"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દરિયો


શંખ રેતી,માછલી ને છીપના  પરિવારમાં દરિયો  હતો,
જિંદગીભર    ખારવાને  એકલો  પડકારમાં દરિયો  હતો.

ઈશ્વરી  દરબારમાં  ફરિયાદ નોંધાવી   નદીએ ને તરત,
સાવ ખોટા  કારણોસર એ પછી  અખબારમાં દરિયો હતો.

કબનસીબે  આપણી ઊભાં રહ્યાં  સાગર કિનારે  એકલાં,
તત્વજ્ઞાની નાળિયેરીએ  કહ્યું:  મઝધારમાં દરિયો હતો.

ફૂલ,ફળ ને હાર અર્પી  ભાવથી  ભક્તો ઉતારે   આરતી,
શૈષની શૈયા ઉપર પોઢ્યા પ્રભુ, શણગારમાં દરિયો હતો.

ઘાવમાંથી   નિકળેલા   રક્તમાં  ખારાશ   કોણે ભેળવી?
શું  કરું? ન્હોતી ખબર કે એમની તલવારમાં દરિયો હતો.

-કેતન કાનપરિયા

Advertisements

ફેબ્રુવારી 8, 2010 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. “khub saras chhe tamari rachna…”

  ટિપ્પણી by SANKET DAVE | ફેબ્રુવારી 8, 2010

 2. “એ વખતે તો આપવી પડી’તી હસીને તમને વિદાય
  પછી, શયનખંડમાં ઓશિકા ને આંખ વચ્ચે દરિયો હતો.

  ટિપ્પણી by VIPUL SHAH | ફેબ્રુવારી 8, 2010

 3. સુંદર રચના…

  ટિપ્પણી by વિવેક ટેલર | ફેબ્રુવારી 11, 2010

 4. શ્રી વિશ્વદીપભાઈ, આપનો બ્લોગ અને રચનાત્મક અભિગમ ખુબ જ ગમ્યાં. સાહિત્યસાગરમાંથી મોતીડા વિણવા એ સરળ કામ નથી. તમે એ કાર્ય ઉપાડીને માત ગુર્જરીની સેવા કરો છો. ખુબ ખુબ અભિનંદન !

  મારા બ્લોગમાંથી કંઈ ટાંકું ?

  ખારો ખારો દરિયો જો પેટાળમાં રત્નો સંઘરી બેઠો !
  રાતી રાતી આંખલડીમાં આમ ક્યાંથી આવીને પેઠો !
  ***
  શૈશવની ચંચળતા, જોબનની મસ્તિ ને ઘડપણનું ગાંભિર્ય…
  અલ્યા શિખવ્યુ કોણે ઓ દરિયા ?
  હાશ ! આણે મારું પાણી ચાખ્યું નથી…દરિયો બબડ્યો !
  ***
  ઓ સમુદ્ર ! તારી ગહનતાનું કોઈ તો રહસ્ય જણાવ ? ઓ મોજાઓ ! તમારી વિકરાળતાનું કોઈ તો રહસ્ય જણાવો ? ઓ કિનારાઓ ! તમારાં ઘોષનું કોઈ તો રહસ્ય જણાવો ? કિનારાઓએ મોજાઓ તરફ ઈશારો કર્યો. મોજાઓએ સમુદ્રનીં ગહનતા તરફ ઈશારો કર્યો. ગહન સમુદ્રમાં એક રુપેરી માછલી મંદમંદ સ્મિત ફરકાવતી સરકી ગઈ ને મારી માટે એક સિંપ ઊચકીને બહાર લાવી ! શું હશે આ રહસ્ય ? ધડકતા ઋદયે મેં સિંપને સહેજ ખોલીને જોઈ…બાપરે ! સિંપમાં એક સુંદર મોતી છુપાયેલું હતું અને મોતીમાં ? આખ્ખો દરિયો ઘુઘવતો હતો !

  ટિપ્પણી by PARESH | ફેબ્રુવારી 11, 2010

 5. મૉમ. કહાની ઘરઘરની હોવા છતાં રાંડ્યા પછીનું ડહાપણ જેવું બને તેનો દાખલો ધ્યાનમાં લેવાય અને સમયસર અમલ થાય તો ઘણા વડિલોના જીવનમાં સુખનો સાગર લહેરાય.
  સૌને સન્મતિ દે ભગવાન.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  ટિપ્પણી by kantilal1929 | ફેબ્રુવારી 14, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s