"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઓહ્ મૉમ!

                                               

                                                                                                             ‘શિવ-દયાળું નર્સિંગહોમ’ પાસે ગર્લ્સ-સ્કાઉટની ટીમ,જેમાં પંદર બાળીકા,જેમની ઉંમર પાંચથી સાત વર્ષની હતી. નાની મીની બસમાં ત્રણ લેડી-વૉલીનટીયર્સ હતી.પાંચ, પાંચની નાની  ટુકડી સાથે એક વૉલીનટીયર સાથે હાથમાં પંદરથી વીસ હેપી-વેલેનટાઈનના કાર્ડસ હતાં. નર્સિંગ-હોમની મેનેજર મીસ ગુપ્તાએ  સૌને  મીઠા-હાસ્ય સાથે આવકારતા કહ્યું: “વેલેનેટાઈન નિમિત્તે આપ સૌ શીવ-દયાળું નર્સિંગ હોમ  આવ્યા છો અને  આ બાળીકાઓ, દરેક અહી વસતા વડીલોને વેલેનટાઈન ગીત અને કાર્ડસ આપવાના છો તેથી અમો તેમજ આ વડીલો બહુંજ ખુશ થશે. તેઓ પ્રેમના ભૂખ્યા છે.સૌ નાના બાળકોને જોઈ હર્ષ-ઘેલા બની જશે.ઘણાં વડીલો અહીંયા છે જેમણે પોતાની શરીરની મર્યાદાને લીધે બહાર નીકળી નથી શકતાં, બેડમાં જ પડ્યા રહેવું પડે છે. તેઓ તમને સૌને જોઈ બહુજ ખુશ-ખુશાલ  થઈ જશે.”

                                                 પાંચ, પાંચની ટીમમાં સૌ ગોઠવાઈ ગયાં હાથમાં વેલેટાઈન કાર્ડ..વૉલીનટીયટર રુમ પાસે જઈ વડીલને પુછે:”May we sing avalentine song for you?( અમે વેલેનટાઈન્સનું ગીત ગાઈ શકીએ?).ઉંમરવાન વડીલ તુરત જ “હા” કહી દે એટલે  દરેક નાની બાળીકા ગુલાબી સ્મિત સાથે  ગીત ગાતા ગાત નૃત્ય કરતા ગાઈ:
“You’re in my thoughts and in my heart
Wherever I may go ‘ ♥
On Valentine’s Day, I’d like to say
I care more than you know.”

( “હું  જ્યાં પણ જાઉં, આપ મારા મનમાં ,

મારા  હૈયામાં વસોછો..

વેલેનટાઈન્સ-દિવસે એટલુંજ કહીશ..

આપ ધારો છો  એથી વિશેષ હું ચાહું છું..”)
આ ગીત બાળકો પુરુ કરે અને વડીલના હાથમાં કાર્ડ આપે..વડીલની આંખ ભીંની થઈ જાય, ગળગળા થઈ બોલી ઉઠે.’ ઘણાં દિવસબાદ આવો અનોખો આનંદ મળ્યો છે..અમારા પૌત્ર-પૌત્રીઓ યાદ આવી જાય છે..ખુબ, ખુબ આભાર.”

                                        એક પછી એક રૂમમાં બાળીકાઓ ઠનગણાટ અને ઉત્સાહભેર જતી હતી અને આજ નર્સિંગહોમમાં એક આનંદનું વાતાવરણ પ્રસરી રહ્યું હતું, સૌ વડીલોના હૈયામાં એક અનોખો ઉત્સાહ હતો. એક રૂમમાં બાળીકાઓ એ ગીત પુરુ કરી ૭૯ વર્ષના માજીને કીમે  કાર્ડ આપ્યું. કાર્ડમાં નીચે નામ હતું…”કીમ રમણલાલ પટેલ” માજી  કીમ તરફ તાકી રહ્યાં..માથું ખજવાળી ધીરા અવાજે બોલ્યા..તું રમણ પટેલની દીકરી  છો? મારા રમણીયાની?  માજીની નજીક જતાં કીમ થોડી શરમાણી…શરમાતા, શરમાતા બોલી “હા” ..મારી પૌત્રી.કહી ગળી લગાવી દીધી, ગાલપર  વ્હાલભર્યું ચુંબન કર્યું..બેટી..’મેં તને પહેલીવાર જોઈ..હું અહી સાત વરસથી છું. પણ તારો બાપ કદી  મને જોવા નથી આવ્યો.’ બેટી, એમાં તારો શું વાંક? પરિસ્થિતી વણસે એ પહેલાં ટીમ લીડર મીસ સ્મીથ બોલી : મેમ..માફ કરજો અમારે બીજા વડીલો પાસે પણ જવાનું છે..ફરી કોઈવાર..કહી સૌ બાળકી સાથે રુમમાંથી નીકળી ગયાં..કીમ એકદમ હેબતાઈ ગઈ, બિચારી સાત વરસની છોકરી શું જવાબ દે? ‘bye grand-ma ..I love you..’ કહી ટીમ લીડર સાથે રુમમાંથી  બહાર નીકળી.

                                        કીમ ઘેર આવી તુરતજ  એની મમ્મીને પ્રશ્ન કર્યો : ‘મૉમ, તે મને કેમ કદી પણ કહ્યું નથી કે મારે દાદીમાં છે અને જીવે છે અને “શીવ-દયા નર્સિંગ -હોમમાં રહે છે..Why?  તેણીની મમ્મી શીલા શું જવાબ દે? 

દાદીમાને સાત વરસ પહેલાં  સ્ટ્રોક આવવાથી તેમના અંગનો એક ભાગ  કામ નહોતો કરતો અને મોટાભાગે વ્હીલ-ચેરમાં રહેવું પડેતું હતુ તેથી થોડ ચિડીયો સ્વભાવ થઈ ગયો હતો તે સ્વભાવિક છે. શીલા અને રમણભાઈને ત્રણ પીઝાહટ હતાં તેથી બિઝનેસમાંથી જરીની પણ નવરાશ નહી.  શીલાએ છછેડાઈને રમણભાઈને કહ્યું:
તમે કંઈક કરો, હું તો આ ઘરથી કંટાળી ગઈ છું.ઘેર થાકાપાક્યા આવીએ અને તમારી મા ના મારે-મેણા-ટેણાં સાંભળવાના.’
શીલા, એમની ઉંમર અને દર્દને લીધે એનો ચેડીયો સ્વભાવ થઈ ગયો છે હું જાણું છુ પણ તું થોડી શાંતી રાખે તો સારું..
‘જો તમને કહી દઉ છું કાંતો એ નહી કા હું નહી..આ ઘરમાં એ રહેશે તો હું મારો રસ્તો કાઢી લઈશ.’

                                      રમણભાઈ આવા રોજના કંકાશથી તંગ આવી ગયા હતાં, ના છુટકે માને નર્સિંગ-હોમમાં મૂકી દીધા શરૂઆતમા તો દરરોજ નર્સિંગ હોમમાંથી ફોન આવે: ‘તમારી મમ્મી કશુ ખાતા નથી અને રો..રો કર્યા કરે છે. પણ નાતો રમણભાઈ માની મુલાકત લે , નાતો શીલા સાસુને મળવા જાય! સાસુમાને ટેવાવવું પડ્યું..કોઈ છુટકો હતો?

                                     જેવા રમણભાઈ ઘેર આવ્યા તુરત શીલાએ બનેલી ઘટનાની વાત કરી: કીમ બહુંજ અપસેટ છે રમણ? ‘શીલા મને ખબર જ હતી કે વહેલી-મોડી કીમને ખબર પડશેજ કીમ સાત વરસની થઈ પણ આપણે કદી બાની મુલાકાત પણ નથી લીધી કે કીમને  બા વિશે કશું કીધું નથી. ‘શીલા, સત્ય સમય આવે ત્યારે વાદળને ચીરી,સૂર્ય જેમ બહાર પ્રકાશમાન થાય તેવી રીતે બહાર આવે છે.’  રમણભાઈ એ કીમને બોલાવી: બેટી..આવતી કાલે રવિવાર છે અને રીયલ વેલેનટાઈન છે તો હું, તું અને તારી મમ્મી સૌ સાથે મળી “દાદીમાને હેપી વેલેનટાઈન્સ કહેવા જઈશું બસ..”હેપી”..
યસ ડેડ, આઈ લવ માય ગ્રાન્ડ-મા..એ બહુજ માયાળું છે.
હું દાદીમા માટે મ્યુઝીકલ કાર્ડ, ચોકલેટ કેન્ડી અને પીન્ક બલુન લઈ જઈશ..

‘ઓકે બેટી.’
                                     રમણભાઈને આખી રાત ઉંઘ ના આવી , મન વિચારે ચડ્યું” હું અહી  અમેરિકા ૩૭ વરસ પહેલાં મમ્મી-ડેડી સાથે આંગળી જાલી આવ્યો ત્યારે બે વરસનો હતો. યાદ છે મારા ડેડી હું પાંચ વરસનો થયો અને એમનું હાર્ટ-એટેકમાં મૃત્યુ થયું.મમ્મીને મને ઉછેર કરવામાં કેટેલી તકલીફ ભોગવવી પડી છે તે મારા સિવાય કોઈ જાણતું નથી..મને ભણાવ્યો-ગણાવ્યો અને એક બીઝનેસમેન બનાવ્યો આ સૌ મા તારા પ્રતાપે! ઘરના કંકાશે ના છુટકે મા મે તારી સાથે અપરાધ કરી અને તને ડે-ટાઈમ પ્રીઝન જેવી નર્સિંગહોમમાં ધકેલી દીધી..શું કરું મા મારી લાચારી!

                                      સવાર થઈ સૌ નવવાગે  તૈયાર થઈ કારમાં ગોઠવાઈ ગયા.કીમ, દાદીમાને મળવા બહુંજ આતુર હતી, ખુશ હતી. ‘મારી દાદીમાને મળીશ,, હગ આપી કહીશ કે જુઓ..હું મમ્મી-ડેડી બન્નેને સાથી લાવી છું ..એ કેટલા ખુશ થશે?’ શીવ-દયાળું નર્સિંગ-હોમ પાસે કાર આવી, રમણભાઈ કાર પાર્ક કરી સૌ ઉત્સાહભર નર્સિંગહોમમાં પ્રવેશ કર્યો..નર્સ દોડતી દોડતી આવી.. મીસ્ટર પટેલ અહી આવો…કેમ? રમણભાઈ નર્સ પાસે ગયા.. નર્સબોલી” મે આપને ઘેરે બહુંજ ફોન કર્યાં..હા હા પણ અમે રસ્તામાં હતાં શું છે બોલો? મીસ્ટર પટેલ..તમારા મમ્મી બે કલાક પહેલાંજ…શું કહોછો.રમણભાઈ  બે બાકળા થઈ ગયાં. નર્સની આંખમાં પણ  આંસુ હતાં બોલી” હા. આપની માનો  સ્વર્ગવાસ થયો !…”ઓહ્ મૉમ!”

વાર્તા વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપો.

Advertisements

ફેબ્રુવારી 14, 2010 - Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના

7 ટિપ્પણીઓ »

 1. Excellant!
  bahu ja saras vaarta

  ટિપ્પણી by vijayshah | ફેબ્રુવારી 14, 2010

 2. Very nice story…It’s very touchy.

  ટિપ્પણી by rekha | ફેબ્રુવારી 14, 2010

 3. મૉમ. કહાની ઘરઘરની હોવા છતાં રાંડ્યા પછીનું ડહાપણ જેવું બને તેનો દાખલો ધ્યાનમાં લેવાય અને સમયસર અમલ થાય તો ઘણા વડિલોના જીવનમાં સુખનો સાગર લહેરાય.
  સૌને સન્મતિ દે ભગવાન.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  ટિપ્પણી by kantilal | ફેબ્રુવારી 14, 2010

 4. ”હું જ્યાં પણ જાઉં, આપ મારા મનમાં ,
  મારા હૈયામાં વસો છો..
  વેલેનટાઈન્સ-દિવસે એટલુંજ કહીશ..
  આપ ધારો છો એનાથી વિશેષ હું ચાહું છું..”

  ખૂબ સરસ રીતે કહેવાયેલી વાત તરત જ મનમાં સોસરી ઉતરી જાય.

  ટિપ્પણી by Rajul | ફેબ્રુવારી 15, 2010

 5. આમ પણ બને. આમ જ બને !

  ટિપ્પણી by સુરેશ જાની | ફેબ્રુવારી 17, 2010

 6. puj visvadeepbhai
  “valantine” and “adhuru sapana” , both are v real story
  i reali liked it.

  ટિપ્પણી by Harsha | ફેબ્રુવારી 17, 2010

 7. very touchy story.god gives them wisdom and under standing the children and pareant.

  ટિપ્પણી by sushila | ફેબ્રુવારી 18, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s