"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નથી


સ્હેજ પણ આઘો નથી   પણ તું મને જડતો નથી
ક્યાંક  મારામાં  છુપાયો   પણ કદી નડતો નથી

શ્વાસમાં આરત,અધર પર નામ છાતીમાં સ્મરણ
તું   જ આ સઘળું, ભલે આકાર સાંપડતો   નથી

નામ    તારું   ચુસ્ત, મારા  નામથી  જોડાયું છે
આપણો   સંબંધ  છે, ખડતો કે   ઉખડતો   નથી

ભાંગ   તારા   પ્રેમની છે તો    સતત પીધા  કરું
મોજમાં    રહું છું, બીજો   કોઈ નશો ચડતો નથી

આભમાં    છે     કોઈ,   સાહી  રાખનારું હાથને
આમતો    હું  ખાઉં છું ગોથાં,  છતાં પડતો નથી

સૌજન્ય:’ઉદ્દેશ’
કવિ: હર્ષદ ચંદારાણા

માર્ચ 18, 2010 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: