"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કસાતો જાઉં છું

 
જેટલો  જ્યાં જ્યાં ફસાતો  જાઉં  છું;
એટલો   ત્યાં ત્યાં ફસાતો  જાઉં   છું.

રાહ    જોતું   કોક   બેઠું   આંગણે;
બારણા  માફક  વસાતો    જાઉં છું.

ચીતરેલા   મોર  ભીંતે      જોઈને;
ભીતરે    હુંયે    કળાતો  જાઉં   છું.

પાક   લણતી    કોઈ કન્યા  ખેતરે;
હાથથી   એના   લણાતો  જાઉં  છું.

આભને    જોવા   જરા  દ્રષ્ટિ  કરી,
સૂર્ય    કિરણમાં  વણાતો   જાઉં છું.

એમને    છે   જીદ વ્હાલી  એમની;
‘હા’ અને ‘ના’માં વણાતો જાઉં છું.

ગોઠવાતી      કેટલાયે      પ્રેમથી;
એજ   ઈંટોમાં    ચણાતો    જાઉં છું.

-ફિલીપ કલાર્ક

Advertisements

ફેબ્રુવારી 2, 2010 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. Nice selection, liked & enjoyed.
  Thanks.
  “Saaj” Mevada

  ટિપ્પણી by venunad | ફેબ્રુવારી 2, 2010

 2. આભને જોવા જરા દ્રષ્ટિ કરી,
  સૂર્ય કિરણમાં વણાતો જાઉં છું.

  aa be line khub saras chhe bov gami thx for beautiful post
  http://gujjudrops.wordpress.com/

  ટિપ્પણી by Nitin Gohel | ફેબ્રુવારી 2, 2010

 3. good one.

  ટિપ્પણી by Rajul Shah | ફેબ્રુવારી 2, 2010

 4. સુંદર ગઝલ…

  ટિપ્પણી by વિવેક ટેલર | ફેબ્રુવારી 5, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s