આવી દુનિયાભરના માણસો સુખી થયાં છે. અહી પ્રમાણિકતા છે, શિસ્ત છે, courtesy છે, વ્યક્તિ એક-બીજને માન આપે છે. સ્ત્રી વર્ગ માટે બહોળો વિકાશ ને માન છે અને પુરેપુરી સ્વતંત્રતા છે જે ઘણાં દેશમાં નથી! છતાં ઘણાં લોકો આ દેશમાં  રહીં, અહીંના પુરેપુરા ફાયદા ઉઠાવે,અહીં કદી પણ કોઈ પણ જાતના ટેક્સ પણ ના ભર્યો હોય અને  છતાં સોસિયલ સિક્યોરિટીની મફત આવક  એમને મલતી હોય ,  એ આવક માંથી પોતાના દેશમાં પોતાનાજ કુટુંબને આર્થિક મદદ કરતા હોય છતાં..ખોટી, ખોટી ટીકા કરતાં હોય..”દેશમાં પાછા જતાં રહીશું” આ દેહમાં શું દાંટ્યુ છે? ‘નકામો છે’ એમ વર્ષોથી કહેતા હોય છતાં પણ જાય તો નહીજ! ત્યારે દીલ ઉકળી જાય કે”જે થાલીમાં ખાવ છો એજ થાલીમાં છેદ!)

આ કવિતા-મારા વિચારો વાંચ્યા બાદ આપ આપનો પ્રતિભાવ, વિચારો જરૂર આપશોજી.

 

માર્ચ 23, 2010 Posted by | સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: