"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ડોલરનું ભૂત…

                                              

                               મફતભાઈ અમારા ગામના એટલે અમારો સંબંધ એવી રીતે ટકી રહેલો. એમના અને મારા વિચારોમાં લાખ-ગાડાનો તફાવત. રાતો-રાત અમીર થઈ જવાના સ્વપ્ના આપણાં ઘણાં ભારતિયોને હોય છે એમાં મફતભાઈની ગણત્રી તો ચોક્કસ થાય! મેં એમને ઘણીવાર સમજાવ્યાં:

‘મફતભાઈ, આ મોટેલના બીઝનેસમાંથી નીકળી જાવ,તમારૂ  નેબરહૂડ  પણ સારૂં નથી , ધોળેદાડે ચોરી, લુંટફાટ થાય છે..મને તો દિવસે પણ અહીં આવતા બીક લાગે છે.
‘હિમેશભાઈ, આ મોટેલ તો સોનાના ઈંડા  આપતી મરઘી છે. જેની ધૂમ કમાણીમાંથી અમો આટલા આગળ આવ્યા.  સત્તર વર્ષ પહેલાં આવ્યા ત્યારે મારા ખીસ્સામાં ફૂટી કોડી પણ નો’તી. કોઈ એ અમારૂ નો’તું .  કરશનભાઈ એ અમને આ  મોટેલમાં  રાખ્યાં અને દિવસ-રાત જાતની પરવા કર્યાં વગર મજૂરી કરી છે, કરકસર કરી પૈસા બચાવ્યાં અને આ મોટેલ એમણે અમને વેંચી દીધી, હવે માંડ  સુખ આવ્યું છે.’

                                             મફતભાઈ  દેશમાં પોતાની જમીન વેંચી , એજન્ટને  એમનાને એમની ધર્મ-પત્નિના થઈ પચાસ લાખ ખવડાવ્યા ત્યારે એ સીધા મેક્સીકો ગયાં  ત્યાંથી ટેક્ષાસ બૉર્ડરમાંથી   ખીચો-ખીચ પચ્ચીસ જણાં  બે દિવસ બંધ ટ્ર્કમાં ભૂખ્યા-તરસ્યા અમેરિકા ઘૂસ્યાં. ટ્ર્કના માણસોએ ગામમાં રાતે બે વાગે નવરા ઢોરની જેમ રખડતા મૂકી દીધા. મફતભાઈ અને એમની પત્નિ મંછાબેન  દેશમાં આવી કાળી મજૂરી કરી અને એ પણ પાછા ખાસ ભણેલા નહીં. આવી પરિસ્થિતીમાં કરશનભાઈ મોટલવાળાએ  આસરો આપ્યો, નોકરી આપી. મુશ્કેલી માંથી બહાર આવ્યા.એકાદ વર્ષબાદ  તેમને  ત્યાં દીકરી ટીના જન્મી અને એ કહે છે કે દીકરીના જન્મબાદ અમે ધણાંજ સુખી થયાં છીએ. દીકરી ટીના અમારી ભાગ્ય-લક્ષ્મી છે, એમના આવ્યાબાદ અમે બે-પાંદડે થયાં.

  
                                           મફતભાઈની પત્નિ મંછાબેન પણ  ડોલરનો એટલોજ મોહ!મારી પત્નિ શીલાને ઘણીવાર કહે: ‘જો શીલાબેન ત્રીપલ કુપનમાં ઘરમાટે ઘણીજ ઘરવખરી હું મફતમાં લઈ આવું છું.’ ‘એ કેવી રીતે?..લાસ્ટ-ટાઈમ ગ્રોસરી સ્ટોરમાં મારે ૧૦૦ ડોલરનું બીલ થયું હતું ..પણ મેં તો જે વસ્તુંમાં ત્રીપલ-કુપન વપરાય એજ વસ્તું લીધી..એટલે સો ડોલરના બીલમાંથી ત્રીપલ કુપન સાથે મે માત્ર પંદર ડૉલર જ આપ્યા..
‘શું વાત કરો છે  મંછાબેન!  શીલાને નવાઈ લાગી.
હા..જ તો !એમાંય એક બે કુપનની ડેઈટ એક્ષપાયર્ડ પણ થઈ ગઈ હતી..તોય ચાલી ગઈ…તમને સાચું કહું,  આ કુપનમાં વસ્તું ફ્રી પડે ત્યારે હું તો પાછી ગ્રોસરી-સ્ટોરમાં જઈ વસ્તું પાછી આપી દઉં.એટલે સામે ચડી આપણને બીજા પૈસા મળે!’

                                  શીલા ઘેર આવી મને બધીવાત કરે ત્યારે દુ:ખ થાય.”આ દેશમાં આવી ..આવી અપ્રમાણિકતા! કહેતા શરમ આવે છે..કે..મફતભાઈની મોટેલમાં ઘણુંજ ઈ-લીગલ ધંધો ચલાવે. એમની મોટેલમાં કોઈ ડ્ર્ગ્ઝવાળા તો કોઈ ક્રીમીનલ કોઈ કૉલ-ગર્લ લઈને આવે..કલાકના ભાવે  પચ્ચીસ ડોલર અને એક્સ-રેઈટેડ મુવી ના દસ ડોલર..આવી અપ્રમાણિક આવક..દિવસમાં આવા ગુંડા જેવા માણસોની રફતાર ચાલે..કોઈ રિસિપ્ટ નહી આપવાની..કેશ બીઝનેસ! જેથી ઈન્કમટેક્ષમાં પણ મોટો ફાયદો..મફતભાઈએ મોટલના આ બીઝનેસમાં ઈન્વેસ્ટમેન્ટ માટે અઢ્ઢી-લાખનું મકાન ખરીદી, ભાડે આપી દીધું..મોટેલની બાજુંમાં કન્વીનયન્ટ સ્ટોર  એમાં ઘણોજ કેશ-બીઝનેસ. અરે! એકાદ વખત સ્ટોરમાંથી રાતે ચોર માલ-સામાન ને થોડી કેશ લઈ ગયાં પણ મફતભાઈ ખોટું કરવામાં તો એકનંબર ના હોશિયાર! ૫૦૦ ડોલરની થયેલી ચોરી..એમણે ઈન્સ્યુરન્સ પાસે ૫૦૦૦ ડોલરની ચોરી બતાવી પૈસા પડાવ્યા…મને એ ઘણાં હોશિયાર છે એ છાપ પાડવાની હંમેશા કોશિષ કરે.

‘હિમેશભાઈ તમે આ  દેશમાં  ચાલીસ વરસથી રહો છો..એક ટીચર તરીકે તમારો શું પગાર? હજું તમે એક ઘર પણ લઈ નથી શક્યાં..’ પૈસા કમાવવા હોય તો બધી ચાલાકી રમવી પડે!
જુઓને મારી દીકરીની ટીનાના બર્થ-ડેના દિવસે બ્રાન્ડ-ન્યુ કેમેરો અને વીડિયો લઈ આવ્યો! પાર્ટીમાં મૂવી ઉતાર્યુ , ફોટા પાડ્યા અને એજ કેમેરો ને વીડિયો  વીકબાદ સ્ટોરમાં  પાછો આપી આવ્યો..બધા પૈસા પાછા લઈ લીધા અને આપણું કામ  મફતમાં થઈ ગયું..આનું નામ ચાલાકી! આને ચાલાકી કહેવી કે નાદાની ? એ દલીલ એમની સાથે કરવાનો મને કોઈ અર્થ યોગ્ય ન લાગ્યો. હા, મારી પાસે મફતભાઈને જેમ મીલયન ડોલર કેશ નથી, શાંતી છે, મારા બાળકોને કેળવણી, સારા સંસ્કાર આપ્યાં અને આજ  મારા બન્ને છોકરા ડોકટર્સ છે એનું મને ગૌરવ છે, મારું સેવીંગ મારા બાળકો છે.એજ મારી સાચી સંપત્તી છે..પણ આ વાત મફતભાઈના મગજમાં કે મનમાં કદી પણ ઉતરવાની નથી. એમનો રસ્તોજ  જુદો છે!

                                      રાત્રીના સાડા અગિઆર થયાં હશે! મારા ફોનની રીંગ વાગી. મને અને  શીલાને થયું રોંગ-નંબર હશે..જે હશે  તે આન્સરીંગ મશીનમાં મેસેજ મુકી દેશે અને કાલે ફોન કરી દેશું..પણ ફોન બે થી ત્રણ વખત ફરી..ફરી આવ્યો..મેં ઉપાડ્યો..
‘હલો!
‘હિમેશભાઈ તમે જલ્દી આવો!’ હું અડધો ઊંઘમા હતો…’પણ આપ કોણ ?’  સામેથી રડવાનો અવાજ બહુંજ આવતો હતો..

‘હું..હું મફત…પ્લીઝ, તમે  મોટેલ પર જલ્દીઆવો’.. એ ધ્રુસકે ધ્રસકે રડતા હતાં.

‘પણ થયું  શુ?’ એ પુછુ એ પહેલાંજ એમણે ફોન મુકી દીધો. મને ધ્રાસકો પડ્યો!  ‘શીલા, મફતભાઈનો ફોન  હતો..મને તાત્કાલિક બોલાવ્યો છે.’
હા..હા તમે જલ્દી જાવ..એ બહું મુશ્કેલીમાં લાગે છે..કઈક અજુકતું બની ગયું લાગે છે;..તમે જલ્દી…
‘હા, શીલા…જે મોટેલમાં મને દિવસે જતાં ડર લાગે છે અને એ નેબરહુડ  સારું નથી…
‘હા. એમ કરો કે  આપણાં નેબર(પડોશી) મનીષભાઈને સાથે લઈ જાવ..એ ના નહી પાડે’
‘That is good ideas'( એ વાત સાચી કરી)
મનીષભાઈ ને ઉઠાડ્યા..એ તુરત તૈયાર થઈ ગયાં..
મનીષભાઈ એ કહ્યું : ‘હું મારી કાર લઈ લવ છું..તમે ટેનેશનમાં કાર નહીં ચલાવી શકો!
કાર મફતભાઈની મોટલના રસ્તે લીધી..
‘મફતભાઈ ને મેં હજાર વખત કીધું છે કે આવા નેબરહુડમાંથી નીકળી જાવ!  મને લાગેછે કઈક ખરાબ બન્યું છે.
હિમેશભાઈ, (Hope for good.)આશા રાખીએ કે કશું નહી બન્યું હોય!..સૌ સારા વાના  હશે!
અમારા ઘરથી એમની મોટેલનો રસ્તો ત્રીસ મિનિટનો હતો..
‘મનીષ એ માણસ લોભી છે..પૈસા પાછળ ગાંડો છે.’ તમે માનશો કે મેં એક વખત આ મોટેલ વેચી, આવા ધંધામાંથી નિકળે જવાની વાત કરી..ત્યારે એમણે શું કીધું? કહું:
‘અરે! યાર..નિકળતા પહેલા..આ જુની થયેલી મોટેલને ફૂંકી મારીશ(બાળી દઈશ) જેથી..ઈન્સ્યુરન્સમાંથી મને દોઢ મિલિયન મળી જાય..આપણે તો માલમ..માલ થઈને નીકળવું છે..
‘સાચી વાત છે, હિમેશભાઈ..આવા આપણાં દેશી માણસો..અહી આવી .આપણી આબરૂના કાકરા અને આપણાં દેશનું નામ બદનામ કરે છે.’ મનીષભાઈ સહમત થતાં બોલ્યાં..
‘મનીષભાઈ નેક્સ્ટ. સ્ટ્રીટ પર રાઈટ ટર્ન લેજો અને ક્વાટર્સ માઈલમાં જમણી બાજૂમાંજ એમની મોટેલ દેખાશે!
ઓહ! માય  ગૉડ!
મફતભાઈની મોટેલ પાસે દૂરથી ચાર-પાંચ પોલીસ-કાર-લાઈટ ફ્લેશીગ કરતી ઉભી હતી..
કાર મોટેલ પાસે આવી…ત્યાં એમ્બ્યુલન્સ, ફાયર-બ્રીગેડ ટ્રક..સૌ આવી ગયાં હતાં.
હું દોડી મફતભાઈ પાસે દોડ્યો…’શું થયું..’
એ કશું બોલી ના શક્યા!! માથે હાથ રખી ધુસકે..ધ્રુસકે બાળકની જેમ રડતાં હતાં!
મંછાબેનને શોધવા લાગ્યો..તો એ  બેભાન અવસ્થામાં…પેરેમેડીક એમને સારવાર આપી રહ્યાં હતાં..
હું પોલીસ પાસે ગયો..ત્યાં મોટેલની રૂમ્સની આજુબાજું ..યલો..પોલીસ ટેઈપ લગાવેલી હતી. ત્યાં જવાની મનાઈ હતી…મને ધ્રાસકો પડ્યો!
મેં એક પોલીસ ઓફીસરને મારી ઓળખાણ આપી: ‘હું આ મોટેલના માલિકનો અગંત મિત્ર છું..એમનો ફોન આવ્યો તેથી હું અહી એમની મદદ..
તુરત પોલીસ ઓફીસરે કહ્યુ:’ કહેતા મને દુ:ખ થાય છે કે મોટેલ-માલિકની સોળ વર્ષની દીકરીને કોઈ ગુંડાએ રેઈપ કરી તેણીનું મર્ડર(ખૂન) કરેલ છે… એ મોટેલમાંથી નાસી  ગયો છે…લાપત્તા છે..

‘આ ડોલરનું ભૂત..એક નિર્દોષ બાળકીને ભરખી ગયું’..મારાથી મનોમન બોલાઈ ગયું.

વાર્તા વાંચ્યા બાદ આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો..

માર્ચ 6, 2010 - Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના

7 ટિપ્પણીઓ »

  1. good.other side of the indian people how old genration thanks thinks

    ટિપ્પણી by narendraandila | માર્ચ 6, 2010

  2. Dear Vishwadeepbhai,

    I woke up early this Saturday morning to work on my Tax return but could not resist to read your article. Good one to open the eye of our fellow brothers.

    I suggest that you send this to “DARAPAN” and “GUNJAN” atleast to spread the word.

    Keep writing and once you have good collection, do publish in a book form like I did on my book “HALVE HAIYE”

    This is one kind of SAMAJ SEVA with out holding a position (for name) or a mike (for face value)! You just hold on your pencil and work behind the curtain. People will know you more by your article.

    Hope to see more articles like this.
    Best of luck and happy writing.

    Chiman Patel “CHAMAN”

    ટિપ્પણી by chiman Patel"CHAMAN" | માર્ચ 6, 2010

  3. પૈસા પાછળનું ગાંડપણ.. ચાલાકી રમી પૈસા બનાવ્યા એક સ્વજન ભોગે.?.સુંદર.હ્ર્દય સ્પર્શીથી એક ઘટના…

    ટિપ્પણી by rekha | માર્ચ 6, 2010

  4. This is the fact.So many people were doing this klnd of
    business to make DOLLAR.

    ટિપ્પણી by pravina | માર્ચ 7, 2010

  5. Really nice story.

    ટિપ્પણી by Minaxi | માર્ચ 7, 2010

  6. આનું નામ ચાલાકી! આને ચાલાકી કહેવી કે નાદાની ? કે પછી બેઇમાની ?
    ઇશ્વરની લાઠી દેખાતી નથી પણ એના સોળ આખી જીંદગી ચમચમે છે.

    સરસ વાર્તાલેખન

    ટિપ્પણી by Rajul Shah | માર્ચ 26, 2010

  7. really interesting and suspense, too !

    ooops… but the end is very serious, it’s toooo much, he lost his daughter !

    ટિપ્પણી by Pinki | માર્ચ 27, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: