"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમે મોં ફેરવી લીધું.

 
બધી મસ્તી  મજાઓથી અમે મોં   ફેરવી  લીધું,
જર્જરિત એ  જગ્યાઓથી અમે મોં  ફેરવી  લીધું.

વરસવાનું  વચન આપી  હમેશાં  છેતેરે  છે એ,
ગરજતાં વાદળાંઓથી   અમે  મોં  ફેરવી  લીધુ.

સદા બસ આભમાં ઊડ્યા કરે છે એજ  કારણથી,
પરીની  વારતાઓથી   અમે  મોં   ફેરવી લીધું.

ઠરીને  ઠામ   એ થાતાં નથી ક્યારેયને  ક્યાંયે,
ખરેલાં    પાંદઓથી  અમે    મોં  ફેરવી  લીધું.

અભિનય સાવ સઘળો આજ એનો પાંગળો લાગ્યો,
ઉપરછલ્લી    અદાઓથી  અમે મોં   ફેરવી લીધું.

પછી  થાકી  ગયા  અંતે  બધો ચળકાટ  આંજીને,
સળગતી  એ સભાઓથી   અમે મોં  ફેરવી લીધું.

જરા   બાંધી  શકે તો એક કાચો તાંતણો  કેવળ,
અહીં  તો ભલભલાઓથી  અમે મોં  ફેરવી લીધું.

-નીતિન વડગામા

Advertisements

February 11, 2010 - Posted by | ગમતી ગઝલ

4 Comments »

 1. વરસવાનું વચન આપી હમેશાં છેતેરે છે એ,
  ગરજતાં વાદળાંઓથી અમે મોં ફેરવી લીધુ.

  સુંદર પંક્તિઓ..!!

  Comment by chetu | February 11, 2010

 2. સદા બસ આભમાં ઊડ્યા કરે છે એજ કારણથી,
  પરીની વારતાઓથી અમે મોં ફેરવી લીધું.
  વાહ…ક્યા બાત હૈ…

  Comment by devikadhruva | February 11, 2010

 3. ખૂબ સરસ ગઝલ..
  લતા હિરાણી

  Comment by readsetu | February 12, 2010

 4. “આવો, આવો તો મારી આંખો ઠરે,
  ને નહિ આવો તો મુખ નહિ મોડું” -વિશ્વદીપભાઇ

  “અહીં તો ભલભલાઓથી અમે મોં ફેરવી લીધું” – નીતિનભાઇ ! (Ignore this)

  સરસ ગઝલ !

  Comment by Bhajman Nanavaty | February 27, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s