"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વતન હતું..

 

જેને  કહી  રહ્યા  છો  ગગન એ    ચમન  હતું,
અમ  બુલબુલોનું  એ કદી  પ્યારું   વતન હતું.

ને   તારલાઓ   જેમને   કહેતા     રહ્યા  તમે,
એકેક  અમ ચમનનું  ભલા એ    સુમન   હતું
.

આદિ   ને   અંત   એક   હતાં  જિંદગી    મહીં,
ના કો’ ધરા હતી અને ના કો’     ગગન  હતું.

ના  કોઈ   યુગ હતો ન વળી  કોઈ   ક્ષણ હતી,
જ્યાં ખુદ સમય તણું ન કો’  આવાગામન હતું.

સાકી સામે જ, જામ અમે, મય-સદન  અમે,
કૌસરની   ઘૂંટથી   જ  પડ્યું  તનબદન   હતું.

સૈયદ  ખુદ અમે જ   હતા, બાગમાં     અમે,
કીધું    ધરા    પ્રણાય   તે પહેલું પતન  હતું.

જેને   ધરા   કહે   છે   તસવ્વુફ    ‘સમીર’ એ,
માનવ   અનાદિ-કાફલાનું    કૈં   મનન હતું.

-મહેન્દ્ર ‘સમીર’

March 22, 2010 - Posted by | ગમતી ગઝલ

1 Comment »

  1. જેને ધરા કહે છે તસવ્વુફ ’સમીર’ એ,
    માનવ અનાદિ-કાફલાનું કૈં મનન હતું….ઇસ્લામના આ આધ્યાત્મિકવાદને અરબી ભાષામાં “તસવ્વુફ” અને ફારસીમાં “સૂફી” કહે છે. “તસવ્વુફ” એટલે ઉનનું વસ્ત્ર પહેરનાર. “સૂફી” શબ્દનો અર્થ પણ “સૂફ” એટલે ઉન પરથી આવ્યો છે. સૂફી સંતો મોટે ભાગે ઉનનું વસ્ત્ર કે ચોગો પહેરતા હતા.એ પરથી તેમની વિચારધારાને સૂફીવાદ કહેવાનો આરંભ થયો હશે,એમ મોટે ભાગે માનવામાં આવે છે. પણ માત્ર પોષકને કોઈ વિચારધારાની ઓળખ ગણાવી, તેનું નામાભિધાન કે અર્થઘટન કરવું યોગ્ય નથી.
    સૂફી શબ્દની ઉત્પત્તિ અંગે સૂફી સંતોના જીવન પ્રસંગોને અસરકારક શૈલીમાં આલેખતા ફારસી ગ્રન્થ “તઝકીર્તુલ ઓલિયા”ની પ્રસ્તાવનામાં લખ્યું છે,“ ‘સૂફ’ ફારસી ભાષાનો શબ્દ છે. ફારસીમાં હકીમ અને દાનીશ્વરોને ફિલસૂફ કહેવામાં આવે છે. ફિલ એટલે મુહીબ અર્થાત મહોબ્બત કરનાર. અને સૂફ એટલે દાનીશ-હિકમતથી મહોબ્બત કરનાર. એ અર્થમાં એકાગ્ર ચિત્તે ખુદાની મહોબ્બત કરનાર એટલે સૂફી.”
    એજ રીતે “સૂફી”માટે અરબીમાં “તસવ્વુફ” શબ્દ વપરાયો છે. અલ્લામાં ઈબ્ન મલ્દુન તેનો અર્થ સ્પષ્ટ કરતા લખે છે,

    “ ‘તસવ્વુફ’ એટલે ઈબાદત (ભક્તિ)માં પાબંદ (એકાગ્ર) રહેવું. દુનિયાના સુખચેનથી,ધનદોલતથી મુક્ત થઈ માત્ર ખુદાની એકાગ્રચિત્તે ઈબાદત કરવી.”

    Comment by pragnaju | March 22, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s