"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પિતાની પ્રાર્થના..

પ્રભુ, મને એક એવો પુત્ર આપો, જે
પોતાના દુર્બળતાને જાણે એતલો બળવાન હોય
અને ભયભીત  થાય ત્યારે  પોતાનો સામનો કરી શકે…
એટલો પરક્રમી હોય!
સાચી હારમાં એ ગૌરવ અનુભવે અને સ્થિરચિત્ત બની રહે
વિજયમાં એ વિનમ્ર અને સુશીલ બને.

પ્રભુ, મારા પુત્રને એવો બનાવજો કે
જ્યારે એના સામર્થ્યની જરુર હોય ત્યારે એ સ્વાર્થ ન સાધે;
મારો પુત્ર તમને જાણે, અને એને એ વાતની પ્રતીતિ
થાય કે, પૂર્ણજ્ઞાન સુધી લઈ જતી સીડીનું પહેલું સોપાન
તે પોતાની જાતનું જ્ઞાન છે.

હે, ભગવાન, આરામ અને અનુકૂળનાં ફૂલો પથરાયાં
હોય, એવા રસ્તે એને ન મોકલતા,
એને પડકાર,  સંઘર્ષ અને
કઠિનાઈના કંટકોવાળા રસ્તે ચાલતાં શીખવજો.

એ રસ્તા પર આંધી ને તોફાન આવે
ત્યારે એ સ્થિર રહેતાં શીખે, અને
આ વાવાઝોડમાં જેઓ ધરાશાયી બન્યાં હોય
એમના પ્રત્યે એની કરુણતાનો સ્ત્રોત વહે;

મારા પુત્રનું હૃદય સ્વચ્છ અને નિર્મળ હજો, પ્રભુ!
અને એનો ઉદ્દેશ મહાન હોજો.
બીજાઓ પર પ્રભુત્વ મેલવવાની આકાંક્ષા જાગે
એ પહેલાં એ પોતાના પર કાબૂ મેળવે,

એ દિલ ખોલીને હસતાં શીખે
અને એની આંખો ક્યારેક આંસુથી સજળ પણ બને,
એની દ્રષ્ટી ભવિષ્યની  ઝાંખી કરી શકે
અને વીતેલા સમયને પણ જોઈ શકે.

મારી અંતિમ પ્રાર્થના એ છે , ઈશ્વર!
કે એને થોડી વિનોદવૃત્તિ પણ આપજો
જેથી એ હંમેશ ગંભીર બની રહી, પોતાની જાત તરફ
અનુદાર ન બને..
એને વિવેકી બનાવજો,
જેથી એ સાચી મહત્તાની સરળતાને,
   બુદ્ધિમત્તાના ઔદાર્યને જાણી શકે.

આમ જે બનશે, તો  મારી વાણી
કૃતજ્ઞ થઈ ધીમા સ્વરે કહેશે:
“મારું જીવન એળે નથી ગયું.

-કવિ અજ્ઞાત(“પરમ સમીપે”)

 ( તાક: આ પિતાની પ્રાર્થના માત્ર પુત્ર પુરતી સિમિત ના હોય શકે..પિતાના કોઈ પણ બાળક(પુત્ર કે પુત્રી) માટે  આજ પ્રાર્થના કરી શકાય..)

ફેબ્રુવારી 16, 2010 - Posted by | ગમતી વાતો, વાચકને ગમતું

2 ટિપ્પણીઓ »

  1. “ઘણું સરસ, જ્યાં સુધી હું આ પ્રમાણે ના બની સકું ત્યાં સુધી પ્રભુ મારા ઘેર પુત્ર ના જન્મે….”

    ટિપ્પણી by vipul | ફેબ્રુવારી 17, 2010

  2. pita no pream is best kavita.
    thankyou v much for good writing i read every day and waiting more…

    ટિપ્પણી by Harsha | ફેબ્રુવારી 17, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s