"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“આ હ્ર્દયને ખોલવું પણ કેટલું અઘરું હતું..”

આ  હ્ર્દયને ખોલવું  પણ  કેટલું  અઘરું  હતું,
સાવ  સાચું   બોલવું   પણ કેટલું  અઘરું હતું.

હું’ય  હસતો ને હસીને લોથ થઈ  જાતો હતો,
દર્દને  સંતાડવું   પણ    કેટલું  અઘરું    હતું.

હું પ્રતિબિંબિત  હતો ,મારો ‘ઈગો’સામે થયો,
આયનાને   ફોડવો    પણ કેટલું   અઘરું  હતું.

એજ   બંધનથી  મને મુક્તિ કદિ’યે ના મળી,
એક    વળગણ છોડવું   પણ કેટલું અઘરું હતું.

યાદની  કિતાબ દુ:ખદાયક  હતી ને તે  છતાં,
એક   પાનું ફાડવું  પણ     કેટલું  અઘરું  હતું.

હાથમાં   મારા જ મારી   ઝંખનાનું  ખૂન   છે,
એ    ભીનું    સંકેલવું  પણ કેટલું  અઘરું  હતું.

-અલ્પેશ પાઠક’પાગલ’

February 15, 2010 - Posted by | ગમતી ગઝલ

3 Comments »

  1. સરસ ભાવ જાળવીને વ્યક્ત થયેલી અભિવ્યક્તિ.
    અલ્પેશ….!
    અહીં મને એક સૂચન કરવાનું મન થાય છે …..
    રદિફમાં અઘરૂં હતું ની જગ્યાએ પડ્યું કર્યું હોય તો કેમ ?
    મિત્ર છો એટલે સારી ગઝલને વધુ સારી બનાવવાના ભાવ સાથે,હક્થી સૂચન કરવાની લાગણીથી સૂચન કર્યું છે
    -વિચારી જો જે.

    Comment by ડૉ.મહેશ રાવલ | February 15, 2010

  2. એજ બંધનથી મને મુક્તિ કદિ’યે ના મળી,
    એક વળગણ છોડવું પણ કેટલું અઘરું હતું.

    યાદની કિતાબ દુ:ખદાયક હતી ને તે છતાં,
    એક પાનું ફાડવું પણ કેટલું અઘરું હતું.

    સુંદર રચના

    Comment by chetu | February 15, 2010

  3. Koee ye sachun j kahyun chhe

    JYAN NA PAHONCHE RAVI

    TYAN PAHONCHE KAVI

    GOODONE

    Comment by REKHA S DEDHIA | February 17, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s