"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મા-ભારતીનું હ્ર્દય ઉકળે છે…

 

ભારતીય ધ્વજ બળતો જોઈ…ઉદભવેલું કાવ્ય..

***********************************************

મારાજ દેશમાં મારો જ દેહ બળે છે,
      મારી ચુંદડી સમો ધ્વજ બળે છે.

કોઈ રોકે  નહી, કોઈ ટોકે નહી,
        મા નો દેહ,ભડ  ભડ બળે છે….ધ્વજ બળે છે.

કેવી છે આઝાદી?  હાથ મારો  મચોડે,
       જકડે-પકડી મા જીવતી બળે છે….ધ્વજ બળે છે.

સત્ય અહિંસા ને શાંતીના દૂત સમો,
         ધ્વજ મારો રોજ રોજ  બળે છે….ધ્વજ બળે છે.

સભામાં સૌ શાંત બેઠા ભીષ્મસમા,
        મૌનભાવે આ   ધ્વજ   બળે છે….ધ્વજ બળે છે
.

ફરકતો ધ્વજ, દેશના વિજયની નીશાની,
    ધિક્કારની આગમાં, આ ધ્વજ બળે છે…ધ્વજ બળે છે..

મળી છે આઝાદી મહા-મુલ્યે દેશવાસી,
       ચેતો! વતનવાસી,નહીં તો બળે છે…ધ્વજ બળે છે
..

માર્ચ 3, 2010 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

અહીં તો…

 

બરફ હોય તો ગળે
અહીં તો પથ્થર નરદમ પથ્થર!
હવા હોય તો હલે
અહીં તો   ખાલીપાનું  ખપ્પર !

 
ક્યાં જઈને ઠરવાનું અહીંયાં ?
    નથી  છાંયડો -છાજ
કોમળતા અહીં કેમ કૉળશે?
    કાતિલતાનાં રાજ
     સાંજ હોયતો  ઢળે
અહીંતો ધોમ ધખે શિર કટ્ટર!

પરખ તેય તરસી અહીંયાં,
      ધરતી પીળું પાન;
આભ પીંખતું પાંખોને ત્યાં
        ભરાય કેમ ઉડાન?
      મૂળને મબલખ મળે
અહી તો બધુંય અધ્ધરપધ્ધર!

સાથ રહ્યું આવવું…

-ઊજમશી પરમાર

માર્ચ 3, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: