"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મોરબીની વાણિયણ…લોકગીત

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

આગળ રે મોરબીની વાણિયણ
પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય

એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ
હે તારા બેડલાંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ

એ… કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલ
હે તારી ઈંઢોણીના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે ઈંઢોણીમાં તારા હાથીડાં ડૂલ

એ… કહે રે વાણિયાણી તારા અંબોડાના મૂલ
હે તારા અંબોડાના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારા રે અંબોડે તારા રાજ થાય ડૂલ

એ… કહે રે વાણિયાણી તારા પાનિયુંના મૂલ
હે તારી પાનિયુંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે પાનિયુંમાં તારું માથું થાય ડૂલ

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

Advertisements

March 21, 2010 - Posted by | ગીત, મને ગમતી કવિતા, વાચકને ગમતું

8 Comments »

 1. મસ્ત લોકગીત

  ક્લીક કરો અને સાંભળોઃ Morbi_Ni_Vanian-
  Dina_Gandharva&Hemu_Gadhavi.mp3

  Comment by pragnaju | March 21, 2010

 2. અરે..વાહ સુંદરમજાનું લોકગીત શોધી આવ્યા..વિશ્વદીપભાઇ..

  મોરબી હરીશનું વતન છે અને અમે વાણિયા પણ છીએ..મચ્છુ નદી સાથે જૂનો નાતો છે. આ તો તેને પણ વંચાવવું પડશે. ને પ્રજ્ઞાબહેને આપેલી લીંક પરથી સંભળાવવું પણ પડશે.
  આભાર.

  Comment by nilam doshi | March 22, 2010

 3. ઘણું જ સરસ. વડીલ બહેનોને તો આ ગીત મોંઢે હોય છે. સાચવીને રાખવા જેવું ગીત. આભાર.

  Comment by યશવંત ઠક્કર | March 23, 2010

 4. khub j sars lokgit..ganar hata hemu gadhvi ane divali ben bhil (not too sure of d.bhil).

  Comment by Dilip Kapasi | March 27, 2010

 5. I truly enjoyed this website. I sent it to my brother Sureshbhai Kapasi in Rajkot. He is fond of all of these artists and writers. I too am familiar with all of the folks. Blog doer has done an excellent job in putting this website.

  Thanks Very Much..

  Comment by Dilip Kapasi | March 27, 2010

 6. I like this ‘Lokgeet’

  Comment by Neela Kadakia | March 27, 2010

 7. ghanaj divshe morbi nu aakhu geet vanchava temaj sambhalva malyu. khoble khoble abhinandan,bhsratkumar sanghvi kandivali. mumbai

  Comment by bharatkumar h sanghvi | April 7, 2010

 8. sunder majanu mojilu gujju geet

  Comment by bharatkumar h sanghvi | April 7, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s