"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તારા બ્રહ્માંડમાં..

તારલાની ટોળી મુઠ્ઠીભર તેજ લઈ,
             ક્યાં લગી ભટકશે તારા બ્રહ્માંડમાં?

ગૃહોનો ગણગણાટ,માખીનો ભાર લઈ,
             ક્યાં જઈ અટકશે તારા બ્રહ્માંડમાં?

ડુંગરી પથ્થરો,આકાશી આધાર લઈ,
           પથ્થરબાજી  કરે  તારા   બ્રહ્માંડમાં.

આકાશીગંગા દોડી દોડી   હાંફી ગઈ ,
             સીમાડા હોય ક્યાં તારા બ્રહ્માંડમાં?

સેકડો સૂર્યની જીવનદોરી ટૂંકાય ગઈ,
    બ્લક-હૉલમાં સમાધી લઈ તારા બ્રહ્માંડમાં.

નિયંત્રણ સતત કેમ કરી રહ્યો? અટવાઈ ગઈ
           માનજાત પાછી પડી તારા બ્રહ્માંડમાં.

છે આસપાસ જોઈ શકે તો જો, મતી મુંઝાઈ ગઈ
           આ  બાળકની    તારા     બ્રહ્માંડમાં.

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો ને?

Advertisements

ફેબ્રુવારી 5, 2010 - Posted by | સ્વરચિત રચના

1 ટીકા »

 1. પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

  ટિપ્પણી by divyesh vyas | ફેબ્રુવારી 7, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s