આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખુબ ખુબ વધાઈ…
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખુબ ખુબ વધાઈ…સ્ત્રી સામાજીક, ધાર્મિક, વ્યવારિક તેમજ દરેક ક્ષેત્રે સંપૂર્ણ પ્રગતી કરતી રહે..વિશ્વમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે એ અમારી ભાવભીંની શુભેચ્છા..
*********************************************************************
“સ્ત્રી” -ચંદ્રકાંત બક્ષીના અવતરણો…
સ્ત્રી જમાનાને બદલે છે અને જમાનો સ્ત્રીને બદલે છે.
માતૃત્વ એ જગતનો સૌથી સંપૂર્ણ શબ્દ છે.
કન્યા એટલે એ જે ઈચ્છા કરે છે. તરૂણી એટલે એ જેણે બાલ્યાવસ્થા ઓળંગી લીધી છે.
સ્ત્રીનું સ્વાતંત્ર્યનું મેઘધનુષ્ય સ્ત્રીના જીવનાકાશને ઢાંકતું જાય એ ગતિથી ફેલાઈ રહ્યું છે, અને ફેલાશે.સ્ત્રીએ પ્રથમ આર્થિક રીતે સ્વતંત્ર અને સંપન્ન થવું પડશે, સ્ત્રીની પોતાની પાસબુકમાંથી સ્ત્રીનાં ઘણાં બધાં સ્વાતંત્ર્યો પ્રકટ થતાં હોય છે.
સેકસ, પ્રેમ અને લગ્ન વિશે સ્ત્રી અને પુરુષ તદ્દન વિરોધી છે. લગ્ન કરવા માટે સ્ત્રીએ સેકસ આપવી પડે છે, સેકસ મેળવવા પુરુષે લગ્ન કરવા પડેછે! સ્ત્રીનો આશય સેકસ દ્વારા પ્રેમ મેલવવાનો છે, પુરુષનો ઈરાદો પ્રેમ દ્વારા સેકસ સુધી પહોંચવાનો છે.
હિન્દુસ્તાનની સ્ત્રીએ પુરુષને માટે જન્મ લીધો હોય છે. એક પુરુષ જે માગે છે એ બધું જ એક જ સ્ત્રી આપી શકે છે. યુરોપમાં આટલું જોઈતું હોય તો ચારપાંચ સ્ત્રીઓ પાસે થી મળી શકે છે.
એક સ્ત્રીની ખરાબ થવાની શક્તિ કેટલી? સ્ત્રી તો જાહેરમાં ગાળ પન બોલી શકતી નથી.સિગરેટ પન પી શકતી નથી. પોતાને મનપસંદ એક પુરુષને પ્યાર કરી શકે છે, અને ખરાબીનો સંતોષ લઈ શકે છે-ફકત! કમજોર સેકસ સિવાય એની પાસે બીજી કોઈ સંપત્તિ છે?
સ્ત્રીસહજ સ્વભાવની કેટલી લાક્ષણિકતાઓ છે.સમયાતિત છે.સ્ત્રીના સંબંધો વય વધવાની સાથે સાથે પોતાના અંતરંગ રકતસંબંધોમાં બદલાતા જાય છે. પરિવાર અને વિસ્તૃત પરિચિત પરિવાર એ સ્ત્રીનું વિશ્વ છે.
પુરુષને મારવા માટે સ્ત્રી હંમેશા વધુ કારગર રહે છે. સ્ત્રી સિફતથી પુરુષને મારી શકે છે અને ..પ્રેમથી મારી શકે છે. પુરુષને માટે એ મુશ્કેલ છે.આંખમાંની આગ પકડાઈ જાય છે.
ધર્મમાં રુચિ નથી એવી સ્ત્રીને તમે જોઈ છે? સ્વાદમાં ખટાશ ન ભાવતી હોય એવી સ્ત્રી તમને મળી રહે શે. રડવાની મજા નહીં આવતી હોય એવી સ્ત્રી તમને મળી રહેશે. પણ ધર્મ તરફ ઉદાસીનતા હોય એવી સ્ત્રી ઓછી મળવાની. ધર્મ એ સ્ત્રીના શરીરનો એક ભાગ છે.
મહત્વની વસ્તુ એ નથી તમે સ્ત્રીને પ્યાર કરો છો! મહત્વની વસ્તું એ છે કે તમે જિંદગીને પ્યાર કરો છો! પાસે સ્ત્રી હોય તો જિંદગીના શ્વાસને મુઠ્ઠીમાં પકડી શકાય છે!